________________
૩૫૮
પદર્શન તેમની દષ્ટિએ કારણુદ્રવ્ય કાર્યક્રવ્યમાં પરિણમતું નથી પરંતુ કારણદ્રવ્યથી ભિન્ન કાર્યદ્રવ્ય ઉત્પન્ન થઈ કારણદ્રવ્યને કંઈ પણ અસર કર્યા વિના કારણદ્રવ્યમાં રહે છે. તેથી વૈશેષિક દર્શનમાં એક દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ સંભવતી નથી. એટલે, તે અવસ્થાઓની જનક પરિણામરૂપ ક્રિયાની પણ તેમને આવશ્યકતા નથી. આમ વૈશેષિકનું દ્રવ્ય પરિવર્તનરહિત છે. તેનામાં તેની ઉત્પત્તિથી માંડી. તેને નાશ સુધી કઈ પરિણામ (Fપરિવર્તન) થતું નથી. આ કારણે જ તેઓ માનતા લાગે છે કે અવયવીના અવયવો જ્યાં સુધી અવયવી નાશ ન પામે ત્યાં સુધી અંદરોઅંદર સ્થાનફેર કરી શકતા નથી. અવયવીદ્રવ્યના યા અવયવીના નાશ પછી સ્વતંત્ર બનેલા તેના અવયવક નિંરતર દિપ્રદેશે સાથે સંયોગવિભાગ પામી શકે છે પરંતુ આ સંગ-વિભાગથી તે દ્રવ્યને કંઈ અસર થતી નથી–તે અપરિવતિષ્ણુ જ રહે છે, તેના આ સોગ-વિભાગના કારણરૂપે વૈશેષિકેએ પરિસ્પંદરૂ૫ ક્રિયા સ્વીકારી છે.
વૈશેષિકે કર્મને દ્રવ્યથી ભિન્ન ગણે છે. કર્મ દ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે. વળી, જેમ દ્રવ્ય અને ગુણમાં સત્તા છે તેમ કર્મમાં પણ સત્તા છે. તેથી દ્રવ્ય અને ગુણની જેમ કર્મ પણ અર્થ છે
કર્મને પ્રત્યક્ષગ્રાહ્ય માની વૈશેષિકે કર્મના અર્થપણાને વિશેષ દઢ કરે છે. કેટલાક દાર્શનિકે કર્મને કેવળ અનુમેય માને છે. તેઓ જણાવે છે કે આપણને જ્યારે દ્રવ્યની ગતિનું જ્ઞાન થાય છે ત્યારે આંપણને પ્રત્યક્ષ તે કેવળ દ્રવ્ય અને તેના દિફપ્રદેશો સાથેના સંયોગવિભાગનું જ થાય છે અને તે સંયોગ-વિભાગ ઉપરથી અનુમાન દ્વારા આપણને દ્રવ્યની ગતિનું અનુમાન થાય. છે. સંયોગ-વિભાગ કર્મજન્ય છે. કર્મ કારણ છે અને સંગવિભાગ કાર્ય છે. કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે. એટલે સંગવિભાગ ઉપરથી તેમના કારણ કર્મનું અનુમાન થાય છે.'
આ દાર્શનિકના આ મતનું ખંડન કરતાં વૈશેષિકે જણાવે છે કે કર્મને કેવળ અનુમેય માનતાં મુશ્કેલી ઊભી થશે. જેઓ કર્મને અનુમેય માને છે તેમને મતે સંગ-વિભાગ કર્મને અનુમાપક હેતુ છે. આ હેતુ કાર્ય હેતુ છે. કાર્ય હેતુ પરથી તેઓ કારણનું—સાધ્યનું (અહીં કર્મ સાધ્ય છે)–અનુમાન માને છે. નિયમ એવો છે કે જ્યાં કાર્ય હોય ત્યાં કારણ હોય છે. અહીં કાર્ય સંગ-વિભાગ અમુક મૂર્ત દ્રવ્ય અને અમૂર્ત દિવ્ય બંનેમાં છે કારણ કે સંગ-વિભાગ ગુણે દ્વિષ્ઠ છે, પરંતુ કારણ કર્મ તે બંનેમાં નથી, તે તો કેવળ મૂર્ત દ્રવ્યમાં