________________
ર
પડદન
સતત ખેાલ્યા કરે તેા તે “એક જ ‘અ’વણુ ખેલી રહ્યો છે” એવું આપણે કહીએ છીએ. હકીકતમાં પ્રત્યેક ક્ષણે તે જુદો અ’વણું ખેલે છે તેમ છતાં તે બધા ‘અ’વર્ડ્ઝમાં ‘અ’ત્વ જાતિ એક હાવાથી આપણે કહીએ છીએ કે તે એક જ ‘'વણું ખેલી રહ્યો છે. શબ્દો ક્ષણિક છે પરંતુ તેમની અંદર રહેતી શબ્દવ જાતિ નિત્ય છે. વળી, ક્ષણિક શબ્દોથી અતિરિક્ત કેાઈ નિત્ય શબ્દ નથી જેની અંદર શબ્દવ જાતિ રહેતી હાય.૭૯ વળી, પ્રશ્ન જાગે છે કે શું ન્યાય-વૈશેષિક દ્રવ્યને પરિણામિનિત્ય સ્વીકારે છે ? ના, તેઓ દ્રવ્યને પરિણામિનિત્ય નથી સ્વીકારતા, પરંતુ કેટલાક દ્રવ્યોને નિત્ય (ફૂટસ્થનિત્ય) માને છે અને કેટલાકને અનિત્ય (કિંચિત્કાલસ્થાયી). પરમાણુએ નિત્ય દ્રવ્ય છે. એ પરમાણુઓ મળી જ્યારે ચણક બને છે ત્યારે પરમાણુ પાતાના કાયદૂષણુકમાં પરિણમતા નથી પરંતુ પરિવ`ન પામ્યા વિના જેવા તે તેવા જ રહે છે. કેવળ રણુક સમવાયસંબંધથી પોતાના કારણ પશ્માએમાં રહે છે. તતુ વગેરે જે અનિત્ય (કિ ંચિત્કાલસ્થાયી) દ્રવ્યો છે તે પણ પટ વગેરે પેાતાનાં કાર્યમાં પરિવતન પામતા નથી પરંતુ પેાતાના કાને સમવાયસબધથી પેાતાનામાં રાખે છે એટલું જ, કાર્યોત્પત્તિ પછી પણ તેએનું અસ્તિત્વ તેવું જ હોય છે, તેમાં કોઈ પરિવર્તન થતું નથી. પટેાત્પત્તિ પછીય તન્તુ તન્નુરૂપે જ વિદ્યમાન હોય છે. ન્યાય-વૈશેષિકા પરિણામિનિત્યતાના ખ્યાલને કોઈ પણ સદ'માં સ્વીકારતા નથી. આમ શબ્દ તેમને મતે ધ્યેય નથી કે પરિણામિનિયેય નથી પર ંતુ ગુણ છે અને તે પણ ક્ષણિક.
(૬) ગુરુત્વ (વજન)—ગુરુત્વ ગુણ પૃથ્વી અને જળના જ છે. પૃથ્વી અને જળના (સ્વાભાવિક ) પતનનું કારણ તેમને ગુહ્ત્વ ગુણ છે. ગુહ્ત્વ ઇન્દ્રિયગ્રાહ્ય નથી. તેનું અનુમાન પૃથ્વી અને જળના પતન ઉપરથી થાય છે.૮૦ કેટલાક ગુરુત્વને સ્પર્શીનેન્દ્રિયગ્રાહ્ય માને છે. પરંતુ તેમની માન્યતા ઠીક નથી કારણ કે ગુરુત્વ સ્પર્શીનેન્દ્રિયગ્રાહ્ય હોત તે વસ્તુને સ્પર્શી કરવાથી જ તે વસ્તુના ગુરુત્વનું જ્ઞાન થઈ જાત. ૧ પરંતુ વસ્તુના સ્પર્શથી જ વસ્તુના ગુરુત્વનું જ્ઞાન થતું નથી. ગુરુત્વવાળી વસ્તુને હાથમાં લેવાથી હાથનુ અધેાગમન થાય છે, આ અધેાગમન ઉપરથી જ તે વસ્તુના વજનનું અનુમાન થાય છે.
સયેાગ, પ્રયત્ન અને સંસ્કાર ગુરુત્વના પ્રતિરોધક છે, કારણ કે એ ત્રણ ગુણા ગુરુત્વને પેાતાનું કાર્ય પતનકમ કરતાં અટકાવે છે. પાલખી સાથેનો પાલખી ઉપર ચઢેલા માણસનો સંચે તે માણસના ગુરુત્વના પ્રતિરોધક છે. તેથી તે માણસ નીચે પડતા નથી. પ્રયત્ન શરીરના ગુહ્ત્વને પ્રતિરોધક છે.