________________
અધ્યયન ૧૫
સામાન્યપદાર્થ
પ્રાસ્તાવિક આ ગાય છે “આ ગાય છે “આ ગાય છે એવું સમાન જ્ઞાન અનેક ગાયવ્યક્તિઓની બાબતમાં આપણને થાય છે. આને અનુવૃત્તિબુદ્ધિ કહે છે. આ અનુવૃત્તિબુદ્ધિનું કંઈક બાહ્ય કારણ હોવું જોઈએ. જ્ઞાનનો અતિશય વિષયના અતિશય વિના સંભવતો નથી. આ અનુવૃત્તિબુદ્ધિને જે બાહ્ય વિષય છે તે સામાન્ય છે. અનુવૃત્તિબુદ્ધિને જનક વિષય સામાન્ય છે. સામાન્યને માન્યા વિના અનુવૃત્તિબુદ્ધિ ઘટતી નથી. સામાન્યના બાહ્ય અરિતત્વને સ્થાપવામાં ન્યાય-વૈશેષિકેની આ પ્રમુખ દલીલ છે. તેમણે અનુવૃત્તિબુદ્ધિના વિષયરૂપ સામાન્ય ન્યને અનેક વ્યક્તિઓમાં રહેતું દ્રવ્ય, ગુણ અને કર્મથી અતિરિક્ત તત્વ માન્યું છે. આવું સામાન્ય જ અનેક વ્યક્તિઓની બાબતમાં એકાકાર જ્ઞાન ઉત્પન્ન કરી શકે. આવી સામાન્યના સ્વરૂપ વિશેની માન્યતા ન્યાયવૈશેષિકના આત્યંતિક બાહ્યર્થવાદના દઢીકરણનું પરિણામ છે. આ વિધી એકાંત છે બૌદ્ધોને. બૌદ્ધો સામાન્યને નામમાત્ર, વસ્તુશન્ય યા અતવ્યાવૃત્તિરૂપ માને છે.૪ બૌદ્ધ અધ્યાત્તિવાદ (અપવાદ) સામે ન્યાય-વૈશેષિકે એ દીર્ઘકાલ ચલાવેલા પ્રતિકારને પરિણામે જ ન્યાય-વૈશેષિકને સામાન્ય વિષયક આત્યંતિક બાહ્યાર્થવાદ વિકસ્યો છે અને દઢ થયો છે.
ન્યાયવૈશેષિક સામાન્ય સિદ્ધાન્તના વિકાસ પર બે દષ્ટિબિંદુ
ન્યાય-વૈશેષિક સિદ્ધાન્ત સમય સાથે વિકાસ પામતા રહ્યા છે. કણાદે સામાન્ય વગેરેને બાહ્ય અર્થ તરીકે સ્વીકાર્યા નથી. બોડાસ તે એટલે સુધી જણાવે છે કે છ પદાર્થોને ગણુવતું કદનું ગણાતું સૂત્ર પ્રક્ષિપ્ત છે. (અર્થાત સામાન્ય વગેરેને કણાદ પદાર્થ માનતા હતા એ પણ નહિ કહી શકાય). એ વાત ન માનીએ તો પણ કણાદ સામાન્ય વગેરેને બાહ્ય અર્થ તરીકે તો સ્વીકારતા ન હતા એ તે સ્પષ્ટ છે. અને એ વાત પુરવાર કરવા પૂતા પુરાવા છે.” (૧) કણદે દ્રવ્ય, ગુણ અને કર્મને જ અર્થ ગણ્યાં છે. (૨) સત્તાને દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ રહેતી વર્ણવી છે.” (૩) જે કે તેમણે સામાન્ય વગેરેને