________________
વૈશષિકદર્શન
૨૮૯
છે. એક જ રંગમાં માત્રાના ભેદ હેાઈ શકે, અગ્નિના ઉષ્ણતાગુણમાં તીવ્રતામંદતા હાઈ શકે છે, પરંતુ માત્રા અને તીવ્રતા-મંદતા ગુણ નથી.
ગુણ ગુણમાં સમવાયસંબંધથી રહેતા નથી એમ માનવા માટે ન્યાય-વૈશેષિકે નીચેનાં કારણા આપે છે : (૧) ગુણુ કદીય ગુણુનુ સમવાયિકારણ નથી. પટરૂપનુ સમવાયિકારણ તન્નુરૂપ નથી. પટરૂપનું સમવાયિકારણ તે! પટ જ છે, તનુરૂપ તે તેનું અસમવાયિકારણ છે. (૨) ગુણમાં ગુણની ઉપલબ્ધિ થતી નથી.૪ ‘દ્રવ્ય રૂપવત્ છે’ એવુ` જ્ઞાન આપણને થાય છે પરંતુ ‘રૂપ રૂપવત્ છે’ એવુ જ્ઞાન આપણને કદી થતું નથી. અહીં કોઈ શંકા કરે છે કે આ ક્લીલ પ્રમાણે તા રૂપ વગેરે ગુણામાં સંખ્યાગુણ રહે છે એમ માનવું જોઈએ કારણ કે એક રૂપ’‘એક સ’ એવી પ્રતીતિ આપણને થાય છે અને એવા પ્રયોગા પણ આપણે કરીએ છીએ. આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે ગુણમાં ખરેખર સંખ્યાગુણ રહેતા જ નથી. ‘એક રૂપ’ વગેરે પ્રયાગે! ગૌણ છે અને એક રૂપ’ વગેરે પ્રતીતિ ભક્તિ યા ભ્રમરૂપ છે.૫ (૩) જો ગુણને ગુણમાં રહેતા માનવામાં આવે તે અનવસ્થાદોષ આવે.
(૩) સંયોવિમારોપુ અાર્ળમ્ અનપેક્ષઃ—કેવળ ગુ। જ દ્રવ્યાશ્રયી અને અગુણવાન નથી પરંતુ કમ` પણ દ્રવ્યાશ્રયી અને અગુણવાન છે. કમ` સમવાયસબધથી દ્રવ્યમાં રહે છે અને વળી અગુણવાન પણ છે. તેમ છતાં કમ ગુણ નથી કારણ કે ગુણ દ્રવ્યાશ્રયી અને અગુણવાન્ હાવા ઉપરાંત સ ંચાવિભાગનુ કારણુ નથી જ્યારે કમાઁ સંયોગવિભાગનું કારણ છે. અહીં કાઈ શંકા કરે છે કે ન્યાય-વૈશેષિક પાતે જ ગુણને સંચેાગવિભાગનુ કારણ માને છે; તેમને મતે સંચાગ અને વિભાગ ગુણ છે, અને સયાગ યાગનું કારણ હોઈ શકે છે અને વિભાગ વિભાગનું કારણ હોઈ શકે છે; આમ તેમને મતે ગુણાય સંચાગવિભાગનુ કારણ છે. આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે કમસયેાગ-વિભાગનું કારણ નિરપેક્ષ છે, જ્યારે સયેાગ-વિભાગગુણ સ ંયોગ-વિભાગનું કારણ સાપેક્ષ છે. અર્થાત્, કમ` સંયોગ-વિભાગને ઉત્પન્ન કરવા ખીન્ન ઉપર આધાર રાખતું નથી જ્યારે ગુણ (= સંચાગ-વિભાગગુણુ) સયાગ-વિભાગને ઉત્પન્ન કરવા ખીજા ઉપર આધાર રાખે છે.
પ્રશસ્તપાદે પણ ગુણની વ્યાખ્યા આપી છે. તેમાં તેમણે ‘સંચોવિમારોપુ અારળમ્ અપેક્ષા'ના બદલે નિયિત્વ પદ આપ્યું છે. ગુણ નિષ્ક્રિય છે, ક્રિયાત્મક નથી. આને લઇને ગુણના ક`થી ભેદ છે.
૧. ૧૯