________________
૨૧૬
પદન તે સંકલ્પ જન્મી શકે નહિ. પરિણામે, પૂર્વજન્મમાં તજજાતીય વિષયને તે જાતને અનુભવ જીવે કર્યો હોય છે અને તેના સંસ્કાર આ જન્મમાં છવમાં હોય છે એ હકીકત સ્વીકારવી જોઈએ. એક વાર આ સ્વીકારીએ એટલે પૂર્વજન્મમાં પણ તે જીવને જન્મ પછી સર્વપ્રથમ જે રાગ ઉભો હતે તેના કારણરૂપે અનુરૂપ સંકલ્પ અને તે સંકલ્પના કારણરૂપે તે પૂર્વજન્મ પહેલાંના પૂર્વજન્મમાં અનુભૂત વિષયનું સ્મરણ સ્વીકારવું જોઈએ. આ રીતે દરેક જીવનો અનાદિ જન્મપ્રવાહ અને અનાદિ સંસ્કારપ્રવાહ સ્વીકારવો જોઈએ. આ સ્વીકારતાં સંસ્કાપ્રવાહના અનાદિવને લઈને એ અનાદિ સંસ્કારપ્રવાહના આશ્રમરૂપ આત્માનું અનાદિવ પણ સિદ્ધ થઈ જાય છે.
જે જન્મપ્રવાહ અનાદિ હોય તો જીવે અનન્ત વાર મનુષ્ય, બળદ, વાનર અને કૂતરારૂપે જન્મ ધારણ કર્યો હોવો જોઈએ અને તે બધા જન્મના સંસ્કાર પણ તેનામાં હોવા જોઈએ. તે પછી તેને તે બધા સંસ્કાર વર્તમાન એક જન્મમાં જાગવા જોઈએ અને પરિણામે તેને એક જન્મમાં અન્ન તરફ, ઘાસ તરફ, લીમડા તરફ અને હાડકા તરફ પણ રાગ જન્મવો જોઈએપરંતુ આપણે જોઈએ છીએ કે મનુષ્યને અન્ન તરફ રાગ જન્મે છે, બળદને ઘાસ તરફ રાગ જન્મે છે, વાનરને લીમડા તરફ રાગ જન્મે છે અને કુતરાને હાડકા તરફ રાગ જન્મે છે. એટલે રાગના કારણે તરીકે પૂર્વસંસ્કારને ન માનવા જોઈએ, પણ કેવળ જાતિને જ (Gજન્મને જ દેહને જ) માનવી જોઈએ.
વિધીની આ શંકાનો ઉત્તર આપતાં ન્યાયશેષિક જણાવે છે કે પૂર્વ સંસ્કારની જાગૃતિ વિના રાગને ખુલાસો કરવો અશક્ય છે, એટલે રાગના કારણે તરીકે પૂર્વ સંસ્કાર તો માનવા જ જોઈએ. પ્રશ્ન એટલે જ છે કે બધા પૂર્વ સંસ્કાર કેમ જાગૃત થતા નથી અને અમુક જ કેમ થાય છે ? આનો ખુલાસો નીચે પ્રમાણે છે. જીવ પિતાના પૂર્વ કર્મ અનુસાર જ્યારે નવો દેહ ધારણ કરે છે ત્યારે તે દેહને ઉત્પન્ન કરનાર કર્મોનો વિપાક થયો હોય છે અને આ દેહોત્પાદક કર્મોના વિપાકની સાથે તે દેહને અનુરૂપ કર્મો જ વિપાકે—ખ બને છે– અર્થાત તે દેહને અનુરૂપ સંસ્કાર જ જાગૃત થાય છે—જ્યારે બાકીનાં અભિભૂત જ રહે છે. કેઈ માનવાત્મા માનવજન્મ પછી નિજ કર્મ અનુસાર જે વાનર જન્મ પ્રાપ્ત કરે છે તે અનંત પૂર્વજન્મમાંથી પૂર્વકાલીન વાનરજન્મમાં પ્રાપ્ત કરેલા સંસ્કાર જ જાગૃત થાય છે. તેથી તે વખતે તેને માનવોચિત રાગ જન્મતો નથી. આમ કેવળ જાતિ જ રાગનું કારણ નથી. રાગનું કારણ પૂર્વ