________________
વૈશેષિકદર્શન
૧૯ષ પરિણામે માતાએ દેખેલાનું પુત્રને સ્મરણ થાય, પરંતુ એવું થતું નથી. જો એમ કહેવામાં આવે કે જે ઉપાદાનકાણ (material cause) હોય એમાં રહેનાર ધર્મ એના કાર્યમાં (ઉપાદેયમાં) સંક્રાન્ત થાય છે; પૂર્વ વિજ્ઞાન ઉત્તર વિજ્ઞાનનું ઉપાદાનકારણ છે એટલે પૂર્વ વિજ્ઞાનના સંસ્કાર પછીના વિજ્ઞાનમાં સંક્રાન્ત થાય છે અને માતા પુત્રનું ઉત્પાદનકારણ નથી એટલે માતાના સંસ્કારો પુત્રમાં સંક્રાન્ત થતા નથી. આની સામે ન્યાય-વૈશેષિક જણાવે છે કે પૂર્વ વિજ્ઞાનના સંસ્કારની ઉત્તર વિજ્ઞાનમાં સંક્રાતિ સંભવતી જ નથી, કારણ કે પૂર્વ વિજ્ઞાન સંપૂર્ણતઃ નષ્ટ થઈ જાય છે, તેનો કઈ અંશ બચતો નથી જેની સંક્રાતિ પછીના વિજ્ઞાનમાં થતી હોય, એટલે પૂર્વ વિજ્ઞાનના સંસ્કાર પછીના વિજ્ઞાનમાં સંક્રાન્ત થાય છે એ વસ્તુ જ સંભવતી નથી. આના બચાવમાં દ્રવ્યથી જણાવે છે કે અમે એમ નથી માનતા કે પૂર્વ વિજ્ઞાનના સંસ્કાર ઉત્તર વિજ્ઞાનમાં દાખલ થાય છે પણ અમે તે એમ માનીએ છીએ કે પૂર્વ વિજ્ઞાનના સંસ્કાર ઉત્તર વિજ્ઞાનમાં નવેસર ઉત્પન્ન થાય છે અને એને જ અમે સંક્રાતિ કહીએ છીએ. ન્યાય-વૈશેષિક વિરોધીને કહે છે કે જે પછીના વિજ્ઞાનમાં આ રીતે સંસ્કાર ઉત્પન્ન થતા માનીશું તે એ પ્રશ્ન ઊઠશે કે તે સંસ્કારનું જનક દર્શન–અનુભવ–તો તે વિજ્ઞાનને છે નહિ તે સંસ્કાર તેમાં કેવી રીતે ઉત્પન્ન થશે ૩૮
' ઉપરાંત, ક્ષણિક વિજ્ઞાન પોતે જ આત્મા હોય અને વિજ્ઞાનાશ્રય સ્થિર દ્રવ્ય આત્મા ન હોય તો પ્રત્યભિજ્ઞા કોને થશે ? પ્રત્યભિજ્ઞામાં પૂર્વાનુભવનું વર્તમાન અનુભવ સાથે અનુસંધાન કરવામાં આવે છે. પૂર્વાનુભવ અને વર્તમાન અનુભવનું અનુસધાન કરનાર તે કઈ સ્થિર દ્રવ્ય જ હોય. જો આવું સ્થિર દ્રવ્ય ન હોય તે પૂર્વોત્તર અનુભવોનું અનુસંધાન અશક્ય બની જાય અને તે અશક્ય બનતાં પ્રત્યભિજ્ઞા અશક્ય બની જાય. ક્ષણિક વિજ્ઞાન પૂર્વોત્તર અનુભવોનું અનુસંધાન કરી શકે નહિ કારણ કે જે વિજ્ઞાને પૂર્વાનુભવ કર્યો હતો તે વિજ્ઞાન અને જે વિજ્ઞાન વર્તમાન અનુભવ કરે છે તે વિજ્ઞાન તદ્દન જુદાં છે. એટલે જ્ઞાનાશ્રયરૂપ સ્થિર દ્રવ્ય સ્વીકારવું જ જોઈએ. અને વિષય, ઈન્દ્રિય, શરીર કે મન જ્ઞાનાશ્રય તરીકે ઘટી શક્તા નથી. તેથી તે દ્રવ્ય તેમનાથી કંઈ જુદું જ માનવું પડે. તે દ્રવ્યનું નામ આત્મા.
(ઉ) નીચેની બાબતો ઉપરથી શરીરને અધિકાતા કોઈક છે એવું અનુમાન થાય છે. અને તે અધિષ્ઠાતાને જ આત્મા કહેવામાં આવે છે. (૧) શરીર હિતકર વસ્તુને ગ્રહણ કરે છે અને અહિતકર વસ્તુને છોડી દે .
છે. શરીરની આ પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ ક્રિયાઓ ઉપરથી શરીરને તે