________________
૪૮
પાન
સૂત્રોમાં વિરોધીઓના બે મત આપી ત્રીજા સત્રમાં ગૌતમે પોતાને સિદ્ધાન્ત રજૂ કર્યો છે. તે સૂત્રોને ક્રમશ: સમજતાં ગૌતમની ઈશ્વર વિશેની માન્યતા તદ્દન સ્પષ્ટ થઈ જશે.
વરઃ શર કુકર્માભ્યર્થના (૪.૧.૧૪) પુરુષનાં કર્મોનું વૈફલ્ય જણાતું હોઈ ફળનું કારણ ઈશ્વર છે.
કર્મફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વર છે. કર્મ અને કર્મફળ વચ્ચે નિયત સંબંધ નથી. ફળ કર્મ ઉપર આધાર રાખતું નથી પણ ઈશ્વર ઉપર આધાર રાખે છે. આમ માનવું જોઈએ કારણ કે કર્મ કરવા છતાં ઘણી વાર પુરુષને તેનું ફળ મળતું દેખાતું નથી. ઈશ્વર જ આપણને જુદી જુદી પરિસ્થિતિઓમાં મૂકે છે, તે જ આપણને સુખ યા દુઃખ દે છે, તે જ આપણને બંધનમાં રાખે છે કે મુક્ત કરે છે. આ બધું આપણાં કમેનું પરિણામ નથી પરંતુ ઈશ્વરની ઈચ્છાનું પરિણામ છે. આપણાં કર્મોને એ બધાંની સાથે કોઈ સંબંધ નથી. કર્મસિદ્ધાન્ત ખોટો છે. ઈશ્વરેચ્છા જ સાચી છે. વીચણી જેવમીરછ.
નપુરુષશર્મામા નો (૪.૧.૨૦) - ના, (ઈશ્વર ફળનું કારણ નથી, કારણ કે પુરુષ કર્મ ન કરે તે ફળ મળતું નથી.
ઉપર નિરૂપવામાં આવેલ સિદ્ધાન્ત ખોટો છે, કારણ કે ખરેખર કમ ફળનું કારણ કર્મ નહિ પણ ઈશ્વર હોય તે કર્મ ન કરવા છતાં આપણને ઇચ્છિત ફળ મળવું જોઈએ, પરંતુ ક્યાંય કર્મ કર્યા વિના ફળ મળતું જણાતું નથી. ચાલ્યા વિના અન્ય સ્થાને પહોંચાતું નથી, ભિક્ષાટન કર્યા વિના ભિક્ષા મળતી નથી, દવા લીધા વિના રોગ મટતું નથી. જે ફળ કર્મ ઉપર આધાર ન રાખતું હોય અને ઈશ્વર ઉપર આધાર રાખતું હોય તે કર્મ કર્યા વિના ફળ મળવું જોઈએ. પરંતુ એમ થતું નથી. એટલે ફળ ઈશ્વર ઉપર નહિ પણ કર્મ ઉપર જ આધાર રાખે છે. ઈશ્વરની કઈ જરૂર નથી. કર્મ કર્યું એટલે તેનું ફળ થવાનું જ. વટબીજ વાવ્યું તે વટ ઊગવાને જ, એમાં કઈ માધ્યમની (agency) જરૂર નથી. કાર્ય-કારણને નિયમ જ એવો છે. કારણ હતાં કાર્ય થાય જ. ઝેર લે એટલે મારો જ, પછી ઝેરને પિતાનું કાર્ય કરવા કશા ઉપર આધાર રાખવો પડતો નથી. કર્મ કરો એટલે એનું ફળ મળે જ. આમાં ઈશ્વરની જરૂર જ ક્યાં છે ?