________________
૪૧૪
ષદ ન
એ અથમાં કહેવામાં આવે છે કે તેમાં પાંચેય પદાર્થોં રહે છે.’ આમ ઉદ્યોતકરના હેતુ દૂષિત છે. વાચસ્પતિ પણ ઉદ્યોતકરના આવા તક પ્રત્યે અણગમા વ્યકત કરતાં કહે છે કે ગાય અને વાણી અને ગે’ છે, તેથી વાણીને પણ શિંગડાં હાવા જોઇએ.૧૫
ઉદ્યોતકર વળી એક ડગલું આગળ વધે છે. જ્યારે તેમની સમક્ષ પ્રશ્ન મૂકવામાં આવે છે કે જો સમવાય કયાંય રહેતા ન હોય .તે! પટના સમવાય તંતુઓમાં છે' એવું જ્ઞાન કેમ થાય છે ? એના ઉત્તરમાં તે કહે છે કે તે જ્ઞાન ભ્રાન્ત છે. ૧૬ અલબત્ત, ઉદ્યોતકર જ એક એવા છે જે એમ માને છે કે સમવાય કયાંય રહેતા નથી. ખીજા ન્યાય-વૈશેષિક ચિંતકા તા એટલું જ કહે છે કે સમવાયતે પેાતાના સમવાયીમાં રહેવા અન્ય સંબંધની જરૂર નથી, તે કદી એમ નથી કહેતા કે સમવાય કયાંય રહેતા જ નથી. પ્રશસ્તપાદ પણ સમવાયને આશ્રિતાની સૂચીમાં ગણાવે છે.૧૭ આમ પ્રશસ્તપાદના મતે સમવાય આશ્રિત અને સ્વતંત્ર છે. તે આશ્રિત એ અમાં છે કે તે સમવાયીમાં રહે છે. તે સ્વતંત્ર એ અર્થીમાં છે કે તેને સમવાયીમાં રહેવા અન્ય કોઈ સંબંધની જરૂર નથી. ન્યાય-વૈશેષિકાની માન્યતા પ્રશસ્તપાદ આમ રજૂ કરે છે—સમવાયને રહેવા માટે અન્ય સંબંધ જરૂરી નથી એટલે તે તેના સ્વભાવથી જ રહે છે.૧૮ શ્રીધર અહીં જણાવે છે કે ‘સમવાયતે રહેવા માટે અન્ય કઈ સંબંધ નથી. એના અર્થ એ નથી કે તે કયાંય રહેતા નથી પરંતુ તેને અ` તે એ છે કે તે પે।તે (સમવાય-)સંબંધસ્વભાવ હોઈ પોતાના સ્વભાવથી જ રહે છે.’૧૯
(૬) સમવાય પ્રત્યક્ષ છે ?
સમવાય પ્રત્યક્ષગ્રાહ્ય છે કે નહિ એ પ્રશ્ન પરત્વે તૈયાયિકો અને વૈરોવિકા વચ્ચે કૌટુંબિક વિવાદ છે. નૈયાયિકા તેને પ્રત્યક્ષમાદ્ય ગણે છે જ્યારે વૈશેષિકા તેને પ્રત્યક્ષગ્રાહ્ય ગણતા નથી.
ન્યાય-વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર વિષય અને ઇન્દ્રિયના સ ંબંધથી પ્રત્યક્ષજ્ઞાન થાય છે. વિષય અને ઇન્દ્રિયના સંબંધને સન્નિકષ કહેવામાં આવે છે. આ સન્નિક છ પ્રકારના છેઃ (૧) સંયેગ (૨) સયુક્તસમવાય (૩) સંયુકતસમવેતસમવાય (૪) સમવાય (૫) સમવેતસમવાય અને (!) વિશેષતા. (સંયુકતવિશેષતા વગેરેને સમાવેશ વિશેષતામાં થઈ જાય છે).
વૈયાયિક અને વૈશેષિક બનેય વિશેષણતાસન્નિકષ દ્વારા અભાવનું પ્રત્યક્ષ માને છે. અભાવ પેાતાના અધિકરણમાં સમવાયસંબંધથી કે સંચેાગસંબંધથી