________________
૨૯૨
પદર્શન
અને સ્નેહ સમાનજત્યારંભક ગુણો છે અર્થાત આ ગુણે પિતાના સમાન જાતીય ગુણોને જ ઉત્પન્ન કરે છે. રૂપ રૂપને જ ઉત્પન્ન કરે છે, રસ રસને જ ઉત્પન્ન કરે છે, વગેરે. સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ અને પ્રયત્ન અસમાનજત્યારંભક ગુણ છે અર્થાત આ ગુણો પિતાનાથી ભિન્ન જાતિના ગુણોને જ ઉત્પન્ન કરે છે. સુખ ઈચ્છાને, દુઃખ દ્વેષને, ઈચ્છા-દ્વેષ પ્રયત્નને અને પ્રયત્ન ક્રિયાને ઉત્પન્ન કરે છે. સુખ સુખને ઉત્પન્ન કરતું નથી, દુઃખ દુઃખને ઉત્પન્ન કરતું નથી, ઈત્યાદિ. અહીં કોઈ શંકા ઉઠાવી શકે કે પુત્રનું સુખ પિતામાં સુખ ઉત્પન્ન કરે છે, જે એમ ન હોય તે સુખી પુત્રને દેખી પિતાને પ્રમોદ ન થાય. ન્યાય-વૈશેષિક ચિંતકે આ શંકાનું સમાધાન કરતાં જણાવે છે કે પિતામાં સુખની ઉત્પત્તિ પુત્રના સુખથી નથી થતી પરંતુ પુત્રના પ્રફલિત મુખને દેખી પિતાને પુત્રગત સુખની જે અનુમિતિરૂપ પ્રતીતિ (જ્ઞાન) થાય છે તેનાથી થાય છે. આમ પિતાના સુખની ઉત્પત્તિમાં પુત્રનું સુખ કારણ નથી, કારણ કે ઉપની પ્રક્રિયા દ્વારા પિતામાં જ્યારે સુખ ઉત્પન્ન થાય છે ત્યારે તેની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વ ક્ષણે પુત્રનું સુખ નાશ પામી ગયું હોય છે.૧૯ સંયોગ, વિભાગ, સંખ્યા, ગુરુત્વ, દ્રવત્વ, ઉષ્ણસ્પર્શ, જ્ઞાન, ધર્મ, અધર્મ અને સંસ્કાર સમાનાસમાનજાત્યારંભક ગુણ છે અર્થાત આ ગુણે પિતાના સજાતીય ગુણોને તેમ જ વિજાતીય ગુણોને ઉત્પન્ન કરે છે. ઉદાહરણાર્થ, વિભાગથી વિભાગ પણ ઉત્પન્ન થઈ શકે છે અને શબ્દ પણ ઉત્પન્ન થઈ શકે છે.
(2) સ્વાશ્રયસમતઆરંભક-પત્રારંભક-ઉભયત્રારંભક – બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, ભાવના અને શબ્દ સ્વાશ્રયસમારંભક ગુણ છે અર્થાત્ આ ગુણો પોતે જે દ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે તે દ્રવ્યમાં જ સમવાય સંબંધથી રહેવાવાળા ગુણોને ઉત્પન્ન કરે છે. ઉદાહરણાર્થ, ચિત્રમાં સમવાય સંબંધથી રહેલું સુખ ચૈત્રમાં જ સમવાયસંબંધથી રહેવાવાળા ઈચ્છાગુણને ઉત્પન્ન કરે છે. સાદી ભાષામાં કહીએ તે ચૈત્રગત સુખ ચૈત્રમાં જ ઈચ્છા ઉત્પન્ન કરે છે, અન્યમાં નહિ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, પરિમાણુ, સ્નેહ અને પ્રયત્ન પરત્રારંભક ગુણો છે, અર્થાત આ ગુણે પોતે જે દ્રવ્યમાં સમવાય સંબંધથી રહેતા હોય છે તે દ્રવ્યમાં નહિ પણ બીજા દ્રવ્યમાં પિતાના કાર્યભૂત ગુણોને (કે ક્રિયાને) ઉત્પન્ન કરે છે. ઉદાહરણર્થ, તતુરૂપ તત્ત્વરૂપને નહિ પણ પટરૂપને ઉત્પન્ન કરે છે. તત્ત્વરૂપ તખ્તમાં સમવાય સંબંધથી રહે છે જ્યારે તન્દુરૂપનું કાર્ય પટરૂપ પટમાં સમવાયસંબંધથી રહે છે. અવયવોમાં સમવાયસંબંધથી રહેતા આ રૂ૫ વગેરે ગુણો અવ્યવીમાં સમવાય સંબંધથી રહેતા ગુણને ઉત્પન્ન કરે છે. ન્યાય-વૈશેષિક મતે અવયવ અને