________________
- પદર્શન
જ–સમવાયીમાં રહે છે. એથી ઊલટું સંગને પિતાના સંબંધીઓમાં રહેવા માટે સમવાયસંબંધની જરૂર છે. આમ કેમ ? ન્યાય-વૈશેષિક મતે સમવાય જ પરમાર્થથી સંબંધ છે જ્યારે સંયોગ તે ગુણ છે. (૬) સંયોગ સંયોગી દ્રવ્યના કર્મથી ઉત્પન્ન થાય છે, પરંતુ સમવાય સંબંધીઓના કર્મથી ઉત્પન્ન થતું નથી. સમવાય કદી ઉત્પન્ન થતા જ નથી, તે નિત્ય છે.૨૯ (૭) વિભાગ, દ્વારા સંયોગનો નાશ થાય છે. પરંતુ સમવાયનો કદી નાશ થતો નથી, તે નિત્ય છે. (૮) સંગે અનેક છે, સમવાય એક જ છે.૨૯ (૯) “આ ગાય છે એવી પ્રતીતિમાં ગવ્યક્તિ અને ગોત્વસામાન્યનું અવિભક્ત એક પિંડરૂપે ગ્રહણ થાય છે તે સમવાયનું સામર્થ્ય છે. બીજી બાજુ સંગમાં, “ઘટ અને પટ સંયુક્ત છે એવી પ્રતીતિ થાય છે; આ પ્રતીતિમાં ઘટ અને પટ બંને પૃથફરૂપે અલગ અલગ પિંડરૂપે ગૃહીત થાય છે. એ સમવાયને મહિમાં છે કે અહીં સંબંધીઓ લેઢાના ગોળા અને અગ્નિની જેમ એક પિંડરૂપે ગૃહીત થાય છે. સંગને આવો મહિમા નથી. આનો અર્થ એ કે સંગ સંબંધ ધરાવતાં બે દ્રવ્ય જુદાં અલગ-અલગ પ્રતીત થાય છે જયારે સમવાયસંબંધ ધરાવતા બે પદાર્થો વસ્તુતઃ બે ભિન્ન પદાર્થો હોવા છતાં એક અવિભક્ત પિંડરૂપે પ્રતીત થાય છે. (૧૦) સગી દ્રવ્યો ભિન્ન ભિન્ન દેશમાં રહે છે જ્યારે સમવાય સંબંધ ધરાવતા પદાર્થો એક જ દેશમાં રહે છે. સંગસંબંધ ધરાવતા પુરુષ અને દંડ બે એક જ દેશમાં રહેતા નથી પરંતુ ભિન્ન ભિન્ન દેશમાં રહે છે. પરંતુ સમવાયસંબંધ ધરાવતાં કારણ (તંતુઓ) અને કાર્ય (કપટ) બે ભિન્ન ભૌતિક દ્રવ્યો હોવા છતાં એક જ દેશમાં રહી શકે છે તે સમવાયનો જાદ છે. (૧૧) સંગ બાહ્ય અને કૃત્રિમ સંબંધ (Accidental conjunction) છે. સમવાય આતરિક અને નૈસર્ગિક સંબંધ (Essential internal relation) છે. ફૂલ ઉપર ભ્રમર આવીને બેસે છે. ફૂલ અને ભ્રમને સંબંધ સંયોગ છે. ફૂલમાં સુંગધ છે. ફૂલ અને સુંગધને સંબંધ સમવાય છે.
પાદટીપ । अयुतसिद्धानामाधार्याधारभूतानां यः सम्बन्ध इहप्रत्ययहेतुः स समवायः । पदार्थ
धर्मसं० पृ० ७७३ । अयुतसिद्धता च सम्बद्ध चेति कथं सङ्गच्छते, पृथक्रसिद्ध हि वस्तुनी कुण्डबदरवद् अन्योन्यं सम्बते स्त्री पुंसवद् वा । अयुतसिद्धे तु तदेकत्वात् कि केन સમધ્યેતે ગાયમરી , મા , g૦ ૨૭૨ |