________________
૨૯૮
- પદ્દન
તંતુરૂપ પટરૂપનું અસમવાધિકારણ છે. કણાદનું સૂત્ર જણાવે છે કે કારણવ્ય કાર્યદ્રવ્યને ઉત્પન્ન કરે છે અને કારણદ્રવ્યના ગુણ કાર્યક્રવ્યના ગુણોને ઉત્પન્ન કરે છે.૩૪ પરંતુ કણદે અસમાયિકારણને કારણના એક જુદા પ્રકાર તરીકે કયું ન હતું. અસમાયિકારણની કલ્પના અને તેની વ્યાખ્યા પ્રશસ્તપાદના સમયેય આકાર પામી ન હતી. ઉત્તરકાળે “સમવાયિકારણના કાર્ય સાથે સમવાયકારણમાં જે સમવાયસંબંધથી રહે છે તે અસમવાધિકારણ છે ૩૫ એવી અસમવાયિકારણની વ્યાખ્યા થઈ. ઉદાહરણાર્થ, તંતુસંગે પટના અસમવાધિકારણ ગણાય છે. અહીં પટ એ કાય અને તેનું અસમવાધિકારણ તંતુસંગ બંને સાથે પટના સમવાયિકારણ તંતુઓમાં સમવાય સંબંધથી રહે છે. પરંતુ અસમવાયિકારણની આ વ્યાખ્યા ગુણોના અસમવાયિકારણને લાગુ પડતી નથી. તંતુરૂપ પટરૂપનું અસમવાયિકારણ છે, પરંતુ તંતુરૂપ પટરૂપના સમવાયિકારણ પટમાં (સમવાયસંબંધથી) રહેતું નથી. અહીં અસમાયિકારણ પિતાના કાર્ય સાથે રહેતું નથી. કાર્ય અર્થાત પટરૂપ પટમાં રહે છે જ્યારે તેનું અસંભવાધિકારણ અર્થાત તખ્તરૂપ તંતુમાં રહે છે. '
આ મુશ્કેલી પાર કરવા કેશવમિત્ર સૂચવે છે કે ગુણનું અસમવાધિકારણ તેના કાર્યના સમવાયિકારણમાં રહેતું નથી પરંતુ તેના કાર્યના સમવાધિકારણના સમવાધિકારણમાં રહે છે. પ્રસ્તુત ઉદાહરણમાં તતુરૂપ પટરૂપનું અસમવાધિકારણ છે અને તે પટરૂપના સમવાધિકારણ પટના સમવાધિકારણ તંતુઓમાં રહે છે. કેશવમિએ અસમતાધિકારણ સમવાધિકારણમાં રહે છે તેનો અર્થ કર્યો કે અસમવાયિકારણ સમવાયિકારણમાં યા ‘સમાયિકારણના સમવાધિકારણમાં રહે છે. પરંતુ આ સમજૂતીથી પણ સમસ્યા ઉકલતી નથી કારણ કે અસમાયિકારણની વ્યાખ્યા પ્રમાણે તે તેણે તેના કાર્યો સાથે સમાયિકારણમાં સમવાય સંબંધથી રહેવું જોઈએ. આ સમજૂતી પ્રમાણેય તંતુરૂપ પોતાના કાર્ય પટરૂપ સાથે રહેતું નથી, કારણ કે તંતુરૂપ તંતુમાં સમવાય સંબંધથી રહે છે અને પટરૂપ પટમાં સમવાય સંબંધથી રહે છે પરંતુ બંને સમાન અધિકરણમાં સમવાયસંબંધથી રહેતા નથી, બંને સાથે રહેતા નથી. આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા ઉત્તરકાલીન ન્યાયશેષિકેએ બે પ્રકારનું સાથે રહેવું (પ્રત્યાત્તિ) હોઈ શકે છે તેવા સિદ્ધાંતની શોધ કરી. એક પ્રયાસત્તિ કર્યે કાર્થ પ્રયાસત્તિ છે. તેનો અર્થ થાય છે “અસમવાયિકારણનું પિતાના કાર્ય સાથે એક અર્થમાં સમવાયસંબંધથી રહેવું તે.” ઉદાહરણર્થ, પટનું અસમવાધિકારણ. પટનું અસમવાધિકારણ તંતુસંગ છે. તંતુસંગ પિતાના કાર્ય પટ સાથે એક અર્થ તંતુઓમાં સમવાયસંબંધથી રહે