________________
વૈશેષિકદને '
૧૬૩ ધરાવતો નથી. તે કેવળ સૂર્યગતિને જ સૂર્યમાંથી વસ્તુઓમાં સંક્રાન્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. ૩૬
જો પરત્વ-અપરત્વ આદિ પ્રતીતિઓ સૂર્યગતિ ઉપર આધાર રાખતા હોય તે તેને જ પરત્વ-અપ આદિ પ્રતીતિઓનું કારણ માને, કાળને માનવાની શી જરૂર છે? આના જવાબમાં વૈશેષિક જણાવે છે કે કેવળ સૂર્યગતિ એ પ્રતીતિઓ જન્માવવા સમર્થ નથી. વૃદ્ધ શરીર પર છે અને યુવાન શરીર અપર છે. પરત્વ અને અપરત્વ એ અનુક્રમે વૃદ્ધ શરીર અને યુવાન શરીરના ગુણો છે. એ ગુણોનું સમાયિકારણ શરીરે છે અને અસમવાધિકારણ કાળસંગ છે તેમ જ સૂર્યગતિ નિમિત્તકારણ છે.૩૭ કેટલાક ક્રિયાને જ કાળ માને છે. તેને વિરોધ કરતાં શેષિકે કહે છે કે કેવળ ક્રિયાથી પરત્વ-અપરત્વ વગેરે પ્રતીતિઓનો ખુલાસો થઈ શકતો નથી. ક્રિયા ક્રિયા તરીકે જ જણાય છે. ક્રિયા કાળ છે એવી પ્રતીતિ આપણને ક્યારેય થતી નથી.૩૮
શ્રીધર પરત્વ-અપરત્વ વગેરે પ્રતીતિઓને સૂર્યગતિને વચ્ચે લાવ્યા વિના સમજાવે છે. તેમને લાગે છે કે સૂર્યગતિને જગતની વસ્તુઓ સાથે સંબંધ નથી અને જેનો જગતની વસ્તુઓ સાથે સંબંધ ન હોય તેને તે વસ્તુઓમાં થતી પરત્વ-અપરત્વ વગેરે પ્રતીતિઓનું નિમિત્ત માનીએ તો તે ગમે તેને તેનું નિમિત્ત માની શકાય. પરંતુ પરિસ્થિતિ એવી નથી૩૯
શ્રીધર અનુસાર પરત્વ-અપત્ય વગેરે પ્રતીતિઓ ઉપરથી કાળનું અનુમાન નીચે પ્રમાણે થાય છે. દ્રવ્ય વગેરે વિષયોમાં પરત્વ-અપરત્વ વગેરે પ્રતીતિઓ થાય છે. પરંતુ આ પ્રતીતિઓનું કારણ દ્રવ્ય વગેરે નથી. દ્રવ્ય દ્રવ્યવિષયક પ્રતીતિનું કારણ છે, ગુણ ગુણવિષયક પ્રતીતિનું કારણ છે, કર્મ કર્મ વિષયક પ્રતીતિનું કારણ છે, સામાન્ય સામાન્ય વિષયક પ્રતીતિનું કારણ છે, ઈત્યાદિ. પર્વ-અપરવવિષયક પ્રતીતિ, યૌગપદ્યવિષયક પ્રતીતિ, વગેરે પ્રતીતિઓ દ્રવ્યવિશ્વક પ્રતીતિ, ગુણવિષયક પ્રતીતિ. વગેરે પ્રતીતિઓથી વિલક્ષણ છે. જે આ પરપ્રતીતિ, અપરત્વપ્રતીતિ વગેરે વિલક્ષણ પ્રતીતિઓનું કારણ છે તે જ કાળ (દ્રવ્ય) છે.૪૦
વધુમાં શ્રીધર જણાવે છે કે કાળ ન હોય તે વસ્તુની ઉત્પત્તિ અશક્ય બની જાય. અત્યંત સત (= નિત્ય) આકાશની ઉત્પત્તિ નથી તેમ જ અત્યંત અસત્ નરવિષાણની પણ ઉત્પત્તિ નથી. પરંતુ પ્રાગત (અર્થાત ઉત્પત્તિ પહેલાં