________________
અધ્યયન ૧૭
સમવાયપદાર્થ
(૧) સમવાયનું મહત્વ ન્યાયશેષિક દર્શનનું મુખ્ય લક્ષ્ય બાહ્ય જગતની યથાર્થતા અર્થાત બાહ્યાર્થવાદની સ્થાપના છે. વળી, તે આત્યંતિક બાહ્યાર્થવાદી છે અને પ્રતીતિભેદ પદાર્થભેદ માને છે. તેથી તે દ્રવ્ય અને ગુણને અત્યન્ત ભિન્ન માને છે, દ્રવ્ય અને કર્મને અત્યન્ત ભિન્ન માને છે, સામાન્યને તેની આશ્રયભૂત વ્યતિથી અત્યન્ત ભિન્ન માને છે, કાર્યને (અવયવી વ્યને) તેના કારણ (=અવયવદ્રવ્યોથી અત્યન્ત ભિન્ન માને છે. આમ ન્યાય-વૈશેષિક અત્યન્ત ભેદવાદી છે. તેથી, ન્યાયવૈશેષિકે સમક્ષ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે છે કે દ્રવ્ય અને ગુણ જે અત્યન્ત ભિન્ન હોય તો તે અલગ અલગ દેશમાં અને એકના વિના બીજું કેમ કદીય પ્રાપ્ત થતું નથી ? જે તેઓ ખરેખર અત્યન્ત ભિન્ન હોય અર્થાત તેમનું વસ્તૃત્વ પૃથફ પૃથફ હોય તો તેમ થવું જોઈએ. આ જટિલ સમસ્યાને ઉકેલ સમવાયસિદ્ધાન્ત છે. સમવાયસંબંધ એવી બે વસ્તુઓ વચ્ચે માનવામાં આવે છે જેમનું વસ્તુત્વ અલગ-અલગ હોય તેમ છતાં તે બે વસ્તુઓમાંની એક બીજીના વિના ન રહેતી હોય કે તે બે વસ્તુઓ અલગ-અલગ દેશમાં કદીય ન રહી શક્તી હેય. આવી બે વસ્તુઓને અયુતસિદ્ધ કહેવામાં આવે છે. બે અયુતસિદ્ધ વસ્તુઓને લેઢાના ગેળા ને અગ્નિની જેમ એક પિંડરૂપ કરવાનું કામ સમવાયનું છે. વળી, એ સમવાયનો ચમત્કાર છે કે જેને પ્રતાપે ન્યાય-વૈશેષિકે વસ્તુઓ ( કારણુદ્રવ્ય) અને પટ (=કાર્યક્રવ્ય)ને બે ભિન્ન દ્રવ્ય ગણી શકે છે અને તે બે દ્રવ્યને એક દેશમાં રહેતાં પણ માની શકે છે. એ પણ સમવાયને ચમત્કાર છે કે જેને પ્રતાપે કારણ (=zતુઓ) પિતાનું અસ્તિત્વ અખંડ ટકાવી રાખીને પિતાના કાર્યરૂપ તદ્દન નવા જ દ્રવ્ય =પટ)ને ઉત્પન્ન કરી શકે છે. સમવાયના માહાસ્યથી જ દ્રવ્ય અને ગુણમાં અત્યન્ત ભેદ માની શકાય છે અને પરિણામે વિશેષગુણેને ઉત્પાદ-વિનાશ થવા છતાં તેના આશ્રયભૂત દ્રવ્યને તેની કંઈ અસર થતી નથી; આત્માના વિશેષગુણો અનિત્ય હોવા છતાં આત્મા નિત્ય છે. ટૂંકમાં, ન્યાય-વૈશેષિક દર્શને દાર્શનિક સમસ્યાઓના ઉકેલ માટે સમવાયની એક અજોડ યુકિત શોધી છે.