________________
૪૩૦
પદન
લો કે ભૂતલ ઉપર ધટ મૂકયો છે. થેાડા વખત માટે તે ઘટને ત્યાંથી લ લેવામાં આવે છે. ત્યારે તે ભૂતલ ઉપર ઘટાભાવ થઈ જાય છે. તે ઘટને ભાવ આજે સ્થળે છે પણ તે ભૂતલ ઉપર તે તેને અભાવ છે. આવા અભાવને સામયિકાભાવ’ કહેવામાં આવે છે. આ અભાવને પ્રÜંસાભાવ નહિ ગણી શકાય, કારણ કે તે ઘટના ધ્વંસ થયા નથી. આ અભાવને પ્રાગભાવ નહિ ગણી શકાય કારણ કે તે ઘટ તા કારનેય ઉત્પન્ન થયેલા છે. આ અભાવને અત્યન્તાભાવ પણ નહિ કહેવાય કારણ કે આ અભાવ નિત્ય નથી; તે ઘડાને પાછા ત્યાં લાવી મૂકવાથી આ ઘટાભાવનેા નાશ થઈ જશે. આ અભાવ અન્યાન્યાભાવ તા હાઈ જ ન શકે કારણ કે તેની પ્રતિયોગિતા તાદાત્મ્યસંબંધર્થ અવચ્છિન્ન નથી. એટલે આ અભાવનેા જુદા પ્રકાર તરીકે પ્રાચીનાએ સ્વીકા કર્યાં છે.૧૩.
જયંતને મતે અભાવના એ જ પ્રધાન પ્રકાર છે—પ્રાગભાવ અને ધ્વંસાભાવ આ છે ઉપરાંત બીજા એ પ્રકારને – અન્યાન્યાભાવ અને અત્યતાભાવને – તે ઉલ્લેખ કરે છે, પરંતુ તે જણાવે છે કે મુખ્ય તેા પ્રાગભાવ અને ધ્વંસાભાવ એ જ છે અને બાકીના અભાવેા તો અમુક ઉપાધિંને કારણે આ મેથી જુદ જણાય છે. ૧૪ હકીકતમાં, જયંત માને છે કે બાકીના બધા અભાવને – અન્યાન્યભાવ અને અત્યન્તાભાવને—પ્રાગભાવમાં જ સમાવેશ થઈ જાય છે.૧પ જયંતની આ માન્યતા કંઈક વિચિત્ર લાગે છે.
(૫) અભાવનું પ્રત્યક્ષ
ન્યાય-વૈશેષિક ચિડતા અભાવને ખાદ્ય અસ્તિત્વ ધરાવતી વસ્તુ માને છે એટલું જ નહિ પણ તે તેને પ્રત્યક્ષગ્રાહ્ય પણ માને છે. ભાટ્ટ મીમાંસકા ન્યાય-વૈશેષિકાની જેમ અભાવને આદ્ય અસ્તિત્વ ધરાવતી વસ્તુ માને છે છતાં તેઓ તેને પ્રત્યક્ષ ગણતા તથી. તેને ગ્રહણ કરનારું સ્વત ંત્ર પ્રમાણ (અભાવપ્રમાણ્ યા અનુપલબ્ધિપ્રમાણ) તે સ્વીકારે છે.
ભાટ્ટ મીમાંસકા કહે છે કે અભાવ અભાવાત્મક હોઈ તે તેનુ ગ્રાહક પ્રમાણ પણ અભાવાત્મક (=ઉપલબ્ધિના અભાવરૂપ) માનવુ જોઇએ. જેવુ વિષયનું સ્વરૂપ તેવું પ્રમાણુનું સ્વરૂપ હોવુ જોઈ એ' એવા આ ભાટ્ટ મતની હાંસી ઉડાવતાં જયંત કહે છે કે અભાવનુ ગ્રાહક પ્રમાણ ઉપલબ્ધિઅભાવ છે એમ માનવું ઉચિત નથી, જેવા યક્ષ તેવા જ બલિ ચઢાવવાની જરૂર નથી.૬