________________
પદર્શન એવી સ્મૃતિ તેને થાય છે એ સ્વીકારવું જોઈએ. તેથી તે સ્મૃતિને જન્માવનાર અનુરૂપ સંસ્કાર પણ સ્વીકારવા જોઈએ અને તે સંસ્કારને જનક અનુરૂપ (આહારનો) પૂર્વાનુભવ પણ-સ્વીકારવો જોઈએ. પરિણામે તેનો પૂર્વ જન્મ પણ સ્વીકાર જોઈએ કારણ કે આ જન્મમાં તે તેણે પહેલાં ક્યારેય સ્તન્ય પાન કર્યું નથી, અન્ય કેઈ આહાર પણ લીધે નથી. પૂર્વજન્મમાં તેણે અનુભવેલા સ્તન્યપાન વગેરેના સંસ્કારે તેનામાં પડેલા હોવાથી તે સંસ્કાર સ્તન્ય વગેરે દેખવાથી આ જન્મમાં જાગે છે અને તે સંસ્કારોની સહાયથી “આ સ્તન્ય વગેરે સુધાનિવર્તક છે' એવું અનુમાન કરે છે, અન્યથા તે સ્તન્યપાન માટે ચેષ્ટા ન કરે. આમ નવજાત શિશુએ પૂર્વજન્મમાં કરેલા આહારાભ્યાસના સંસ્કાર અવશ્ય સ્વીકારવા પડતા હેવાથી પૂર્વજન્મ સિદ્ધ થાય છે ૧૨૨
અહીં કેઈ શંકા કરે છે કે જેમ પૂર્વાભ્યાસ વિના કેવળ વસ્તુશક્તિવશે લેહ ચુંબક તરફ આકર્ષાય છે તેમ નવજાત શિશુ પણ માતૃસ્તન તરફ આકર્ષાય છે. પૂર્વાભ્યાસ વિના પ્રવૃત્તિ સંભવે જ નહિ એમ માનવું બરાબર નથી, કારણ કે ચુંબક નજીક હતાં તેની તરફ લેહની પ્રવૃત્તિ થાય છે.૧૨૩
- તેના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે આમ માનવું બરાબર નથી કારણ કે લેહમાં પ્રયત્નરૂપ પ્રવૃત્તિ નથી. ચુંબક તરફ લેહની જે ગતિ થાય છે તે પ્રવૃત્તિજન્ય ચેષ્ટારૂપ ક્રિયા નથી પરંતુ કેવળ ક્રિયા છે. તેથી નવજાત શિશુની પ્રવૃત્તિજન્ય ચેષ્ટારૂપ સ્તન્યપાન ક્રિયા લેહની ક્રિયા જેવી નથી.૨૪ બીજું, ચુંબક પ્રત્યે લેહની ગતિક્રિયાનું અવશ્ય કોઈ નિયત કારણ હોવું જોઈએ. અન્યથા, માટીનું ઢેકું વગેરે શા માટે ચુંબક પ્રત્યે ગતિ ન કરે છે અને લેહ બીજા પ્રત્યે કેમ ગતિ ન કરે? તેથી લેહ ચુંબક પ્રત્યે જ ગતિ કરે છે તેનું કંઈક નિયત કારણ છે એમ સ્વીકારવું જોઈએ. તેમ માનતાં નવજાત શિશુ માતાના સ્તન ભણી ગતિ કરે છે તેનું પણ નિયત કારણુ માનવું જોઈએ. તે નિયત કારણ તેની આહારેચ્છા છે. આહારેચ્છાથી જ તેની આહારલક્ષી પ્રવૃત્તિ જન્મે છે, અને તે પ્રવૃત્તિને કારણે જ શરીરની અનુરૂપ ચેષ્ટા જન્મે છે.૨૫ નવજત શિશુમાં સૌ પ્રથમ સ્તન્યપાનની જે ઈચછા જાગે છે તેનો ખુલાસો પૂર્વજન્મ માન્યા વિના થઈ શકતો નથી એ તો આપણે જોઈ ગયા.
. રાગવાળો જ આત્મા જન્મે છે, વીતરાગ આત્મા જન્મતો જ નથી. બધાં જ પ્રાણીઓ જન્મ સાથે જ કેઈ ને કંઈ વિષયમાં રાગ ધરાવતા હોય છે એવું જણાય છે. બધાં પ્રાણીઓની શારીરિક ક્રિયા યા ચેષ્ટા દ્વારા તેમને અમુક.