________________
વૈશેષિકદન
૨૭૫
માનવું જ પડે કારણ કે તે જ્ઞાન દ્વારા જ સવિષય બને છે.૮° અહીં કોઈ શંકા ઊઠાવી શકે કે ન્યાય-વૈશેષિકોએ સુષુપ્તાવસ્થામાં માનેલે જીવનપૂર્વક પ્રયત્ન તે જ્ઞાનેચ્છાપૂર્વક ન હોવા છતાં સવિષય છે, તે પછી તેઓ ઈશ્વરના નિત્ય પ્રયત્નને પણ જ્ઞાન-ઈચ્છાનિરપેક્ષ સવિષય કેમ નથી માનતા? ઉદયન આને ઉત્તરઆપતાં કહે છે કે જીવનપૂર્વક પ્રયત્ન જ્ઞાનેચ્છાપૂર્વક પ્રયત્નથી ભિન્ન જાતિનો છે એટલે જીવનપૂર્વક પ્રયત્નને આધારે જે પ્રયત્ન જીવનપૂર્વક નથી એવા નિત્ય ઈશ્વરપ્રયત્નની બાબતમાં એવો નિશ્ચય કરી શકાય નહિ.૮૧
(૯) સમાપન . આ ઈશ્વરવિષયક ચર્ચાનું સમાપન બે મહત્વના મુદ્દાઓ વિચારીને કરીએ. તે બે મુદ્દાઓ છે-(મ) ન્યાય-વૈશેષિક ઈશ્વરક૯પનાને આધાર અને (૪) ઈશ્વરમાં બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન માનવાની બાબતમાં ન્યાય-વૈશેષિક વિચારકેના મતભેદનું તાર્કિક મૂળ. | (બ) ન્યાય-વૈશેષિક ઈશ્વરની કલ્પનાને આધાર નિર્માણકાર્યકર્તા ગી છે. આનું સૂચન વાસ્યાયન ભાષ્યમાં આપણને મળ્યું છે. વાસ્યાયન તે તે ગીને જ ઈશ્વર ગણતા જણાય છે.
'નિમણુકાયની પ્રક્રિયાના અંગો : * ' (૧) યોગી કેવળ સંકલ્પથી જ નિર્માણકા બનાવે છે, તેમાં શરીર ચટ્ટાની અપેક્ષા નથી. .
(૨) યોગીના સંકલ્પમાત્રથી પશ્માણુઓમાં આરંભક કર્મ (motion) ઉત્પન્ન થાય છે. . (૩) તે કર્મ (motion) દ્વારા પરમાણુઓ જોડાઈ દ્વાણકાદિક્રમે નિમણકા ઉત્પન્ન કરે છે. '
(૪) પરમાણુઓ નિર્માણકાર્યનું ઉપાદાનકારણ છે. (૫) યોગી નિર્માણકાર્ય કર્તા ( નિમિત્તકાણુ) છે.
(૬) યોગી પિતાનાં પૂર્વ કર્મો (સંચિત કર્મો) છેલ્લા જન્મમાં ભેળવી લેવા નિમણુકાય બનાવે છે.
(૭) પિતાના પૂર્વકૃત એક ખાસ કર્મના ફળસ્વરૂપ યોગીને નિર્માણકાર્યને સંકલ્પ વ્યાઘાત પામતો નથી.