________________
૩૩
વિભકતપ્રતીતિ કદીય કેઈને થતી નથી. આ દર્શાવે છે કે વિભકતપ્રતીતિનું કારણ સંયોગાભાવ નથી પરંતુ વિભાગ નામને ગુણ છે. *
સંયોગનાશ પિતે જ વિભાગ છે, સાગનાશ જ વિભકતપ્રતીતિને જનક છે એમ માની શકાય નહિ કારણ કે એક સંયોગી દ્રવ્યને નાશ થતાં સંયોગને નાશ થાય છે, બચેલા બીજા દ્રવ્યમાં સંયોગનાશ હોય છે તેમ છતાં તે દ્રવ્યને સંયોગનાશ કદી વિભક્તપ્રતીતિ જન્માવત નથી. આ દર્શાવે છે કે સંયોગનાશ પિતે વિભક્તપ્રતીતિનું કારણ નથી પરંતુ વિભાગ નામનો સ્વતંત્ર ગુણું જ વિભકતપ્રતીતિનું કારણ છે ૧૭
વિભાગ પોતે સંગનાશ નથી પરંતુ સંયોગનાશક છે. વિભાગ નામને સ્વતંત્ર ગુણ ન માનતાં સંયોગને નાશ અસંભવ બની જશે. ક્રિયાથી ( કર્મથી સંગને નાશ માની શકાતું નથી, કારણ કે ક્રિયાથી ગુણને નાશ કયાંય. દે-જા નથી પરંતુ ગુણથી જ ગુણને નાશ દેખવામાં આવે છે. તેથી જ સંગના નાશ માટે સંયોગનાશક સ્વતંત્ર ગુણ વિભાગની આવશ્યકતા. છે. ૧૪૮
શબ્દ અને વિભાગનું કારણ વિભાગ હેઈ શકે છે. ૪૯ વિભાગથી શબ્દની. ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું નિરૂપણ શગુણના નિરૂપણું વખતે કર્યું છે. વિભાગથી વિભાગની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું નિરૂપણ વિભાગજ વિભાગની ચર્ચા કરતી વેળાએ કરીશું.
પહેલાં જોડાયેલાં દ્રવ્યોની અંદર આવતું વિખૂટાપણું એ વિભાગ છે. તેથી વિભાગની વ્યાખ્યા છેપ્રાપ્તિપૂર્વક જે અપ્રાપ્તિ થાય તે વિભાગ છે.૧૭૦ આને. અર્થ એ કે વિભાગ સંયોગપૂર્વક જ હોય છે. જે દ્રવ્યોને સંયોગ ન થયો. હેય તે દ્રવ્યોને વિભાગ ન થાય. વિભાગગુણ સંયુક્ત દ્રવ્યોમાં જ ઉત્પન્ન થાય છે. વિભાગની ઉત્પત્તિ પહેલાં સંયોગ હોય છે એટલું જ, સંયોગ કંઈ વિભા-- ગનું કારણ નથી. સંયોગને જે વિભાગનું કારણ માનવામાં આવે તે કાર્યદ્રવ્યની. ઉત્પત્તિ જ અસંભવ બની જાય કારણ કે કાર્યદ્રવ્યના કારણભૂત અવયવોને. સંગ થતાં તે સંગથી જ અવયવોમાં વિભાગ પણ ઉત્પન્ન થઈ જાય, અવયોમાં વિભાગ ઉત્પન્ન થતાં અવયના સંયોગને નાશ થાય અને પરિણામે કાર્યદ્રવ્યની ઉત્પત્તિ અશક્ય બની જાય.૧૭૧ આ મુશ્કેલીમાંથી ઉગરવા જે કહેવામાં આવે કે કર્મની સહાયથી સંયોગ વિભાગને ઉત્પન્ન કરે છે તે ન્યાયવૈશેષિક ઉત્તર આપશે કે અન્વય-વ્યતિરેકથી ક્રિયામાં વિભાગ જનક્તા નિશ્ચિત. થાય છે એટલે ક્રિયાને જ વિભાગનું કારણ માનવી જોઈએ, સંગને વિભાગનું