________________
૨૦૦
પદ્દેશન
કરે છે. એથી ઊલટુ, અણગમતા વિષયની સન્નિધિ, તે વિષય સાથે તે વિષયની ગ્રાહક ઇન્દ્રિયના સન્તિક, અધમ અને આત્મમનઃસયાગ આ બધાં કારણા દુઃખને ઉત્પન્ન કરે છે. છ સુખને પરિણામે આંખમાં પ્રસન્નતા આવે છે, શરી પુલક્તિ બને છે, કંઠે ગદ્ગદ્ થઇ જાય છે.૬૮ દુ:ખને પરિણામે દીનતા, અમ અને પીડા જન્મે છે.૬૯ આમ સુખ અને દુઃખનાં કારણા પણ ભિન્ન છે અને કાર્યાં પણ ભિન્ન છે. વળી, તે એ પરસ્પર વિરાધી છે. એટલે સુખ અને દુઃખ એ સ્વરૂપતઃ ભિન્ન છે, કેટલાક સુખ અને દુઃખને અભેદ માને છે; તેમને મતે અનુકૂલવેદનની એછી માત્રા દુઃખ છે અને તેની વધુ માત્રા સુખ છે. વળી, કેટલાક સુખને દુ:ખાભાવરૂપ માને છે. આ અને માન્યતાને ન્યાયવૈશેષિક વિરાધ કરે છે.૭૧ ગૌતમે પેાતાના ન્યાયસૂત્રમાં પ્રમેયની યાદીમાં દુઃખને ગણાવ્યું છે પણ સુખને ગણાવ્યું નથી.૭૨ તેનું કારણુ ગૌતમ સુખને દુઃખથી સ્વતંત્ર માનતા નથી એ નથી પર ંતુ તેનુ કારણ તા એ છે કે ગૌતમ સુખને દુઃખની સાથે અવશ્ય જોડાયેલુ માને છે; એટલે સુખમાં થતી આસક્તિ અટકાવવી જોઈ એ એમ ગૌતમ કહેવા માગે છે; સુખમાં થતી આસક્તિ અટકાવવી હોય તે સુખમાં પણ દુઃખની ભાવના કરવી જોઇએ એવું તે માને છે.૭૩ ગૌતમ સુખને દુ:ખના અભાવરૂપ નહિ પણ સ્વતંત્ર માને છે તે દર્શાવતુ એમનુ એક સૂત્ર પણ છે–TM, વરાહનિ—ત્તે:૭૪ । આ સૂત્રમાં તે કહેવા માગે છે કે સુખ જેવી કેાઇ ચીજ નથી એમ કહેવું ખરાખર નથી કારણ કે દુઃખમય જીવનમાં પણ વચ્ચે વચ્ચે સુખને અનુભવ દરેક પ્રાણીને થાય છે જ. સુખ અને દુઃખ બંનેની ઉત્પત્તિને માટે આત્માના શરીર સાથે સંચાગ જરૂરી છે. તેથી જ્યારે આત્માને શરીર સાથે સંયોગ નથી હોતે। ત્યારે અર્થાત્ મુક્તિમાં અને પ્રલયકાળે મુખ કે દુઃખની ઉત્પત્તિ આત્મામાં થતી નથી, તેમને આત્મામાં અભાવ હેાય છે. તેથી આત્માના આ બે ગુણાય અયાવદ્રવ્યભાવી છે. વળી, તેઓ અવ્યાપ્યવૃત્તિ છે. તે આત્માને વ્યાપીને રહેતા નથી. તેમ છતાં તે આત્માના વિશેષગુણા છે કારણ કે ખીજા કાઈ દ્રવ્યમાં તે રહેતા નથી. સુખ સુખને ઉત્પન્ન કરતું નથી પણ ઇચ્છાને જ ઉત્પન્ન કરે છે. દુ:ખ દુઃખને ઉત્પન્ન કરતું નથી પણ દ્વેષને જ ઉત્પન્ન કરે છે.પ સુખ ઇચ્છાનું નિમિત્તકારણ જ છે.૭૬ દુ:ખ દ્વેષનું નિમિત્તકારણુ જ છે. એક આત્મગત સુખ તે આત્મામાં જ ઇચ્છા ઉત્પન્ન કરે છે. એક આત્મગત દુઃખ તે આત્મામાં જ દ્વેષ ઉત્પન્ન કરે છે.॰ સુખ અને દુઃખનુ જ્ઞાન અન્ત:કરણથી થાય છે. સુખ અને દુઃખ પાતે જ્ઞાનસ્વરૂપ નથી.
सुखस्या