________________
અધ્યયન ૧૬
વિશેષપદાર્થ
વિશેષનું સ્વરૂપ અને સિદ્ધિ વિશેષ’ ન્યાય-વૈશેષિક દર્શનને મુખ્ય અને વિશિષ્ટ સિદ્ધાન્ત છે. વૈશેષિક દર્શનનું વૈશેષિકનામ વિશેષપદાર્થ ઉપરથી પડયું લાગે છે. એટલે આપણે વિશેષપદાર્થના સ્વરૂપને બરાબર સમજવું જોઈએ.
વિશેષ નિરૂપણમાં બે મુખ્ય વાત કહેવામાં આવે છે– (૧) વિશેષ અન્તિમ છે અર્થાત એની અપેક્ષાઓ એટલે કે એનાથી આગળ કઈ વિશેષ નથી. (૨) વિશેષ નિત્ય દ્રવ્યોમાં રહે છે.
વિશેષ અતિમ છે. એનો અર્થ શું છે? ઉપર સામાન્યના વર્ણનમાં પર” અને “અપર’ સામાન્યનો ઉલ્લેખ છે. અપર સામાન્યને માટે પ્રાચીન ન્યાયવૈશેષિક ગ્રન્થમાં, “સામાન્યવિશેષ” શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. દ્રવ્યત્વ સામાન્ય વિશેષ છે. સત્તાની અપેક્ષાએ તે વિશેષ છે; અર્થાત સત્તાની અપેક્ષાએ એનું ક્ષેત્ર અ૫ છે. દ્રવ્યત્વજાતિ ગુણ અને કર્મથી પિતાના આશ્રયને અલગ કરે છે એટલા માટે તેને સામાન્યની સાથે સાથે વિશેષ પણ ગણવામાં આવે છે. તેથી સત્તા સિવાય બીજા બધાં સામાન્ય “સામાન્ય વિશેષ” કહેવાય છે, અર્થાત તેઓ પોતાનાથી અલ્પષેત્ર જાતિની અપેક્ષાએ સામાન્ય છે અને પિતાનાથી અધિકક્ષેત્ર જતિની અપેક્ષાએ વિશેષ છે. તેથી આ સામાન્યને “પાપ” સામાન્ય પણ કહેવામાં આવે છે. પોતાનાથી અલ્પક્ષેત્ર સામાન્યની અપેક્ષાએ તેઓ પર ગણાય અને પિતાનાથી અધિક ક્ષેત્ર સામાન્યની અપેક્ષાએ તેઓ અપર ગણાય. સત્તાથી અધિક ક્ષેત્રવાળી કઈ જાતિ નથી કે જેની અપેક્ષાએ સત્તાને વિશેષ ગણી શકાય. એટલે જ વૈશેષિકસૂત્રમાં કહ્યું છે કે સત્તા કેવળ સામાન્ય જ છે, વિશેષ નથી; અને સત્તા જ પરસામાન્ય છે. આ રીતે બે વાત સ્પષ્ટ થઈ ગઈ કે “સામાન્ય” અને “વિશેષ” એ બંને શબ્દ પરસ્પર સાપેક્ષ છે. જેવી રીતે સૌથી વધુ ક્ષેત્રવાળી સત્તા’નામની જાતિને માટે કહેવામાં આવ્યું કે તે કેવળ સામાન્ય છે, તેવી રીતે જે ધર્મ કેવળ એક જ દ્રવ્યમાં રહે અને વળ તે જ દ્રવ્યને બીજાં બધાં દ્રવ્યોથી અલગ કરવાનું કામ કરે (સજાતીય