________________
વૈશેષિક દર્શન
૧૨૭ મિથ્યાજ્ઞાન દૂર થાય છે. મિથ્યાજ્ઞાન દૂર થતાં અનાત્મ શરીર વગેરે પ્રત્યે મેહ, રાગ દૂર થાય છે. અર્થાત મિથ્યાજ્ઞાન દૂર થતાં શગ વગેરે દોષો દૂર થાય છે.૮૧ રાગ વગેરે દેજો દૂર થતાં વ્યક્તિની પ્રવૃત્તિ રાગ વગેરે દેથી યુક્ત હોતી નથી, તેની પ્રવૃત્તિ દોષપૂર્વક થતી નથી. આવી દોષરહિત પ્રવૃત્તિ પુનર્ભવનું કારણ નથી. દોષરહિત પ્રવૃત્તિ કરનારનો પુનર્ભવ અટકી જાય છે.૧૮૨ પ્રવૃત્તિ દોષરહિત હવાથી નવાં કર્મો બંધાતા નથી. તેથી જે રાગ વગેરે દોષથી મુકત થઈ ગયો હોય છે તે વિહરતો હોવા છતાં મુક્ત છે – જીવમુકત છે.૮૩ આ અવસ્થાને અપરા મુકિત કહેવામાં આવે છે.
જે રાગ વગેરે દોષથી મુક્ત થયો હોય છે તેને પુનર્ભવ અટકી ગયો હોવા છતાં અને તે નવાં કર્મો બાંધતો ન હોવા છતાં તેનાં પૂર્વક કર્મોનાં બધાં ફળો ભગવાઈ ન જાય ત્યાં સુધી તેને છેલ્લા જન્મમાં જીવવાનું હોય છે.૮૪ અનન્ત જન્મોમાં કરેલાં કર્મો એક જન્મમાં કેવી રીતે ભોગવાઈ જાય એવી શંકા અહીં કોઈને થાય. ૧૮૫ આ શંકાનું સમાધાન ન્યાય-વૈશેષિક ચિંતકે નીચે પ્રમાણે કરે છે. એક, કર્મક્ષય માટે આટલે વખત જોઈ એ જ એ કેઈ નિયમ નથી.૧૮' બીજું, પૂર્વના અનન્ત જન્મમાં જેમ કર્મોનો સંચય થતો રહ્યો હોય છે તેમ ભોગથી તેમનો ક્ષય પણ થતો રહ્યો હોય છે.૧૮૭ ત્રીજું, પિતાના છેલ્લા જન્મમાં તે તે કર્મને વિપક ભોગવવા માટે જરૂરી જુદાં જુદાં અનેક શરીર
ગઋદ્ધિના બળે નિર્માણ કરીને તેમ જ મુકત આત્માઓએ છોડી દીધેલાં મનોને (=અન્તઃકરણને) ગ્રહણ કરીને તે જીવન્મુક્ત બધાં પૂર્વકૃત કર્મોના વિપાકને ભોગવી લે છે.૧૮૮
પૂર્વ કર્મો છેલ્લા જન્મમાં ભોગવાઈ જતાં રાગ આદિ દોષથી રહિત પ્રવૃત્તિ પણ અટકી જાય છે, અર્થાત શરીર પડે છે. પરંતુ હવે ભોગવવાનાં કઈ કર્મો ન હોવાથી નવું શરીર તે ધારણ કરતો નથી. તેનો જન્મ સાથે સંપર્ક છૂટી જાય છે, દેહ સાથેનો સંપર્ક અર્થાત સંયોગ છૂટી જાય છે. દેહ સાથેને સંયોગ નાશ પામતાં સર્વ દાનો આત્યંતિક ઉછેદ થઈ જાય છે.૧૮૮ આને પરા મુક્તિ યા નિર્વાણમુક્તિ કહેવામાં આવે છે.
તત્વજ્ઞાનથી દોષ, પ્રવૃત્તિ, જન્મ અને દુઃખ દૂર થાય છે અને મોક્ષ થાય છે૧૮૦ એ તો સમજ્યા પરંતુ તત્ત્વજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પણ સમજાવવું અત્યંત જરૂરી છે. ન્યાયસૂત્રકાર ગૌતમ અનુસાર તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ - સમાધિવિશેષના અભ્યાસથી થાય છે.૧૮૧ વધુમાં, તેઓ કહે છે કે તત્વજ્ઞાનની