________________
૪૨૮
પદર્શન
તખ્તઓમાં રહેતા તેમાંથી જ ઉત્પન્ન થવાને યોગ્ય પટને પ્રાગભાવ મેં જુદા પટ–પ્રાગભાવો છે અને તેમને પરસ્પર ભેદ સ્વતઃ છે, યા તો પ્રતિયોગિતાવછેદક ધર્મોથી છે.
પ્રસ્તુત તખ્તઓમાં (જેમનામાં હજુ પટ ઉત્પન્ન થયો નથી) અસ્તિત્વ ધરાવતા પટનો અભાવ પ્રાગભાવ નહિ પણ અત્યન્તાભાવ ગણાશે કારણ કે પ્રસ્તુત તસ્તુઓમાં અસ્તિત્વ ધરાવતા પટને સમવાય સંબંધથી સૈકાલિક અભાવ છે.
બંસાભાવને પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ કે ? તેને ઉદાહરણ દ્વારા સમજીએ. જ્યારે તતુઓમાં પટને ધ્વસાભાવ છે એમ કહીએ છીએ ત્યારે અમુક ખાસ પટને ધ્વસાભાવ અભિપ્રેત છે. તે તતુઓમાંથી જે પટ ઉત્પન્ન થયેલ તે જ પટને ધ્વસાભાવ તે તતુઓમાં રહે છે બીજા તખ્તઓમાંથી ઉત્પન્ન થયેલ પટને ધ્વસાભાવ તે તન્દુઓમાં રહેતું નથી. હવે ધ્વસાભાવના અનુયોગિતાવચ્છેદક ધર્મને સમજીએ. પ્રસ્તુત ઉદાહરણમાં અમુક પટને ધ્વસાભાવ તે જ પટના કારણરૂપ વસ્તુઓમાં રહે છે—બીજા કોઈ નષ્ટ થયેલ પટના કારણરૂપ - તતુઓમાં તે રહેતો નથી. આમ આપણને જણાશે કે પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવની બાબતમાં તેમના પ્રતિગિતાવચ્છેદક અને અનુયોગિતાવચ્છેદક ધર્મને સમજવા કેટલા બધા જરૂરી છે.
(૩) અત્યન્તાભાવ (Absolute Non-existence)–નિત્ય સંસર્ગાભાવને અત્યન્તાભાવ કહેવામાં આવે છે. સંસર્ગને અર્થ છે સંબંધ. અહીં સમવાયસંબંધ અભિપ્રેત છે. આધારાધેયભાવ ધરાવતી બે વસ્તુઓમાં જે સમવાય સંબંધનો અભાવ હોય તે તે અભાવ નિત્ય જ હોય. જે અભાવ નિત્ય
છે, અનાદિ અને અનંત છે તે અભાવ અત્યન્તાભાવ છે. અત્યન્તાભાવ કદી * ઉત્પન્ન થતું નથી અને કદી નાશ પામતે નથી. “વાયુમાં રૂપાભાવ” એ
અત્યન્તાભાવનું ઉદાહરણ છે. વાયુમાં રૂપનો ભાવ ન અત્યારે છે, ન પહેલાં હતું કે ન ભવિષ્યમાં થશે. વાયુમાં રૂપાભાવ સામયિક (temporary) નથી, પરંતુ નિત્ય છે, શાશ્વત છે. વાયુમાં સમવાયસંબંધથી રૂપના હોવાનો અભાવ સૈકાલિક છે. આ સૈકાલિક અભાવને જ અત્યન્તાભાવ કહેવામાં આવે છે. પ્રાગભાવને અન્ત હોય છે. પ્રધ્વસાભાવને આદિ હોય છે. પરંતુ અત્યન્તાભાવને આદિ કે અન્ત હેતો નથી. “ભૂતલમાં ઘટ નથી અર્થાત “ભૂતલમાં ઘટાભાવ છે–આના બે અર્થ થઈ શકે. ભૂતલમાં સમવાય સંબંધથી ઘટનો અભાવ છે