________________
વૈશેષિકદન
ન્યાય-વૈશેષિક ચિંતકા ઉત્તર આપે છે કે બુદ્ધિમાન મનુષ્ય કદીય મૂર્છાવસ્થા ઇચ્છતા નથી એમ માનવું બરાબર નથી. અસહ્ય વેદનાથી કટાળીને બુદ્ધિમાન મનુષ્ય પણ મૂંર્છાવસ્થા ઈચ્છે છે અને કેટલીક વાર તે। આત્મહત્યા કરવા પણ તત્પર થાય છે. તેથી કેવળ દુ:ખનિવૃત્તિ માટે જ અમુક સમયે અજ્ઞાનાવસ્થા પણ પુરુષા` બને છે. મુક્ત પુરુષની અવસ્થા અને મૂર્છાવસ્થા વચ્ચે એક મહત્ત્વના ભેદ છે તે પણ ધ્યાનમાં રાખવુ જોઈ એ. મૂર્છાવસ્થામાં પુનઃ દુઃખેાત્પત્તિની સંભાવના છે જ્યારે મુક્તાવસ્થામાં પુનઃ દુઃખત્પત્તિની સંભાવના નથી. એટલે જ મુક્તિ—આત્યંતિક દુ:ખમુક્તિ—પમ પુરુષાથ' છે. ૧૫૫
૨૨૩
વળી, ન્યાયવૈશેષિક ચિંતા કહે છે કે સુખ અને દુ:ખનિવૃત્તિ બતૈય ષ્ટિ છે, પુરુષાથ છે, પરંતુ બુદ્ધિમાન વ્યક્તિને તે એમાંથી દુ:ખનિવૃત્તિ જ વધુ પ્રિય છે કારણ કે તે જાણે છે કે કેવળ સુખ પામવું અશકય છે, સુખ દુઃખાનુયુક્ત જ હાય છે. આમ ડાહ્યા માણસા નિ ય કરે છે—હવે સુખ નથી જોઇતું કારણ કે સુખ દુ:ખ વિના એક્યું આવતું જ નથી.' આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દુઃખનિવૃત્તિ જ કલ્યાણ છે, શાન્તિ છે. મુખભાગથી કદીય આત્યન્તિક શાન્તિ મળતી નથી કારણ કે સુખની સાથે દુઃખ જોડાયેલુ જ હોય છે. દુ:ખસંબધન્ય ચિરસ્થાયી કેાઈ સુખ નથી. બધા મુમુક્ષુએ આ સમજે છે, એટલે તેઓ આત્મન્તિક દુ:ખનિવ્રુત્તિરૂપ મુક્તિ માટે બધી જાતનાં સુખાની કામનાના ત્યાગ કરે છે. ચિર શાન્તિ—આત્યંતિક શાન્તિ—માટે તેએા સુખદુઃખશૂન્ય અવસ્થાને જ ઈચ્છે છે.૧૫૬
વાત્સ્યાયને મુક્ત આત્મામાં નિત્યસુખની અભિવ્યક્તિ પ૭ માનનારનું ખંડન યુ" છે. તેમની દલીલા નીચે પ્રમાણે છે—નિત્ય સુખની અભિવ્યક્તિના અ એ નિત્ય સુખનું સ ંવેદન ( = જ્ઞાન). નિત્ય સુખના જ્ઞાનનુ કારણ શું છે ? નિત્ય સુખના જ્ઞાનની ઉત્પત્તિ શેનાથી થાય છે ?૧૫૮ જો કહેવામાં આવે કે નિત્ય સુખનું જ્ઞાન પણ નિત્ય છે (અને એટલે તેનું કેાઈ કારણ નથી) તેા જેમ મુક્ત પુરુષને નિત્ય સુખ અને નિત્ય સુખનુ નિત્ય જ્ઞાન હોય છે તેમ સંસારી પુરુષને પણ તે અને હાવા જોઈ એ.૧૫૯ જો સંસારીને પણ નિત્ય સુખ અને નિત્ય સુખનું નિત્ય જ્ઞાન માનવામાં આવશે તે ધ-અધર્મીનાં મૂળ સુખ-દુઃખનું અનિત્ય જ્ઞાન અને નિત્ય સુખનું નિત્ય જ્ઞાન યુગપદ્ એક વ્યક્તિમાં થાય છે એમ માનવું પડશે.૧૬- જો નિત્ય સુખનું જ્ઞાન અનિત્ય છે એમ માનશે। । નિત્યસુખના જ્ઞાનનું કાણું બતાવવું પડશે. ૧૬૧ જો તેનું કારણ