________________
વૈશેષિકદન
૩૧૧
અને નવા રૂપ વગેરે ગુણાની ઉત્પત્તિ માનવાં જોઈએ. ભઠ્ઠીમાં પકવવા મૂકેલા ઘટને ભઠ્ઠીના છિદ્ર વાટે જોતાં એના એ જ આકારવાળા તે આપણને જણાય છે. આમ પ્રત્યક્ષ દ્વારા કાચા ઘટતું પરમાણુઓમાં વિઘટન થતું આપણુને જણાતુ નથી. (૨) ભઠ્ઠીમાં પકવવા મૂકેલા ઘટને પાકવા પછી બહાર કાઢીને જોતાં આપણને ‘આ પેલા જ ટ છે' એવું અબાધિત પ્રત્યભિજ્ઞાન થાય છે. આ પણ દર્શાવે છે કે ઘટ તેના તે જ રહ્યો છે, કેવળ રૂપ વગેરે ગુણા નવા ઉત્પન્ન થયા છે. રૂપ વગેરે ગુણાની નવી ઉત્પત્તિની સાથે અવયવીની પણ નવી ઉત્પત્તિ માનવી જરૂરી નથી.૧૦ (ક) ભઠ્ઠીમાં મૂકેલા ઘટ ઉપર મૂકવામાં આવેલાં તૃણુ, કર વગેરે ઘટ ઉપરથી પડી જતાં નહાવાથી ઘટનું પરમાણુએમાં વિટન થયું નથી એવું અનુમાન થાય છે. જો ધટનું પરમાણુમાં વિટન થયું. હાત તે। તે બધાંનું પતન અવશ્ય થયું હાત,૧૧ કારણ કે પરમાણુઓમાં તેમને ધારણ કરી રાખવાનું સામર્થ્ય નથી.૧૨ (૪) જો કાચા ઘટતું પરમાણુઓમાં વિટન થયા પછી પાકા ઘટ બનતા હોય તેા પાકા ઘટનાં પરિમાણુ અને આકાર નિયમથી કાચા ઘટના પરિમાણ અને આકાર જેવાં જ હાય છે તેને ખુલાસા કરવેા મુશ્કેલ બનશે.૧૩ (૫) વૈશેષિકાના પીલુપાકસિદ્ધાંતમાં એક વિચિત્રતા એ છે કે કાચા ઘટને સંપૂર્ણ નાશ થાય છે અને નવા જ પાકેા ઘડા ઉત્પન્ન થાય છે તેમ છતાં નવા ઘડા પેલા ધડાની જગ્યાએ તે જ સ્થિતિમાં નિયમથી હાય છે.૧૩ (૬) કાચા ઘડાના સંપૂર્ણ નાશ પછી નવા પાકા ઘડા ઉત્પન્ન થાય છે એમ તે કેમ માની શકાય ? કારણ કે ઘટાત્પત્તિનાં કારણા કુંભાર, ચાકડા, લાકડી વગેરેના તે ત્યાં અભાવ છે. એટલે, એમની સહાય વિના નવા પાકા ઘડાની ઉત્પત્તિ માનવી અયેાગ્ય છે.૧૪ (૭) ઘટના (પરમાણુઓમાં) વિટન વિના અગ્નિસ ચેાગ તેના અંદરના ભાગ સાથે અશકય છે એવા વૈશેષિકના મતના વિરાધમાં તૈયાયિકા જણાવે છે કે ધટ વગેરે કાય દ્રવ્યો છિદ્રાળુ છે એટલે એ છિદ્રો વાટે તેજસ પરમાણુએ તેમના છેક અંદરના ભાગમાં પ્રવેશ કરી શકે છે. આ કારણે જ વિટન વિના નિઃશેષ ઘટ અગ્નિસ ચેાગમાં આવે છે. ધટ છિદ્રાળુ છે એ હકીકતા ઈનકાર થઈ શકે એમ નથી, અન્યથા તેમાંથી પાણીનું ઝમવું અને તેની બહારની સપાટીનુ ઠંડુ રહેવુ. આ એ હકીકતાના ખુલાસા નહિ થઈ શકે.૧૫ (૮) આપણે સ્ફટિકની આરપાર જોઈ શકીએ છીએ કારણ કે આંખમાંથી નીકળતું તેજનુ કિરણ સ્ફટિકની આરપાર જઈ શકે છે. જો એક દ્રવ્ય ખીજા દ્રવ્યમાં તેનું પરમાણુઓમાં વિઘટન કર્યાં વિના ન પ્રવેશી શકતું હોય તે આંખમાંથી નીકળતાં તેજકિરણને સ્ફટિકમાં પ્રવેશ થતાં જ સ્ફટિકના નાશ થઈ જાય. પરંતુ આમ માનવું ઈષ્ટ નથી. આ ઉપરથી તૈયાયિક તારણ કાઢે છે કે અગ્નિના કણા ખીજા