________________
વૈશેષિક દર્શન
૨૧૧
કારણ કે તે આ મગુણો છે. આ ઉપરથી પુસ્વાર થાય છે કે સ્વશરીરથી અન્ય -શરીરમાં પણ આત્માઓ છે. આમ આત્માઓ અનેક છે. ૧૭
અંતે, ન્યાય-વૈશેષિક વિચારકે જણાવે છે કે આત્માને એક માનતાં તે તેની મુક્તિ થતાં સંસારનો ઉચ્છેદ થઈ જાય. પરંતુ સંસારનો ઉચ્છેદ માનવો -અનુચિત છે. સંસારનો ઉચ્છેદ ન સ્વીકારનારે અપરિમિત સંખ્યામાં આત્માઓ માનવા જોઈએ. અને તેને માનીએ છીએ. અપરિમિત સંખ્યાને છેડો હોતો નથી તેમ જ તેની બાબતમાં ચૂનાધિતાની વાત કરવી પણ અયોગ્ય છે. આમ અપરિમિત સંખ્યક આત્માઓ માનીએ તો જ સંસારનો અનુછેદ ઘટે. ૧૮
આત્મનિત્ય ન્યાય-વૈશેષિક દર્શન અનુસાર આપણે દેહ, ઈન્દ્રિય અને મનથી ભિન્ન આત્માને પુરવાર કર્યો પરંતુ તે આત્માને તેઓ નિત્ય માને છે કે અનિત્ય એ પ્રશ્ન ચર્ચવાનું બાકી છે. અસ્તિત્વ ધરાવતી વસ્તુ કો તે નિત્ય હોય કાં તો
અનિત્ય. ત્રીજો વિકલ્પ સંભવ નથી. એટલે ન્યાય-વૈશેષિક મત અનુસાર આત્મા નિત્ય છે કે અનિત્ય તે જાણવાની જિજ્ઞાસા જાગે છે.
ન્યાયવૈશેષિક દાર્શનિકે આત્માને નિત્ય ગણે છે. નિત્યનો અર્થ છે અનાદિઅનંત. દેહાનિરિકા આત્માને પુરવાર કરતી વખતે તેઓએ જણાવ્યું છે કે વાર્ધક્યયુક્ત દેહમાં જે આત્મા છે તે જ આત્મા બાલ્યાવસ્થાયુક્ત દેહમાં હતે એ હકીકત તો પ્રત્યભિજ્ઞા દ્વારા સિદ્ધ થાય છે. તેથી દેહની જુદી જુદી અવસ્થાઓમાં આત્મા એક જ હોય છે જુદો જુદો હોતું નથી. આમ જન્મથી મરણ સુધી તે આત્મા તેને તે જ અસ્તિત્વ ધરાવે છે એ તો પુરવાર થયું, પરંતુ વર્તમાન દેહની ઉત્પત્તિ પહેલાં અને તેના પાત પછી પણ તે અસ્તિત્વ ધરાવે છે એવું જ્યાં સુધી પુરવાર ન થાય ત્યાં સુધી આત્મા નિત્ય છે એમ માની શકાય નહિ. આત્મા વર્તમાન દેહની ઉત્પત્તિ પહેલાં અસ્તિત્વ ધરાવતો હોય છે એ પુરવાર થતાં તે દેહના પાત પછી પણ તે અસ્તિત્વ ધરાવે છે તે આપોઆપ પુરવાર થઈ જાય છે. અર્થાત, પૂર્વ જન્મ પુરવાર થતાં પુનર્જન્મ પુરવાર થઈ જાય છે. એટલે, ન્યાય-વૈશેષિકે સૌ પ્રથમ પૂર્વજન્મને ચીવટપૂર્વક પુરવાર કરે છે. તેમની મુખ્ય દલીલે નીચે પ્રમાણે છે. - નવજાત શિશુના મુખ ઉપર હાસ્ય દેખીને સમજી શકાય કે તેને હર્ષ થયે . છે. તેના શરીરે કંપ દેખીને સમજી શકાય કે તેને ભય થયો છે. અને તેનું સદન