________________
ન્યાયદર્શન
અધ્યયન ૧
પીઠબંધ
યાય શબ્દનો અર્થ ' (૧) સામાન્ય રીતે “ન્યાય’ શબ્દનો અર્થ કાયદો યા નિયમયુક્ત વ્યવહાર એ છે (નિયમન ચત તિ). (૨) “ન્યાય શબ્દનો પ્રયોગ “સદશ યા “ની જેમના અર્થમાં પણ થાય છે. કાકતાલીયન્યાય, બીજાંકુરન્યાય, વગેરે તેનાં ઉદાહરણો છે. આ ન્યાયને લૌકિક ન્યાયો’ કહેવામાં આવે છે. (૩) દાર્શનિક પરંપરામાં ચાય”શબ્દનો અર્થ થાય છે પ્રમાણે દ્વારા અર્થની પરીક્ષા’. (૪) દાર્શનિક પરંપરામાં ‘ન્યાય શબ્દના અર્થને સંકેચ કરવામાં આવ્યા અને કેવળ. ‘પરાથનુમાન” ( પંચાયવવાક્ય) માટે પણ તેને પ્રયોગ થવા લાગ્યા. પંચાવવવાને વાત્સ્યાયને “પરમ ન્યાય કહ્યો છે, કારણ કે તેમાં બધાં પ્રમાણેને સમવાય છે. પ્રતિજ્ઞામાં આગમ, હેતુમાં અનુમાન, ઉદાહરણમાં પ્રત્યક્ષ અને ઉપનયમાં ઉપમાનો સમાવેશ થાય છે. આ ચારેયના સહયોગથી જ નિગમન. યા ફલિતાર્થ નીકળે છે. આને ધ્યાનમાં રાખીને ઉદ્યોતકરે કહ્યું છે કે અહીં બધાં પ્રમાણોના વ્યાપારથી જે જ્ઞાન થાય છે તે ન્યાય છે. આમ પંચાયવવાક્યને તેમ જ તે દ્વારા થતા જ્ઞાન બંનેને “ન્યાય” ગણવામાં આવ્યાં છે. (૫) દરેક દર્શન પ્રમાણ દ્વારા અર્થની પરીક્ષા કરે છે તેમ જ દરેક દર્શન બીજાને પિતાને પક્ષ સમજાવવા પરાથનુમાનને પ્રયોગ કરે છે. એટલે, સામાન્યપણે દરેક દર્શનને “ન્યાય ગણી શકાય. પરંતુ “ન્યાય’ શબ્દ ગૌતમપ્રણીત દર્શનશાસ્ત્ર માટે રૂઢ થઈ ગયા છે. આનું કારણ એ લાગે છે કે તે શાસ્ત્ર પ્રધાનપણે પ્રમાણેની મીમાંસા કરે છે અને તેમાંય ખાસ કરીને પરાર્થનુમાનને વિચાર કરે છે.
ન્યાયવિદ્યાનાં અન્ય નામે - (૧) ન્યાયવિદ્યાનું પ્રાચીન નામ “વાકવાળે છે. છાન્દોગ્ય ઉપનિષના. સાતમા અધ્યાયના પ્રથમ ખંડમાં નારદ-સનકુમારસંવાદમાં તેમ જ પતંજલિના.