________________
૧૯૬
પદર્શન
ક્રિયાઓ કરવા પ્રેરનારનું અનુમાન થાય છે. રથની ગતિક્રિયા ઉપરથી જેવી રીતે રથના ચાલક સારથિનું અનુમાન થાય છે તેવી રીતે શરીરની હિતાહિતપ્રાપ્તિ પરિહારરૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉપરથી શરીરના
પ્રેરક આત્માનું અનુમાન થાય છે.૩૯ (૨) વાયુની સ્વાભાવિક ગતિ તિર્યા છે. પરંતુ શરીરમાં તેની અધોગતિ
અને ઊર્ધ્વગતિ જણાય છે. એટલે શરીરમાં વાયુને આ કૃત્રિમ ગતિ કરાવનાર કેઈ હોવું જોઈએ. ધમણમાં વાયુને વિકૃત ગતિ કરાવનાર જેમ ધમણ ચલાવનાર હોય છે તેમ શરીરમાં વાયુને વિકૃત ગતિ કરાવનાર જે છે તે જ શરીરને અધિષ્ઠાતા આત્મા છે.40
(૩) નિમેષનો અર્થ છે પોપચાંનું બીડાવું અને ઉન્મેષનો અર્થ છે
પિપચાંનું ઊઘડવું. આ બે ક્રિયાઓ બરાબર નિયમિત ચાલ્યા કરે છે. આ ક્રિયાઓનો પ્રવર્તક કેણ છે ? કોના નચાવ્યાં આ પોપચાં કઠપુતળીની જેમ નાચતાં રહે છે? જે શરીરયન્ટને કેઈસંચાલક ન હોય તે તે યત્ન પિતાની મળે કેવી રીતે નિયમિત કાર્ય કરતું રહે ?૪૧
(૪) દેહની વૃદ્ધિ થાય છે, ઘા પૂરાય છે અને ભાંગેલાં અંગ સંધાય છે.
જેવી રીતે ઘરમાં રહેનાર ઘરનો જીર્ણોદ્ધાર કરાવે છે તેવી રીતે દેહમાં રહેનાર આહાર આદિ દ્વારા દેહનું પોષણ અને સંવર્ધન કરે છે. આંખમાં કંઈક પડતાં દેવાધિષ્ઠાતા તરત જ હાથને ત્યાં સહાયતા માટે મોકલે છે. શરીરના કોઈ ભાગમાં ઊંડા ઘા પડ્યો હોય તે તે ઘાને નવા માંસ અને ચામડીથી તે અધિષ્ઠાતા પૂરી દે છે. ભાંગેલા હાડકાંને તે જોડી દે છે.૪૨
(૫) અભિમત વિષયની ગ્રાહક ઈન્દ્રિય સાથે અણુ મનને જોડનાર પણ
કેઈક હોવું જોઈએ. તે છે શરીરને અધિષ્ઠાતા આત્મા. જેવી રીતે બાળક ઈચ્છાનુસાર લખોટી આમતેમ ફેકે છે તેવી રીતે આત્મા પણ મનને પિતાની ઈચ્છાનુસાર આ કે તે ઇન્દ્રિય પ્રતિ ગતિ કરાવે છે.૪૩
() સુખ, દુઃખ, ઈચ્છા, ઠેષ આ ગુણો છે. આ ગુણો ઉપરથી તેમના આશ્રયરૂપ દ્રવ્યનું અનુમાન થાય છે. ૪૪ તે દ્રવ્ય આત્મા છે. આ ગુણે શરીર કે ઇન્દ્રિયના નથી, કારણકે –