________________
૨૨૦
ઉદ્દેશન
પૂર્વ કર્મ નહિ માનવાથી બધા જીવોને તુલ્ય માનવા પડે અને પંચભૂતોનું કેઈ નિયામક ન રહેવાથી બધાં શરીર પણ એકસરખાં બને. પરંતુ આ વાત પ્રત્યક્ષ-વિરુદ્ધ છે. જીવોનાં શરીર એકસરખાં નથી પણ અનેક જાતનાં હોય છે. શરીરભેદનો ખુલાસો કરવા જીવનાં પૂર્વક માનવા જ જોઈએ. પૂર્વ કર્મોના ભેદને કારણે શરીરભેદ થાય છે. પૂર્વ કર્મ ન માનવાથી અમુક આત્માને અમુક જ જાતનું શરીર એવી જે વ્યવસ્થા છે તેનું સમાધાન નહિ થાય. પૂર્વ કર્મને માનીએ તે જ આ વ્યવસ્થાનું સમાધાન થાય. એટલે શરીરેલ્પત્તિમાં કર્મને નિમિત્તકારણ “માનવું જોઈએ.૧૪૨
જે શરીરો-પત્તિમાં કર્મને નિમિત્ત ન માનવામાં આવે અને કેવળ ભૂતના સંગમાત્રને જ એકમાત્ર કારણ માનવામાં આવે તે પછી એ સંયોગના નાશનું (મૃત્યુનું કારણ શું છે ? વિશેષ કારણ માન્યા વિના શરીરની નિત્યતાની અને મરણની અસિદ્ધિની આપત્તિ આવશે.૧૪૩ વર્તમાન જન્મમાં ભોગવાનાં કર્મો ભેગનવાઈ જતાં શરીર પડે છે. પુનઃ નવી જાતનાં કર્મો વિપાકમુખ બને છે અને તેને પરિણામે તે કર્મોનાં ફળ ભોગવવા માટે જે જાતનું શરીર જોઈએ તે જાતનું શરીર ઉત્પન્ન થાય છે.૧૪૪ જે કેવળ પંચભૂત જ જન્મનું કારણ હતું તે પછી મૃત્યુ શા માટે થાય ? કારણ કે ભૂતો નિત્ય છે. ભૂત નિત્ય હોવાથી કેના ક્ષયથી શરીરનો અંત થાય ?
આ બધી વાત ઉપરથી સૂચિત થાય છે કે શરીરનાં ઉત્પત્તિ અને નાશ કર્મ ઉપર નિર્ભર છે. વિપાકે—ખ કર્મોનાં ફળ ભોગવવા માટે અનુરૂપ શરીર ઉત્પન્ન થાય છે અને તે ફળ ભોગવાઈ જતાં તે શરીર પડે છે.
જન્મ-મરણની પરંપરા સંસાર છે. સંસારચક્રના અરોની સ્પષ્ટતા ન્યાયવૈશેષિકેએ નીચે પ્રમાણે કરી છે. ગૌતમ અને વાસ્યાયન કહે છે કે અનિત્યમાં નિત્યબુદ્ધિ, દુઃખમાં સુખબુદ્ધિ, અનાત્મમાં આત્મબુદ્ધિ, અત્રાણમાં ત્રાણબુદ્ધિ, વગેરે મિથ્યાજ્ઞાન છે. મિથ્થાનાનમાંથી રાગ-દ્વેષ ઉદ્ભવે છે. રાગદ્વેષમાંથી અસત્ય, ઈર્ષા, માયા, લેભ, વગેરે દોષો ઉદ્દભવે છે. દોષમાંથી ધમધર્મરૂપ પ્રવૃત્તિ ઉદ્દભવે છે. પ્રવૃત્તિ ધર્મધર્મરૂપ અદષ્ટને ઉત્પન્ન કરે છે. અદષ્ટ જન્મનું કારણ છે. જન્મ દુઃખનું કારણ છે. આ મિથ્યાજ્ઞાનથી દુઃખ સુધીના ધર્મોનું સતત ચક્ર ચાલ્યા કરે છે. આ ચક્ર સંસાર છે.૪૫ કણાદ કહે છે કે સુખના અનુભવથી રાગ જન્મે છે. સુખમાં તન્મય બની જવાથીય રાગ જન્મે છે. પૂર્વ કર્મને કારણે પણ રાગ જન્મે છે. અને જન્મને (જાતિને લઈને પણ રાગ જન્મે છે. રાગ ધર્માધર્મરૂપ પ્રવૃત્તિના ઉભ