________________
વૈશેષિકદર્શન
૩૧૭
પ્રતીતિ બે ઘડાઓમાં થવી જોઈએ પરંતુ બે ઘડાઓમાં તે કેવળ બે સંખ્યાની પ્રતીતિ થાય છે અને અન્ય અનેકદ્રવ્યા સંખ્યાઓની પ્રતીતિ થતી નથી. આ દર્શાવે છે કે અનેકદ્રવ્ય સંખ્યા કેવળ સ્વરૂપભેદ નથી પરંતુ અનેક દ્રવ્યમાં રહેતા બાહ્ય ગુણો છે.10 ?
અનેકદ્રવ્ય સંખ્યાઓનો ઉત્પત્તિક્રમ (તેમ જ જ્ઞપ્તિક્રમ) : અનેકદ્રવ્યા સંખ્યા “એક સંખ્યાઓનો સમુચ્ચયમાત્ર નથી. પરંતુ એક સંખ્યાઓમાંથી તે. નિષ્પન્ન થાય છે.૧૦૫ “એક સંખ્યાઓમાંથી અનેકદ્રવ્ય સંખ્યા મા મે નિષ્પન્ન થાય છે કે સંખ્યાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું નિરૂપણ કરીએ. તે જ પ્રમાણે બાકીની અનેકદ્રવ્યા સંખ્યાઓની ઉત્પત્તિનો ક્રમ સમજવો. બે ઘડાએનો ચક્ષ સાથે સંગ થતાં તે પ્રત્યેક ઘડામાં રહેલી “એક સંખ્યાના સામાન્ય એકવીનું જ્ઞાન થાય છે. ચક્ષુ દ્વારા “એકત્વસામાન્યનું જ્ઞાન થાય છે કારણ કે એક સામાન્ય બેય “એકીસંખ્યામાં સમવાય સંબંધથી રહે છે અને એક સંખ્યા ઇન્દ્રિય સાથે સંયુક્ત બે ઘડાઓમાંના પ્રત્યેક ઘડામાં સમવાયસંબંધથી રહે છે. “એકત્વ સામાન્યનું જ્ઞાન થયા પછી તે એક સામાન્ય જે બે એક સંખ્યાઓમાં સમવાયસંબંધથી રહે છે તે બે “એક સંખ્યાઓનું જ્ઞાન થાય છે. આ “એક સંખ્યાઓનું જ્ઞાન થવામાં કારણભૂત છે “એકત્વસામાન્યનો એકીસંખ્યામાં સમવાયસંબંધ તેમ જ તે સંબંધનું જ્ઞાન. આ જ્ઞાન “આ એક છે, આ પણ એક છે એવા આકારનું હોય છે. આ જ્ઞાનને અપેક્ષાબુદ્ધિ કહે છે. બે (કે બેથી વધુ) “એક સંખ્યાઓનું એક સાથે એક જ્ઞાન થવું એ અપેક્ષાબુદ્ધિ છે. પછી આ અપેક્ષાબુદ્ધિની સહાયતાથી બે ઘડાઓમાં રહેલી બે એક સંખ્યાઓ તેમના આશ્રયભૂત બે ઘડાઓમાં બે સંખ્યાને ઉત્પન્ન કરે છે. સંખ્યાની ઉત્પત્તિમાં સમાયિકારણ છે બે ઘડા, અસમવાયિકારણ છે તે બે ઘડાઓમના પ્રત્યેકમાં રહેલી “એક સંખ્યા અને નિમિત્તકારણ છે અપેક્ષાબુદ્ધિ પછી સંખ્યામાં સમવાય સંબંધથી રહેતા “દ્વિવસામાન્યનું જ્ઞાન થાય છે. ત્યાર પછી દિવસામાન્ય જેમાં સમવાયસંબંધથી રહે છે તે બે” સંખ્યાનું જ્ઞાન થાય છે. પછી સંખ્યા જેમાં સમવાય સંબંધથી રહે છે તે બે ઘડાનું બેસંખ્યાવિશિષ્ટરૂપે જ્ઞાન થાય છે. ત્યાર બાદ તે જ્ઞાનથી આત્મામાં અનુરૂપ સંસ્કાર ઉત્પન્ન થાય છે. ૧૦
પ્રથમ ક્ષણમાં ઈન્દ્રિયને બે ઘડા સાથે સંયોગ થાય છે. બીજી ક્ષણમાં એક સામાન્યનું જ્ઞાન થાય છે. ત્રીજી ક્ષણમાં ગયા અને એવા આકારની અપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન થાય છે. ચોથી ક્ષણમાં સંખ્યાની ઉત્પત્તિ થાય છે.