________________
વૈશેષિકદર્શન
અવયવો અને બ્રાહ્મણજાતીય વ્યકિતઓના અવય વચ્ચે એટલું બધું સાદશ્ય છે કે, કેવળ દર્શનથી બ્રાહ્મણત્વ ગૃહીત થતું નથી, અત્યન્ત સાદશ્યને કારણે તે અનુભૂત રહે છે. આવી પરિસ્થિતિને કારણે પ્રાભાકર મીમાંસકોએ તે બ્રાહ્મણત્વ, વગેરેને જાતિઓ ગણી નથી.૫૧ તેઓ પરંપરાને આધારે કેટલાક કુળોને બ્રાહ્મણ ગણે છે અને તેમાં જન્મેલાઓને બ્રાહ્મણ” એવું સમાન નામ આપે છે. ખરેખર બ્રાહ્મણત્વ બાહ્ય અસ્તિત્વ ધરાવતું કેઈ સામાન્ય નથી.
સામાન્યની નિત્યતા ગોવ્યક્તિઓ જન્મે છે અને મરે છે પરંતુ તેમનામાં રહેનારી ગોત્વ જાતિને કદી જન્મ યા નાશ થતો નથી. વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પરંતુ જાતિ તે શાશ્વત અને નિત્ય જ છે. પોતાના આશ્રયભૂત વ્યક્તિને ઉત્પાદવિનાશ થવા છતાં જતિને ઉત્પાદ-વિનાશ કેમ નથી થતો ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રશસ્તપાદ અને શ્રીધર જણાવે છે કે જાતિને દ્રવ્ય વગેરે વ્યક્તિઓથી અભેદ હોત તો વ્યકિતઓને નાશ થતાં જાતિને પણ નાશ થઈ જાત અને વ્યકિતઓની ઉત્પત્તિ સાથે જાતિની પણ ઉત્પત્તિ થાત. પરંતુ જાતિ તેની આશ્રયભૂત વ્યકિતઓથી ભિન્ન હોવાથી વ્યક્તિનો ઉત્પાદ-વિનાશ થતાં જાતિને ઉત્પાદ-વિનાશ થતો નથી.૫૩ :
સામાન્ય વ્યાપક છે? * સામાન્ય પરિછિદેશ (=અવ્યાપક) છે કે અપરિચ્છિન્નદેશ (=વ્યાપક)? આ પ્રશ્નની ચર્ચા ન્યાય-વૈશેષિક દાર્શનિકેએ કરી છે. હકીકતમાં તો સામાન્યની બાબતમાં ન્યાય-વૈશેષિકેએ આ પ્રશ્ન ઊઠાવવો જ ઉચિત નથી, કારણ કે વ્યાપકતા અને અવ્યાપકતાને અનુક્રમે પરમમહત્પરિમાણુ અને મહત્પરિમાણથી ભિન્ન ગણવા અશક્ય છે, વ્યાપકતા અને અવ્યાપક્તા એ પરિમાણુના જ ભેદ કરે છે, ન્યાય-વૈશેષિક મતે પરિમાણ ગુણ છે, ગુણ તે દ્રવ્યમાં જ રહે છે, સામાન્ય પરિમાણગુણ ધરાવતો નથી, એટલે સામાન્યને વ્યાપક યા અવ્યાપક ગણી શકાય નહિ, અર્થાત્ સામાન્ય વ્યાપક છે કે અવ્યાપક એ પ્રશ્ન કરવો જ ખોટો છે. તેમ છતાં ન્યાય-વૈશેષિક ચિંતકે સામાન્ય વ્યાપક છે કે અવ્યાપક એ પ્રશ્ન ચચે છે અને એ બાબત તેઓ ત્રણ ભિન્ન મત ધરાવે છે. એ ત્રણ મને ક્રમશ: સમજીએ. ૫. ૨૫