________________
વૈશેષિકદર્શન
૩૩૯ થઈ જશે અને તેને વિકાસ કદીય થશે નહિ. કેમ? સૂર્યકિરણોને સંગ થતાં કળીરૂપ કમળના અવયવોમાં ( પાંખડીઓમાં) એક પ્રકારની ક્રિયા ઉત્પન્ન થાય છે. પાંખડીઓનો આકાશપ્રદેશે સાથે જે કમલ-અનારંભક સંગ હોય છે તે સંગનો નાશ આ ક્રિયાજન્ય વિભાગથી થાય છે. પાંખડીઓ ડીંટા પાસે જે પરસ્પર સંયોગ છે તે કમળનો આરંભક સંગ છે. હવે જે આ આરંભક સંયોગના નાશક વિભાગને પાંખડીઓની ઉપર જણાવેલી ક્રિયાથી જ ઉત્પન્ન થત માનીએ તે કમળનો વિકાસ જ અશક્ય થઈ જાય અને વિકાસની પ્રથમ ક્ષણે જ કમળનો નાશ આવી પડે. આ ઉપરથી પુરવાર થાય છે કે જે ક્રિયામાં અનાભક સંગના નાશક વિભાગને ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે તે ક્રિયામાં આરંભક સંગના નાશક વિભાગને ઉત્પન્ન કરવાની શક્તિ હોતી નથી, અને જે ક્રિયામાં આરંભક સંગના નાશક વિભાગને ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે તે ક્રિયામાં અનારંભક સંગના નાશક વિભાગને ઉત્પન્ન કરવાની શક્તિ હતી નથી. આવો નિયમ છે. ૧૭૯
(૨) વિભાગને જનક જે વિભાગ છે તે પોતાનાથી અવ્યવહિત ઉત્તર ક્ષણમાં અવયવોને આકાશપ્રદેશથી વિભાગ ઉત્પન્ન નથી કરતા, કારણ કે અવયવીરૂપ કાર્યદ્રવ્યને નાશ થયા વિના એના અવયવોમાં સ્વતંત્રરૂપથી બીજા આકાશપ્રદેશમાં જવાની ગતા આવતી નથી.૧૮• બીજું કારણ એ છે કે જરૂરી સહકારિકારણ તે વખતે ઉપસ્થિત હેતું નથી. જો સહાયક વિના વિભાગને વિભાગ ઉત્પન્ન કરતો માની લઈએ તે કર્મનું જે લક્ષણ કણાદે બાંધ્યું છે તે વિભાગને પણ લાગુ પડી જાય અને તે લક્ષણ અતિવ્યાપ્તિદોષથી દૂષિત થઈ જાય, કારણ કે “સંગ અને વિભાગનું જે અસહાય (સહકારિ વિના) કારણ છે તે જ કર્મ છે એવું કણદે બાંધેલું કર્મલક્ષણ છે.૧૮ તેથી માનવું પડે છે કે સહાયવાન અર્થાત સહકારીની સહાયથી જ વિભાગ વિભાગને જનક છે. આ જરૂરી સહકારી છે અવયવીનાશક્ષણ * વળી, આકાશપ્રદેશથી અવયવોમાં વિભાગ થવા માટે અવમાં ડ્યિા હોવી જોઈએ. આમ વિભાગ જ્યારે વિભાગને ઉત્પન્ન કરે છે ત્યારે ક્રિયા પણ તેની ઉત્પત્તિમાં નિમિત્તકારણ છે. આથી અવયવોને જ્યારે આકશ દેશોથી વિભાગ થાય છે ત્યારે અવયવો નિષ્ક્રિય હોતા નથી પરંતુ ક્રિયાયુક્ત જ હોય છે.
કારણકારણજન્ય વિભાગ – હાથનો આકાશપ્રદેશથી વિભાગ હાથ જેનો અવયવ છે તે અવયવીરૂપ શરીરનો તે આકાશપ્રદેશથી વિભાગ ઉત્પન્ન કરે છે. , હાથ શરીરને અવયવ હોઈ તે શરીરનું કારણ (=સમવાધિકારણું) છે અને આકાશ