________________
४०१
વિદ્દન
- ન્યાયવૈશેષિકના અણુથી સ્વલક્ષણનો ભેદ એ છે કે અણુ દ્રવ્યરૂપ છે જેમાં ગુણ રહે છે પરંતુ દિનાગનું “સ્વલક્ષણ ગુણ વગેરે ધર્મોના આશ્રયરૂપ ધમી દ્રવ્ય નથી; વળી, “સ્વલક્ષણ” ન્યાય-વૈશેષિકેએ માનેલા ગુણ એવું પણ નથી. વસ્તુતઃ દિદ્ભાગના સ્વલક્ષણને ન તે દ્રવ્ય કહી શકાય, ન તે ગુણ. એની અંદર કઈ
સ્વગત યા આતરિક ભેદ નથી. ન્યાય-વૈશેષિકના આયુમાં ગુણ, જાતિ અને વિશેષ પદાર્થો રહે છે અને આ દષ્ટિએ કહી શકાય કે એની અંદર અનેક તો છે અને આતરિક ભેદ છે. પરંતુ દિદ્ભાગના સ્વલક્ષણમાં આ જાતનો આન્તરિક ભેદ નથી. તે સર્વથા એક (unitary) છે અને એમાં કઈ ધર્મ રહેતું નથી. એનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે બધાંથી અલગ છે (સર્વતે વ્યાવૃત્ત છે). આ જ એનું સ્વરૂપ છે. આ દષ્ટિએ સ્વલક્ષણ અને વિશેષપદાર્થ વચ્ચે નોંધપાત્ર સામ્ય છે.
આમ ન્યાય-વૈશેષિકે માનેલા આણુની સજાતીય અણુથી વ્યાવૃત્તિ કરવાનું કામ વિશેષપદાર્થ કરે છે, જ્યારે બોદ્ધોએ માનેલ સ્વલક્ષણ પોતે જ પોતાની
વ્યાવૃત્તિ અન્ય બધાં સ્વલક્ષણોથી કરે છે. એટલે જ ન્યાય-વૈશેષિક દર્શનમાં પણ એ ચર્ચા વારંવાર ઊઠાવવામાં આવી કે વિશેષપદાર્થને અલગ પદાર્થ માનવાની શી જરૂર છે, પરમાણુઓને જ સ્વતાવ્યાવૃત્ત કેમ માનતા નથી ? વિશેષપદાર્થને અણુઓથી અલગ માને કદાચ એટલા માટે પણ જરૂરી હતો કે જેથી ન્યાય-વૈશેષિક “અણુવાદને બૌદ્ધોના “સ્વલક્ષણવાદથી અલગ રાખી શકાય. બૌદ્ધ સ્વલક્ષણ ક્ષણિક છે જ્યારે ન્યાય-વૈશેષિક અણુ અને વિશેષ નિત્ય છે. બૌદ્ધ સ્વલક્ષણ દેશમાં જરાય વ્યાપ્ત નથી જ્યારે ન્યાય-વૈશેષિક અણુ અણુપરિમાણ છે અને એવા અણુમાં વિશેષપદાર્થ રહે છે. •
આ પ્રસંગે એ પણ બતાવી દેવું જરૂરી છે કે બૌદ્ધ “સ્વલક્ષણ એકબીજાં મળીને કેઈ કાર્ય ઉત્પન્ન નથી કરતાં, પરંતુ ન્યાય-વૈશેષિક અણુઓ એકબીજા મળીને ભણુક, ચણક અને પછી ધૂળ ઘટ, વગેરે અવયવીરૂપ કાર્યો ઉત્પન્ન કરે છે. જેનો આધાર અવયવીવાદ છે એવા ન્યાય-વૈશેષિક કાર્યકારણવાદના બૌદ્ધો અત્યન્ત વિરોધી છે. બૌદ્ધ સ્વલક્ષણ સર્વથા અને સર્વદા અલગ અલગ રહે છે તે પછી એ સ્વલક્ષણોના આધારે આપણને સ્થૂળ જગતના સ્થળ પદાર્થોની પ્રતીતિ કેવી રીતે થાય છે એ વસ્તુ સમજાવવા દિન્નાગ કહે છે કે ઘટ, પટ આદિ ધૂળ પદાર્થ વસ્તુતઃ બાહ્ય જગતમાં અસ્તિત્વ ધરાવતા નથી, બાહ્ય જગતમાં તે કેવળ સ્વલક્ષણોનું જ અસ્તિત્વ છે. સ્વલક્ષણોને આધારે આ સ્થળ પદાર્થોની રચના એ તો આપણું મનનું કામ છે. અર્થાત સ્થળ પદાર્થોનો આધાર લક્ષણના રૂપમાં બાહ્ય જગતમાં છે પરંતુ સ્થૂળ પદાર્થ