________________
૩૮૨
અવિભક્તરૂપે ગ્રહણ થાય છે. આને અવિભક્ત આલોચન કહેવામાં આવે છે. પછી અવિભક્ત આલોચનના અવિભકતરૂપ યા ગર્ભરૂપ વિષયમાંથી સૌ પ્રથમ કેવળ સામાન્યવિશેષને પૃથફ કરી વિભકતરૂપે ગ્રહણ કરવામાં આવે છે. આને સ્વરૂપાચન કહેવામાં આવે છે. પછી સામાન્યવિશેષથી વિશિષ્ટ દ્રવ્ય, ગુણ, કર્મનું જ્ઞાન થાય છે. આમ પ્રશસ્તપાદે પ્રત્યક્ષથી ત્રણ ભૂમિકાઓ સૂચવી છે.૩૭ કણાદ અને પ્રશસ્તપાદ બંનેય વિશિષ્ટજ્ઞાન પહેલાં વિશેષણજ્ઞાન આવશ્યક માને છે. બંને અનુસાર “આ ઘટ છે એ વિશિષ્ટજ્ઞાન છે. અને તેથી તેના પહેલાં ઘટે વે’ વિશેષણનું જ્ઞાન થાય જ. ન્યાયસૂત્રકાર ગૌતમ પણ સામાન્યને ઈન્દ્રિયગ્રાહ્ય ગણે છે.૩૮ ન્યાય-વૈશેષિકેને સિદ્ધાન્ત છે કે જે ઇન્દ્રિયથી સામાન્યનો આશ્રય ગૃહીત થાય છે તે જ ઇન્દ્રિયથી સામાન્ય ગૃહીત થાય છે.૩૯ સામાન્યની ઈન્દ્રિયગ્રાહ્યતા સામાન્ય વસ્તુત છે એ વાતને દઢ કરે છે. જે વિદ્વાનો એવા મતના છે કે કણાદ પણ સામાન્ય વસ્તુસત્ ગણે છે તેમના મતને આ મુદ્દો પુષ્ટિ આપે છે.
અનુવૃત્તિબુદ્ધિ ઉપાધિથી પણ ઉત્પન્ન થતી હોવાથી અનુવૃત્તિબુદ્ધિ ઉપરથી વસ્તુસત સામાન્યની સ્થાપના કરી ન શકાય. પરંતુ ન્યાયવૈશેષિકેએ સામાન્યોને પહેલેથી જ ઇન્દ્રિયગ્રાહ્ય માન્યાં હોઈ તેમના પક્ષને કંઈ આંચ આવતી નથી. બૌદો આની સામે જણાવે છે કે સામાન્યને ઈન્ડિયગ્રા માનવા માટે ન્યાયવૈશેષિકે પાસે કોઈ આધાર નથી. તેઓ નીચે પ્રમાણે ન્યાય-વૈશેષિકના મતની પ્રતિષેધ કરે છે. પુરુષ દંડી છે એ આકારના પ્રત્યક્ષમાં તો પુરુષ અને દંડ સ્પષ્ટરૂપે ઉપલબ્ધ થાય છે. પરંતુ “આ ઘડે છે એ આકારના પ્રત્યક્ષમાં ઘટ અને ઘટવ બંને ઉપલબ્ધ થતાં નથી. અહીં ઘટના વિશેષણ તરીકે ઘટત્વ ઉપલબ્ધ થતું નથી. જે ઘટના વિશેષણ તરીકે ઘટત્વનું ગ્રહણ પ્રત્યક્ષમાં થતું હોય તે પ્રત્યક્ષને આકાર “આ ઘટદ્રવ્ય ઘટત્વવાન છે એવો હોવો જોઈએ. પરંતુ આપણા પ્રત્યક્ષનો આકાર તે “આ ઘટ છે એ હોય છે. આ દર્શાવે છે કે ઘટવ્યક્તિ સિવાય તેમાં રહેતું ઘટવ નામનું કઈ વસ્તુસતું સામાન્ય પ્રત્યક્ષમાં ગૃહીત થતું નથી. પ્રત્યક્ષમાં કેવળ વ્યક્તિનો આકાર ભાસે છે, સામાન્ય આકાર ભાસતો નથી. જે પુષ્ટ પ્રત્યક્ષમાં સામાન્ય ન જણાતું હોય તે તેની પૂર્વભૂમિકાઓમાં તે ગૃહીત થાય છે એમ માનવાને કઈ આધાર રહેતા નથી. આમ સામાન્ય પ્રત્યક્ષગ્રાહ્ય નથી કારણ કે તે બાહ્ય અસ્તિત્વ ધરાવતી વસ્તુ જ નથી. વ્યકિતથી અતિરિત સામાન્ય છે જ નહિ.૪• પંડિત અશોક કહે છે કે સામાન્ય પિતાને આકાર પ્રત્યક્ષમાં પ્રગટ કર્યા વિના પિતાને પ્રત્યક્ષગ્રાહ્ય સ્વીકારાવવા માગે છે, આ સામાન્ય તે કીમત ચૂકવ્યા વિના વસ્તુ ખરીદ