________________
વૈશેષિકાન
*(૫) ઉદ્યોતકર અને ઈશ્વર પ્રશસ્તપદે જગતના ક્ત (નિમિત્તકારણુ) તરીકે ઈશ્વરનો સ્વીકાર કરે છે. પરંતુ તેનો વ્યવસ્થિત વિચાર ઉદ્યોતકના ન્યાય-વાતિકમાં આપણને સૌ પ્રથમ મળે છે. ઉદ્યોતકર કહે છે કે જગતનું ઉપાદાનકારણ પરમાણુઓ છે૧૩ અને નાં કર્મોની સહાયથી ઈશ્વર પરમાણુઓમાંથી સર્વ કા ઉત્પન્ન કરે છે.૧૪ઈશ્વર જ સૃષ્ટિ દરમિયાન જ્યારે જે જીવના જે કર્મનો પિાકકાળ આવે છે ત્યારે તે જીવને તે કર્મ અનુસાર ફળ આપે છે. આ ઈશ્વરનો અનુગ્રહ છે. ૧૫ ઈશ્વરનું ઐશ્વર્ય નિત્ય છે. તે ધર્મનું (પૂર્વકૃત કર્મનું ફળ નથી. ઈશ્વસ્યાં ધર્મ છે જ નહિ.૧૬ઈશ્વરમાં સંખ્યા, પરિમાણ, પૃથફત, સંગ વિભાગ અને બુદ્ધિ આ છ જ ગુણ છે.૧૭ એક સ્થાને ઉદ્યોતર જણાવે છે કે તેનામાં અકિલષ્ટ. અને અવ્યાહત ઈચ્છા પણ છે. ઈશ્વરને શરીર નથી. •
ઈશ્વરને માનવાની શી જરૂર છે ? જીવોના ધમધર્મો જ પરમાણુઓને કાર્યોત્પત્તિમાં પ્રવર્તાવે છે એમ કેમ માનતા નથી ? આના ઉત્તરમાં ઉદ્યોતકર કહે છે કે ધર્માધર્મ અચેતન છે અને અચેતન સ્વતંત્રપણે કોઈને કાર્યોત્પત્તિમાં પ્રવર્તાવી ન શકે. માની લે કે ધર્માધર્મ પરમાણુઓને કાર્યોત્પત્તિમાં પ્રવર્તાવે છેઅર્થાત પરમાણુઓમાં કાર્યારંભર્ક ગતિ ઉત્પન્ન કરે છે. ધમધર્મ તે કરણકારક છે. કેવળ કરણકારકથી ક્રિયા ઉત્પન્ન થતી નથી. તેથી, કેવળ ધમધર્મથી પરમાણમાં આરંભક ક્રિયા ઉત્પન્ન ન થઈ શકે. જે કહે કે પરમાણુઓની સહાયથી ધમધર્મ પરમાણુઓમાં આરંભક ક્રિયા ઉત્પન્ન કરે છે તે તે બરાબર નથી. પરમાણુઓ તો કર્મકારક છે; કર્મકારક અને કરણકારક બે જ ભેગા મળી આરંભક ક્રિયા ઉત્પન્ન ન કરી શકે. માટી (=કર્મ) અને દંડ-ચક્ર (=કરણ) બેથી જ ઘટારંભક ક્રિયા ઉત્પન્ન થતી કદી કેઈએ દેખી નથી. આમ આરંભક યિાની ઉત્પત્તિ માટે કર્મકારક અને કરણકાશ્ક ઉપરાંત કર્તાકારક (Fકર્તા)નું હોવું આવશ્યક છે. જે કહો કે કર્તા જીવ છે અને તે પિતાનાં કર્મો (=ધર્માધર્મ) દ્વારા પરમાણુઓમાં આરંભક ગતિ પેદા કરે છે તો તે બરાબર નથી, કારણ કે જીવ અજ્ઞાની હાઈ પરમાણુઓમાંથી જે જે કાર્ય જે જે રીતે બનાવવાનું છે તેનું તેને જ્ઞાન નથી અને તેથી તે તે કાર્યને ઉત્પન્ન કરવા માટેની આરંભક ગતિ પરમાણુઓમાં ઉત્પન્ન કરવા તે શક્તિમાન નથી. જે કહો કે પરમાણુઓમાં આરંભક ગતિની ઉત્પત્તિનું કંઈ કારણ જ નથી તો તે અનુચિત છે, કારણ કે આપણે કદી કારણ વિના કશાનીય ઉત્પત્તિ જોઈ જાણી નથી. ' પ. ૧૭