________________
૩૩૦
પદર્શન
પડે છે. ઉદાહરણાર્થ, વાયુ-તૃણસંગ વાયુરત વેગની સહાયથી જ તૃણમાં કર્મ ઉત્પન્ન કરે છે. અંહી સંયોગને પિતાની ઉત્પત્તિ માટે વેગની અપેક્ષા નથી પરંતુ કર્મની ઉત્પત્તિ માટે વેગની અપેક્ષા છે. ૩૯
સંયોગની પિતાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? ઉત્પત્તિની દષ્ટિએ સંયોગના બે ભેદ છે—(૧) કર્મજન્ય, (૨) સગજન્ય. કર્મજન્ય સંગના બે અવતરે ભેદો છે (૧) અન્યતરકર્મજ (૨) ઉભયકર્મ જ. આમ ઉત્પત્તિની દષ્ટિએ સંયોગના ત્રણ પ્રકારે થાય છે—(૧) અન્યતરકમજ, (૨) ઉભયકર્મજ અને (૩) સંયોગજ.૧૪•
(૧) અન્યતઃકર્મજ - બે સંગી દ્રવ્યમાંથી એક દ્રવ્ય સ્થિર ( નિષ્ક્રિય) હોય અને બીજું સક્રિય હોય ત્યારે બીજાની ક્રિયાથી તે બે દ્રવ્યો વચ્ચે થતા સંગને અન્યતકર્મ જ સોગ કહેવામાં આવે છે. વૃક્ષના ઠુંઠા સાથે પક્ષીને સંયોગ આ પ્રકારનો છે. વૃક્ષનું હું નિષ્ક્રિય છે. પક્ષી આવીને તેની સાથે સંયુક્ત થાય છે. અમે વૃક્ષના ઠુંઠા અને પક્ષી વચ્ચે સંયોગ થવાનું કારણ પક્ષીનું ગતિકર્મ છે. વિભુ દ્રવ્ય અને મૂર્ત દ્રવ્ય વચ્ચેનો સંગ પણ આ પ્રકારને છે કારણ કે વિભુ દ્રવ્ય નિષ્ક્રિય છે. મૂર્ત દ્રવ્ય વિભુ દ્રવ્ય સાથે જ્યારે જોડાય છે ત્યારે તે પોતાના જ કર્મથી જોડાય છે. વિભુ વ્યની બાબતમાં તો કર્મ સંભવતું જ નથી.૧૪૧
(૨) ઉભયકર્મ જ—એ સગી દ્રવ્યોના કર્મથી જ્યારે સંગ ઉત્પન્ન થાય છે ત્યારે તેવા સંયોગને ઉભયકર્મજ સંગ કહેવામાં આવે છે. ઉદાહરણાર્થ, બે મલ્લ કુસ્તી કરવા સામસામા દોડીને ભેગા થાય છે. આ પ્રસંગે મલ્લનાં શરીરમાં કર્મ હોય છે અને એ કર્મથી બંને મલ્લનાં શરીરને સંગ. થાય છે.૧૪૨
(૩) સંગજ-કેટલાક વિચારોને મતે જ્યારે પક્ષી વૃક્ષ પર બેસે છે ત્યારે પક્ષીકર્મજન્ય સંગ સૌ પ્રથમ બે દ્રવ્યોના અવયવો વચ્ચે થાય છે અર્થાત પક્ષીના પગ અને વૃક્ષના અગ્રભાગ વચ્ચે થાય છે. પછી તે બે અવયવીઓ - પક્ષી અને વૃક્ષ –વચ્ચે સંયોગ થાય છે. પછીનો આ સંયોગ આ વિચારકેને તે અવયવો વચ્ચેના સંગથી ઉત્પન્ન થયે હેવાથી સગજ સંગ કહેવાય છે.૧૪૩ આ મતનો શ્રીધર જોરદાર પ્રતિષેધ કરે છે. તે કહે છે કે પ્રસ્તુત ઉદાહરણમાં પ્રથમ સંયોગ અવયવો વચ્ચે નંહિ પણ કર્મવત અવયવી (=પક્ષી). અનેં બીજાં અવયવી (વૃક્ષ) વચ્ચે જ થાય છે. જે કર્મને અવયવમાં (=પગમાં).