________________
અધ્યયન ૧૦
અચેતન શેષ દ્રવ્યા અસ્પર્શવદ્ ભૌતિક દ્રવ્ય આકાશ
અસ્પવદ્ ભૌતિક દ્રવ્ય એક આકાશ જ છે. વૈશેષિકા આકાશને શબ્દગુણના સમવાયિકારણ તરીકે કલ્પે છે. બીજી રીતે કહીએ તે વૈશેષિક શબ્દગુણને રહેવા માટેના દ્રવ્ય તરીકે આકાશની કલ્પના કરે છે. એટલે તેએ પ્રથમ શબ્દ ગુણ છે એ પુરવાર કરે છે અને પછી એ બતાવે છે કે આ ગુણ પૃથ્વી, જળ તેજ, વાયુ, કાળ, દિ, આત્મા અને મન એ આમાંથી કોઈ પણ દ્રવ્યમાં રહેતા નથી. આ બે વસ્તુ સિદ્ધ થતાં એ આપેઆપ ફલિત થાય છે કે જે દ્રવ્યમાં શબ્દગુણ રહે છે તેનુ નામ આકાશ છે.
શબ્દ ગુણ નથી પણ દ્રવ્ય છે એવા પૂર્વ પક્ષ
શબ્દ દ્રવ્ય, ક, સામાન્ય, વિશેષ કે સમવાય નથી પણ ગુણ છે. કેટલાક દાનિકે શબ્દને ગુણ નહિ પણ દ્રવ્ય માને છે. તે પેાતાની માન્યતાના સમનમાં નીચેની દલીલ આપે છે. (૧) દ્રવ્યના પ્રત્યક્ષ વિના ગુણનુ પ્રત્યક્ષ થઈ શકતું નથી જ્યારે દ્રવ્યનું પ્રત્યક્ષ આ કે તે ગુણના પ્રત્યક્ષ વિના થઈ શકે છે. શબ્દનું પ્રત્યક્ષ આકાશના પ્રત્યક્ષ વિના થઈ શકે છે એટલે શબ્દ આકાશના ગુણ નથી પણ દ્રવ્ય છે. (૨) જેનું જ્ઞાન પેાતાના આશ્રય સાથે થાય તે ગુણ હાઈ શકે પરંતુ જે નિરાશ્રય જ પ્રતીત થાય તે દ્રવ્ય જ હોય. શબ્દ નિરાશ્રય પ્રતીત થાય છે. એટલે તે ગુણુ નહિ પણ દ્રવ્ય હાવા જોઈ એ. (૩) ઇન્દ્રિય સાથે સંયોગ થતાં જેનું સાક્ષાત્ જ્ઞાન થાય તે દ્રવ્ય જ હોય. કણેન્દ્રિયને શબ્દ સાથે સંયોગ થતાં શબ્દનું સાક્ષાત્ નાન થાય છે. સયાગ એ દ્રવ્યો વચ્ચે 'જ સંભવે. તેથી શબ્દ દ્રવ્ય છે એ સિદ્ધ થાય છે. કર્ણેન્દ્રિય દ્રવ્યને ગ્રહણ કરી શકે નહિ એવા સંશયના નિરાસ એ વાતથી થઈ જાય છે કે કન્દ્રિય મનની જેમ નિરવયવ હેાવાથી તે દ્રવ્યને ગ્રહણ કરી શકે છે. (૪) શબ્દને પેાતાને સ ંખ્યા, વેગ, વગેરે ગુણા છે. જો તે તેના ગુહૈં। ન ત તેા કણેન્દ્રિય તેમને ગ્રહણ ન કરી શકત. શબ્દને ગુણો હાવાથી તે પાતે ગુણ ન હેાઈ શકે. ગુણ વિષ્ણુ ં હાય