________________
૧૭૪
માનવાથી કઈ પ્રજન સરતું નથી પણ ઊલટું સ્થૂળ શરીરની નિરર્થકતાની આપત્તિ આવે છે. આનો અર્થ એ કે મનને શરીર બહાર જતું કલ્પવાને કોઈ અર્થ નથી. બાદ્રિને તેમના વિષય ગ્રહણ કરવામાં સહાય કરવા માટે પણ તેણે બહાર જવાની કઈ જરૂર નથી.૭૨
પ્રશસ્તપાદ અનુસાર મન સ્થૂળ શરીરને છોડી બહાર જતું નથી એ કેવળ સામાન્ય જનની બાબતમાં જ સાચું છે, યોગીઓ તે પોતાના મનને સ્થળ શરીરની બહાર કાઢી દૂર દૂર મોકલે છે અને મન શરીર છોડી ત્યાં જઈ કાર્ય પાર પાડી પાછું તે શરીરમાં આવી જાય છે. વિશિષ્ટ જાતના અદષ્ટને લઈ યોગીનું મન સ્થૂળ શરીરની બહાર જઈને પાછું આવી શકે છે.૭૩
ગતિના સામાન્ય રીતે ગણાતાં કાણો–ગુરુત્વ, દ્રવંવ, સ્થિતિસ્થાપકત્વ –તો મનમાં નથી તો પછી મનમાં ગતિ કેવી રીતે ઉદભવે? આ પ્રશ્ન કોઈ ઊઠાવી શકે. કેવળ પરિચ્છિન્ન પરિમાણ હોય એટલે તેનામાં ગતિ હેય એમ ન મનાય. મનમાં જે વેગ હોય છે તેની બાબતમાં કહેવું જોઈએ કે તે તો મનમાં ગતિ ઉત્પન્ન થયા પછી તેને પ્રાપ્ત થાય છે, એટલે વેગને ગતિનું પ્રસ્તુત કારણ માની શકાય નહિ.
આના ઉત્તરમાં વૈશેષિકે જણાવે છે કે સૃષ્ટિની આદિમાં મનને સૌ પહેલી વાર ગતિ આપનાર તો અદષ્ટ છે.૭૪ પછી તે આત્મપ્રયત્ન મનને ગતિ કરાવે છે. એક ઈન્દ્રિય સાથે જોડાયેલા મનને બીજી ઈન્દ્રિય તરફ ગતિ કરાવનાર તે બીજી ઈન્દ્રિયના વિષયની આત્મામાં જાગેલી ઈચ્છાથી જન્મેલે આત્મપ્રયત્ન છે. સુષુપ્તિમાંથી જાગેલાના મનને આ કે તે ઇન્દ્રિય તરફ ગતિ કરાવનાર આત્માને જીવનપ્રયત્ન છે.
મનને આત્મા સાથે સંગ અનાદિ-સાન્ત મનનો આત્મા સાથે સંગ તે આત્માના કર્મને કારણે છે. આત્માનું કર્મ (અદષ્ટ) અનાદિ છે. એટલે મનને તે આત્મા સાથે સંયોગ અનાદિ છે. વિપાકે—ખ પિતાનાં કર્મોને ભોગવવા આત્માને તે ભોગને અનુરૂપ શરીર (ભાગાયતન) પ્રાપ્ત થાય છે. અને તે આત્માનું મન તે શરીરમાં દાખલ થાય છે; આત્મા મનની સહાયથી તે શરીરમાં ભોગ ભોગવે છે. વર્તમાન જન્મમાં ભોગવવાનાં કર્મો ભોગવાઈ જતાં શરીર પડે છે, નવાં કર્મો વિપાકે—ખ બને છે, તે કર્મોને ભોગવવા ય શરીર આત્મા ધારણ કરે છે, મન આ નવા શરીરમાં