________________
વશેષિકદર્શન
૩૮૩
કરવાની ઈચ્છા કરનાર માણસ જેવું છે.૪૧ વળી, તે કહે છે કે આપણું પ્રત્યક્ષજ્ઞાનમાં પાંચ આંગળીઓ સ્પષ્ટપણે દેખાય છે પરંતુ એ પાંચેય આંગળીઓથી અતિરિત તેમનામાં રહેતું સામાન્ય છઠ્ઠી વસ્તુ તરીકે જેઓ તે પ્રત્યક્ષજ્ઞાનમાં દેખે છે તેઓ ખરેખર પિતાના માથા ઉપર શિંગડું પણ દેખે છે.૪૨ | ન્યાય-વૈશેષિકે આ બૌદ્ધ પ્રતિધથી બચવા સમવાય સંબંધની ઓથ લે છે. તેઓ કહે છે કે આ ગાય છે એવો પ્રત્યક્ષજ્ઞાનમાં ગજાતિ અને ગવ્યકિત અલગ અલગ પ્રતીત થતાં નથી તેનું કારણ તે એમના સમવાય સંબંધનું સામર્થ્ય છે. જે બે વસ્તુઓ વચ્ચે સંગ સંબંધ હોય છે તે બે વસ્તુઓ પ્રત્યક્ષમાં અલગ અલગ પ્રતીત થાય છે. દંડ અને પુરુષ પ્રત્યક્ષમાં અલગ અલગ પ્રતીત થાય છે કારણ કે તેમની વચ્ચે સંગસંબંધ છે. પરંતુ એ સમવાય સંબંધને મહિમા છે કે તે પિતાના સંબંધીઓને એક અવિભકત પિંડરૂપે જ પ્રત્યક્ષમાં પ્રગટ કરે છે. જેમ અગ્નિ અને લેઢાનો ગાળો વસ્તુતઃ બે પૃથફ વસ્તુઓ હોવા છતાં ધગધગતા લેઢાના ગેળરૂપે તે બંને પ્રત્યક્ષમાં એક અવિભક્ત પિંડરૂપે પ્રતીત થાય છે તેમ સામાન્ય અને તેનો આશ્રય વ્યકિત પણ સમવાય સંબંધને કારણે એક અવિભકત પિંડરૂપે જ પ્રત્યક્ષમાં પ્રતીત થાય છે. જેમાં અગ્નિ અને લેટું એક પિંડરૂપે પ્રતીત થવા છતાં તે બે જુદી વસ્તુઓ છે તેમ સામાન્ય અને વ્યક્તિ પણ એક પિંડરૂપે પ્રતીત થવા છતાં તે બે જુદી વસ્તુઓ છે. જેમ અગ્નિનું સ્વરૂપ અને લોઢાનું સ્વરૂપ જુદું છે તેમ સામાન્યનું સ્વરૂપ અને વ્યકિતનું સ્વરૂપ પણ જુદું છે. આમ સામાન્ય અને તેના આશ્રયભૂત વ્યક્તિ વચ્ચે ભેદ હેવા છતાં તે ભેદ જણાતું નથી કારણ કે તેમની વચ્ચે સમવાય સંબંધ છે. પરંતુ બેર અને તેના આશ્રયભૂત કુંડા વચ્ચે ભેદ જણાય છે કારણ કે તેમની વચ્ચે સંયોગસંબંધ છે. વળી, કેટલાક પ્રસંગે જાતિને છોડીને વ્યક્તિની અને કેટલાક પ્રસંગે વ્યકિતને છોડીને જાતિની પ્રતીતિ પ્રત્યક્ષમાં થાય છે. દૂરથી ગાયને જોતાં પ્રત્યક્ષમાં કેવળ ગોવ્યકિતની પ્રતીતિ થાય છે પરંતુ ગોત્વજાતિની પ્રતીતિ થતી નથી, અર્થાત કેવળ પિંડની પ્રતીતિ થાય છે પણ તે પિંડ ગેજતિને છે એવી પ્રતીતિ થતી નથી. ઉપરાંત, પહેલાં દેખેલી ગેવ્યકિત દૂર થતાં તેનું જ્ઞાન જ્યારે નથી હતું ત્યારે તેમાં દેખેલું ગોત્વસામાન્ય બીજી ઉપસ્થિત થયેલી ગેવ્યક્તિમાં પ્રતીત થાય છે. ન્યાયશેષિકે આ તાકિક પ્રક્રિયા દ્વારા સામાન્યને વ્યકિતથી અત્યન્ત ભિન્ન સિદ્ધ કરે છે તેમ જ પુરવાર કરે છે કે પ્રત્યક્ષ દ્વારા સામાન્ય ગૃહીત થાય છે. જો કે સામાન્ય અને તેની આશ્રયભૂત વ્યક્તિ અવિભક્ત એક પિંડરૂપે પ્રત્યક્ષમાં પ્રતીત થતાં હોવા છતાં તે બંને ભિન્ન વસ્તુઓ છે. વળી, સામાન્ય અને તેની આશ્રયભૂત વ્યકિત બંનેય પ્રત્યક્ષથી ગૃહીત થાય