________________
વૈશેષિકદન
૪૨૯
અને ભૂતલમાં સંગસંબંધથી ઘટને અભાવ છે. ભૂતલમાં સમવાયસંબંધથી ઘટનો અભાવ અભિપ્રેત હોય તે તે અત્યન્તાભાવ થશે. ભૂતલમાં સમવાયસંબંધથી ઘટને અભાવ નિત્ય છે. ઘટ ભૂતલમાં ત્રણેય કાળમાં ક્યારેય સમવાયસંબંધથી રહેતું નથી. ભૂતલમાં સંયોગસંબંધથી ઘટને અભાવ અભિપ્રેત હોય તે તે અત્યન્તાભાવ નહિ ગણાય કારણ કે તે અભાવ નિત્ય નથી. જ્યારે ભૂતલ સાથે ઘટને સંગસંબંધ થાય છે ત્યારે તે અભાવ દૂર થઈ જાય છે. જે જેનું કાર્ય કઈ પણ કાળે નથી તેને તેમાં અત્યન્તાભાવ છે. વાયુદ્રવ્ય પટદ્રવ્યનું સમવાયિકારણ કદી બન્યું નથી, બનતું નથી કે બનવાનું નથી. તેથી પટ કદીય. વાયુમાં સમવાય સંબંધથી રહેતો નથી. વાયુમાં સમવાયસંબંધથી પટનો અભાવ. વૈકાલિક છે અને તેથી તે અત્યન્તાભાવ છે. .
આમ અત્યન્તાભાવથી વસ્તુઓનો અભાવ નહિ, પણ એમના સંસર્ગ (=સમવાય)ને અભાવ સૂચિત થાય છે. ઉપર આપેલા ઉદાહરણમાં, વાયુ અથવા. રૂપને અભાવ નથી પરંતુ તે બંનેના સંબંધનો–સમવાયસંબંધને–અભાવ છે. તેથી આ અભાવને કેટલીક વાર “સમવાયાભાવ પણ કહેવામાં આવે છે.
અત્યન્તાભાવ વિશેની શ્રીધરની માન્યતા ભિન્ન છે. તેમના મતે સર્વથા અસત હોય એવી વસ્તુનો અભાવ અત્યન્તાભાવ છે. સર્વથા અસદભૂત અને કેવળ બુદ્ધિકલ્પિત વસ્તુને દેશ-કાલનિરપેક્ષ જે અભાવ છે તે અત્યન્તાભાવ છે. - ઉદાહરણાર્થ, “ચારબાજુવાળે ત્રિકોણ સર્વથા અસત છે. તેનો અભાવ સર્વ દેશે છે અને સર્વ કાળે છે અર્થાત તેનો અભાવ અમુક દેશમાં કે અમુક કાળમાં નથી. શ્રીધરને મતે “શશવિષાણ સર્વથા અસત છે. અને તેનો દેશકાલઅનવચ્છિન્ન પ્રતિષધ એ જ અત્યન્તાભાવ છે. તેમને મતે શશ અને વિષાણના સમવાયસંબંધને અભાવ એ અત્યન્તાભાવ નથી.૧૦ વૈશેષિકસૂત્રવૃત્તિકાર ચન્દ્રાનન્દ પણ શ્રીધરના જેવો જ મત ધરાવે છે ૧૧
(૪) અ ન્યાભાવ (R૯ciprocal Non-existence)—એ વસ્તુઓનો પારસ્પરિક ભેદ જ્યાં હોય છે ત્યાં તે બે વસ્તુઓના તાદામ્યનો અભાવ છે. તાદાને અભાવ એ જ અન્યોન્યાભાવ છે. ઘટ પટ નથી આ અન્યોન્યાભાવનું ઉદાહરણ છે. અન્યોન્યાભાવમાં પ્રતિયોગિતા હંમેશ તાદાત્મ્યસંબંધથી અવચ્છિન્ન હોય છે.'
214 Castella (Temporary Non-existence)—$24114 341210 આચાર્યોએ અભાવનો એક વધુ ભેદ માન્યો છે. તે છે “સામયિકાભાવ. માની