________________
વૈરોષિકદર્શન
૨૦૩
પ્રયત્ન પણ આત્માને અયાવદ્રવ્યભાવી અને અવ્યાપ્યવૃત્તિ વિશેષગુણ છે. તેનું જ્ઞાન મન (અન્ત:કરણ) દ્વારા થાય છે.
૭–૮ ધર્મ-અધર્મ —ઇચ્છા-દ્વેષપૂર્ણાંક કરાતી ક્રિયા (પ્રવ્રુત્તિ) પેાતાનુ ફળ આપે છે જ. ઇચ્છાદ્વેષપૂર્ણાંક કરાતી ભલી ક્રિયા ધમ કહેવાય છે અને પુરી ક્રિયા અધમ કહેવાય છે. ભલી ક્રિયાનું ફળ સુખ અને ખુરી ક્રિયાનુ ફળ દુઃખ છે. પરંતુ ક્રિયા તે ક્ષણિક છે અને તેનું ફળ તેા ઘણી વાર જન્માન્તરમાં મળે છે. ક્રિયા તા ક્ષણિક હાઇ નાશ પામી જાય છે તે તે પેાતાનું મૂળ જન્માન્તરમાં કેવી રીતે આપી શકે ! આને ઉકેલ અદૃષ્ટની કલ્પનામાં છે. ક્રિયાને કારણે આત્મામાં અદષ્ટ જન્મે છે. તે ક્રિયા અને તેના ફળ વચ્ચે કડી સમાન છે. ક્રિયાને લઇ જન્મેલું અદષ્ટ આત્મામાં રહે છે અને પેાતાનુ ફળ સુખ યા દુઃખ આત્મમાં જન્માવીને તે પૂરેપૂરું ભાગવાઈ જાય પછી જ નિવૃત્ત થાય છે. ભલી પ્રવૃત્તિને ધમ કહેવામાં આવે છે અને તે પ્રવ્રુત્તિજન્ય અદૃષ્ટને પણ ધ કહેવામાં આવે છે. તેવી જ રીતે, ખુરી પ્રવૃત્તિને અધમ કેહેવામાં આવે છે અને તે પ્રવૃત્તિજન્ય અદૃષ્ટને પણ અધમ કહેવામાં આવે છે. ધરૂપ અદૃષ્ટ આત્મામાં સુખ પેદા કરે છે અને અધર્માંરૂપ અદષ્ટ આત્મામાં દુઃખ પેદા કરે છે.
ખરેખર ક્રિયાને (પ્રવૃત્તિને) ધર્માંધ`રૂપ અદષ્ટનું કારણ ગણવાનાં આવી નથી પરંતુ ઇચ્છાદ્વેષને જ ધર્માધરૂપ અદત્તું કારણ ગણવામાં આવ્યાં છે. ક્રિયા તેા શરીર કે મન કરે છે પણ અદૃષ્ટ અને તેનું ફળ આત્મામાં ઉત્પન્ન થાય છે એમ કેમ ? ન્યાયવૈશેષિક ઉત્તર આપશે કે ધમ કે અધમ રૂપ અદૃષ્ટની ઉત્પત્તિમાં અમે ક્રિયાને કાણુ ગણતા નથી પણ ઇચ્છાદ્વેષને કારણ ગણીએ છીએ. ઇચ્છાદૂષનિરપેક્ષ ક્રિયા અદષ્ટોત્પાદક નથી. અદૃષ્ટનાં ઉત્પાદક ઇચ્છાદ્વેષને આશ્રય આત્મા છે, ઇચ્છાદ્વેષજન્ય ધર્માંધ་રૂપ અદૃષ્ટ પણ આત્મામાં ઉત્પન્ન થાય છે અને ધર્મ-અધ રૂપ અદૃષ્ટનું ફળ સુખ-દુઃખ પણ આત્મામાં જ ઉત્પન્ન થાય છે. વળી, જે આત્મામાં ઇચ્છા-દ્વેષ ઉત્પન્ન થાય છે તે જ આત્મામાં તે ઇચ્છા-દ્વેષજન્ય અદૃષ્ટ ઉત્પન્ન થાય છે અને તે જ આત્મામાં તે અદૃષ્ટજન્ય સુખ કે દુઃખ ઉત્પન્ન થાય છે. ૩
ધર્માંધ રૂપ અદષ્ટ આત્માના ગુણ છે,૯૪ શરીર કે મનને ગુણુ નથી. જો અદૃષ્ટને શરીરને ગુણુ માનવામાં આવે તે શરીરના નાશ સાથે તેને નાશ થઇ જાય અને પરિણામે આત્મા મુકત થઇ જાય. પરંતુ પરિસ્થતિ એવી