________________
વૈશેષિક દર્શન
૨પપ -
વાસ્યાયને એક સ્થળે કહ્યું છે. અહીં સંદર્ભ કર્મફળને છે એટલે કર્મફળના નિયત સંબંધને જાણનાર – દુઃખમુક્તિ (ફળ) અને તેના ઉપાયો(કર્મ)ને જાણનાર – એવો “સર્વજ્ઞ શબ્દનો અર્થ થાય, “સર્વજ્ઞ” શબ્દના અર્થને આથી વધુ વિસ્તાર પ્રસ્તુત સંદર્ભમાં જરૂરી નથી. આ અર્થમાં જીવન્મુક્ત સર્વજ્ઞ છે જ. વધુમાં, ન્યાયને જીવમુક્ત સર્વ સેને જાણનારના અર્થમાં “સર્વજ્ઞ હેય તે પણ તે અર્થ પ્રસ્તુત સંદર્ભમાંથી ફલિત થતો નથી. સાધકને, સર્વ ભૂતને ઉપકારક તે રાગ આદિ કલેશોથી મુક્ત, કર્મ-ફળના નિયત સંબંધને જાણનારી વ્યક્તિ છે. બીજું, કર્મ-ફળના સિદ્ધાન્ત સાથે સર્વ દ્રવ્યોને – સર્વ અવસ્થાઓ સાથે – જાણનારી “સર્વ વ્યક્તિની માન્યતાને મેળ નથી. કર્મસિદ્ધાન્ત અને એવો સર્વત્ત એકબીજાના વિરોધી છે. એટલે, આ સંદર્ભમાં તો ક્યા કર્મનું કયું ફળ થાય તે જાણનારો જ સર્વજ્ઞ છે. અલબત્ત, યોગની સાધનાને અને યોગની નિર્માણકાર્યની પ્રક્રિયાનો વાસ્યાયને સ્વીકાર કર્યો છે તો જીવન્મુક્તની ગિમાન્ય સર્વજ્ઞતા તે સ્વીકારતા હોય એવો સંભવ વિશેષ છે.
આમ વાત્સ્યાયનને મતે મેક્ષમાર્ગને ઉપદેશક, સર્વજ્ઞ, વિવેકી, કલેશમુક્ત, જીવન્મુક્ત પુરુષ જ ઈશ્વર છે એવું સ્પષ્ટરૂપે ફલિત થાય છે. આવું મને લાગે છે.
(૪) પ્રશસ્તપાદ અને ઈશ્વર સૃષ્ટિ અને પ્રલયની કલ્પના તેમ જ સાથે સાથે ઈશ્વર જગતનો કર્તા છે તે માન્યતા આ બંને ન્યાય-વૈશેષિકના ઉપલબ્ધ ગ્રંથમાં સૌ પ્રથમ આપણને પ્રશસ્તપાદના પદાર્થધર્મ સંગ્રહમાં મળે છે. તે ઈશ્વરને માટે “મહેશ્વર–શબ્દનો પ્રયોગ કરે છે. જો પોતાનાં કર્મોનાં ફળને ભેગા કરી શકે તે માટે મહેશ્વરને સૃષ્ટિ કરવાની ઈચ્છા થાય છે. તેને પરિણામે આત્માઓનાં અદષ્ટ પિતપતાનાં કાર્યો કરવા ઉન્મુખ બને છે. આત્માઓ અને આવાં અદના સંયોગથી પવનપમાણુઓમાં કાર્યારંભક ગતિ ઉત્પન્ન થાય છે. પવનપરમાણુઓમાં આ ગતિ ઉત્પન્ન થતાં તે પહ્મણુઓને કાર્યારંભક સંયોગ થાય છે અને પરિણામે વણકાદિક્રમે પવન મહાભૂત ઉત્પન્ન થાય છે. આ જ ક્રમે તેજ મહાભૂત સિવાયના ત્રણ મહાભૂતની ઉત્પત્તિ થાય છે. આ ચાર મહાભૂતની ઉત્પત્તિ થઈ ગયા પછી મહેશ્વરના સંકલ્પમાત્રથી પાર્થિવ પરમાણુઓ સહિત તૈજસ પરમાણુઓમાંથી મોટું ડું ઉત્પન્ન થાય છે. તે ઈડામાં સર્વજોકપિતામહ બ્રહ્માને સકલ ભુવન (ચૌદેય ભુવન) સાથે ઉત્પન્ન કરી મહેશ્વર તેને પ્રજાની સૃષ્ટિ કરવાનું કામ સોંપે છે. બ્રહ્મા જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યથી યુક્ત છે. તે જીવોનાં કર્મોનાં વિપાકને જાણીને