________________
વૈશેષિક દર્શન
૩૦૧.
(૨) રસ–રસ રસનેન્દ્રિયથી જ ગ્રાહ્ય છે. રસનેન્દ્રિયગત રસગુણ રસનેન્દ્રિયને તેના વિષય રસનું ગ્રહણ કરવામાં સહાય કરે છે. પ્રશસ્તપાદ રસના છ પ્રકારો જણાવે છે–મધુર, અમ્લ, લવણુ, તિક્ત, કટુ અને કષાય. શિવાદિત્ય સાતમે ચિત્રસ પણ સ્વીકારે છે. રસ જીવન, પુષ્ટિ, બળ, અને આરોગ્યનું નિમિતકારણ છે. રસ પૃથ્વી અને જળ આ બે જ દ્રવ્યોને ગુણ છે. જળમાં કેવળ મધુર રસ છે. પૃથ્વીમાં બધા પ્રકારના રસ હોઈ શકે છે. જલીય પરમાણુઓમાં રસ નિત્ય છે જ્યારે પાર્થિવ પરમાણુઓમાં અગ્નિસંયોગથી રસનું પરિવર્તન થાય છે. અગ્નિસંયોગથી ઉત્પન્ન થતા રસેને પાકજ સે કહેવામાં આવે છે.
અવયવને જે રસ હોય છે તે જ પ્રકારનો રસ તે અવયવોમાંથી બનતા અવયવીમાં ઉત્પન્ન થાય છે. અવયવોનો નાશ થયા પછી જ અવયવીના રસનો નાશ થાય છે.૪ર
(૩) ગંધ_ગંધનું ગ્રહણ નાકથી જ થાય છે. ધ્રાણેન્દ્રિયગત ગંધગુણ ધ્રાણેન્દ્રિયને તેના વિષય ગંધનું ગ્રહણ કરવામાં સહાય કરે છે. ગંધના બે પ્રકાર છે–સુગંધ અને દુર્ગધ. ગંધ પૃથ્વીદ્રવ્યને જ ગુણ છે. પાર્થિવ પરમાણુઓમાં અગ્નિસંયોગથી ગંધમાં પરિવર્તન થાય છે. અગ્નિસંગથી ઉત્પન્ન થનાર ગંધને પાકજ ગંધ કહેવામાં આવે છે. અવયવોમાં ગંધનો જે પ્રકાર હોય છે તે જ પ્રકાર તે અવમાંથી બનતા અવયવીમાં ઉત્પન્ન થાય છે. અવયવીને નાશ થયા પછી જ તે અવયવીના ગંધનો નાશ થાય છે.૪૩ - (૪) સ્પ–સ્પર્શનું ગ્રહણ સ્પર્શનેન્દ્રિયથી જ થાય છે. સ્પર્શનેન્દ્રિ યગત સ્પર્શગુણ સ્પર્શનેન્દ્રિયને તેના વિષય સ્પર્શનું ગ્રહણ કરવામાં સહાય કરે છે. સ્પર્શના ત્રણ પ્રકાર છે-શીત, ઉષ્ણ, અનુષ્ણશીત, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ આ ચાર દ્રવ્યોમાં જ આ ગુણ હોય છે. જળમાં શીત સ્પર્શ છે, અગ્નિમાં ઉષ્ણ સ્પર્શ છે અને પૃથ્વી તેમ જ વાયુમાં અનુષ્ણશીત સ્પર્શ છે. પૃથ્વી અને વાયુ બંનેમાં અનુષ્ણશીત સ્પર્શ હોવા છતાં પૃથ્વીને તે સ્પર્શ પાકજ છે જ્યારે વાયુને તે સ્પર્શ અપાકજ છે. જળ અને અગ્નિના સ્પર્શ પણ અપાકજ છે. અવયમાં સ્પર્શને જે પ્રકાર હોય છે તે જ પ્રકાર તે અવયવોથી બનતા અવયુવીમાં ઉત્પન્ન થાય છે. અવયવીને નાશ થયા પછી જ તે અવયવીના સ્પને નાશ થાય છે.૪૪
(૫) શબ્દ-શબ્દ ગુણ છે અને તે આકાશને ગુણ છે આ વસ્તુ આકાશની ચર્ચા વેળાએ પુરવાર કરી છે. એટલે તેને ફરી પુરવાર નહિ કરીએ.