________________
પહદન
૩૪૦ શરીરનું કારણ નથી (અર્થાત અકારણ છે). આમ કારણ (રાથ) અને અકારણ (આકાશ) ના વિભાગથી કારણના કાર્યને (શરીરને) કારણના અકાર્યથી (આકાશથી) વિભાગ ઉત્પન્ન થાય છે. તેથી આ વિભાગને કારણકારણુજન્ય વિભાગ કહેવામાં આવે છે. ૧૮૨
હાથમાં ક્રિયા ઉત્પન્ન થાય છે. આ ક્રિયા હાથનું ચલન છે. ઉદાહરણાર્થ, જ્યારે હાથ દક્ષિણથી ઉત્તર તરફ ચલનક્રિયા કરે છે ત્યારે તે ક્રિયા દક્ષિણ. આકાશપ્રદેશથી હાથનો વિભાગ ઉત્પન્ન કરે છે અને પછી એ વિભાગ શરીરનો તે આકાશપ્રદેશથી વિભાગ ઉત્પન્ન કરે છે.
કોઈ શંકા કરે છે કે શરીરને આકાશપ્રદેશથી જે વિભાગ ઉત્પન્ન થાય છે તેને શરીરકર્મથી ઉત્પન્ન થતા કેમ માનતા નથી? આ શંકાના સમાધાનમાં વૈશેષિક કહે છે કે તે વિભાગને શરીરકર્મજન્ય ન માની શકાય, કારણ કે તે વખતે શરીરમાં કેઈ કર્મ હોતું નથી. કર્મ કેવળ હાથમાં હોય છે. તેથી કર્મનો આશ્રય હાથને જ માનવો જોઈએ, શરીરને નહિં. શરીર તે નિષ્ક્રય હોય છે.૮૩ અવયવીની ક્રિયાથી અવયવને સક્રિય (ત્રક્રિયાને આશ્રય) કહીં શકાય છે પરંતુ અવયવની ક્રિયાથી અવયવીને સક્રિય (ત્રક્રિયાશ્રય) ન કહી શકાય. પ્રસ્તુત દષ્ટાંતમાં ચલનક્રિયા કેવળ અવયવમાં (હાથમાં) હોવાથી તે ક્રિયા શરીરમાં પણ છે તેમ માની શકાય નહિ. એટલે કારણ-કારણના વિભાગથી જ શરીરને આકાશપ્રદેશથી વિભાગ થાય છે એમ માનવું જોઈએ.
કેઈ વળી બીજી શંકા કરે છે કે હાથની ક્રિયાથી જ શરીરનો આકાશપ્રદેશથી વિભાગ ઉત્પન્ન થાય છે એમ શા માટે માનતા નથી ? અર્થાત , જેવી રીતે હાથની ક્રિયાથી હાથને આકાશપ્રદેશથી વિભાગ ઉત્પન્ન થાય છે તેવી રીતે હાથની તે ક્રિયાથી જ શરીરનો પણ તે આકાશપ્રદેશથી વિભાગ કેમ ઉત્પન્ન ન થાય ? આ પ્રશ્નના ઉત્તરમાં વૈશેષિક જણાવે છે કે હાથની ક્રિયાથી શરીરઆકાશને વિભાગ ઉત્પન્ન ન થઈ શકે કારણ કે પિતાના આશ્રયમાં જ ક્રિયા કાર્ય ઉત્પન્ન કરી શકે છે, પોતાનો આશ્રય ન હોય એ દ્રવ્યમાં ક્રિયા કાર્ય ઉત્પન્ન કરી શકતી નથી. પ્રસ્તુત દૃષ્ટાન્તમાં ક્રિયા હાથમાં છે, શરીરમાં નથી. તેથી ક્રિયા પિતાનું કાર્ય (=વિભાગ) હાથમાં જ ઉત્પન્ન કરી શકે છે, શરીરમાં તે પોતાનું કાર્ય (વિભાગ) ઉત્પન્ન કરી શકતી નથી. આમ હાથની ક્રિયા હાથઆકાશવિભાગને ઉત્પન્ન કરતી હોવા છતાં તે હાથની ક્રિયા શરીર-આકાશવિભાગને ઉત્પન્ન કરી શકતી નથી.૧૮૪ એટલે હસ્ત-આકાશવિભાગથી જ શરીર