________________
૩ર૩
વશેષિકદર્શન છે અને મહત્પરિમાણ નાનામાં નાના દશ્યમાન કણથી માંડી મોટા મોટા સૂર્ય વગેરે પિંડામાં રહે છે. પરંતુ સર્વવ્યાપક આકાશ, કાળ, દિફ અને આત્મામાં પરમમહત્પરિમાણ રહે છે જેને વિભુપરિમાણ પણ કહેવામાં આવે છે. આ રીતે જે પરિમાણને આપણને પરિચ્છિન્ન યા સીમિતરૂપમાં અનુભવ થાય છે તે નાનામાં નાનું હોય યા મોટામાં મોટું હોય પણ મહપરિમાણ કહેવાય છે. પરંતુ જે વિભુ, અપરિચ્છિન્ન અર્થાત સર્વવ્યાપક પરિમાણ છે–જેનાથી મોટું કઈ પરિમાણ નથી તેને પરમહત્પરિમાણ કહેવામાં આવે છે; આ પરમહત્પરિમાણ આકાશ, કાલ, દિક અને આત્મા આ ચાર જ દ્રવ્યોમાં રહે છે. મહત્પરિમાણ અને પરમમહરિમાણ બંનેને માટે એક સમાન શબ્દ “મહ૫રિમાણ પણ વપરાય છે. આમ એવું નાનું પરિમાણ જે પરિચ્છિન્ન હોવા છતાં એટલું બધું નાનું હોય કે જેનાથી નાના પરિમાણની કલ્પના પણ ન થઈ શકે અને જે આપણે અનુભવમાં પણ ન આવી શકે તેને અણુપરિમાણ કહેવામાં આવે છેઅને તે આણું, શ્રવણુક અને મનમાં જ રહે છે. પરિચ્છિન્નપણાની દષ્ટિએ વિચારીએ તો પરમમહરિમાણ સિવાયનું માં પરિમાણ અને અણુપરિમાણ બંનેને માટે મૂર્ત પરિમાણ શબ્દનો પ્રયોગ થાય છે. અર્થાત બધાં પરિચ્છિન્ન પરિમાણને “મૂર્ત પરિમાણુ કહેવામાં આવે છે. મૂર્ત પરિમાણ અણુ, ચણક, મન, તેમ જ ઘટ, પેટ, વગેરે કાર્યક્રવ્યમાં રહે છે. અર્થાત આકાશ, કાલ, દિફ અને આત્માને બાદ કરતાં બાકીના પ્રત્યેક
વ્યમાં મૂર્ત પરિમાણ રહે છે. તેથી આ ચારને અમૂર્ત દ્રવ્ય કહેવામાં આવે છે અને તે સિવાયનાં બીજાં બધાં દ્રવ્યને મૂર્ત દ્રવ્ય કહેવામાં આવે છે. અણુ અને મનના અણુપરિમાણ તેમ જ આકાશ, કાલ, દિફ અને આત્માના મહ૫રિમાણ (=રમમહરિમાણ) સિવાયનાં પરિમાણ અનિત્ય છે અને તેમના આશ્રયભૂત દ્રવ્યના નાશથી તેમને નાશ થાય છે. પરિમાણન વિભાગ નીચે પ્રમાણે દર્શાવી શકાય.
પરિમાણ અણુપરિમાણ
મહત્પરિમાણ
નિત્ય અનિત્ય મહત્પરિમાણયા નિત્ય પરમમહત્પરિમાણ વ્યા અણુપરિમાણુ અપરિમાણ મહરિમાણ (આકાશવ. નિત્ય મહત્પરિમાણ (અણુ, મન) (વણક) ચાર દ્રવ્યો સિવાયનાં (આકાશ, કાલ, દિક
આત્મા)
વ્યા)
મૂર્ત પરિમાણ