________________
પદોન
હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. એના જવાબ એ છે કે જુદાં જુદાં કાર્યાં માટે જુદાં જુદાં કારણેા માનવાં જોઈ એ. પ્રથમ અગ્નિસ ંયોગ અવયવીનું પરમાણુએમાં વિટન કરવા જરૂરી છે. ખીજો આગ્નસંયોગ છૂટા પડેલા (સ્વતંત્ર) પરમાણુએમાં અગાઉના રૂપ આદિ ગુણાના નાશ કરવા જરૂરી છે. અને ત્રીજો અગ્નિસંયોગ તે સ્વતંત્ર પરમાણુઓમાં નવા રૂપ આદિ ગુણાને ઉત્પન્ન કરવા જરૂરી છે. પરમાણુઓમાં અવયવીના વિટનથી માંડી પરમાણુઓમાં નવા ગુણાના ઉત્પાદ થાય ત્યાં સુધી એકને એક અગ્નિસયાગ ચાલુ રહે છે એમ માનવું ત્રુદ્ધિગમ્ય નથી કારણ કે અગ્નિ અવિલંબથી ગમનશીલ છે (અર્થાત્ ક્ષણિક છે).૫ વળી, એ તા સામાન્ય અનુભવની વાત છે કે એક જ વસ્તુનું ઉત્પાદક અને નાશક કારણ એક જ ન હોઈ શકે. ઉદાહરણા, તંતુઓના રૂપ વગેરે ગુણોને નાશ કરનાર કારણ અને તેમની ઉત્પત્તિ કરનાર કારણ અંતે એક જ નથી પણ જુદાં છે. તેથી સ્વતંત્ર પરમાણુઓમાં અગાઉનાં રૂપ વગેરેને નાશ કરનાર અને નવાં રૂપ વગેરેની ઉત્પત્તિ કરનાર એ જુદા જુદા અગ્નિસંયોગે માનવા જોઈએ. જો ઉત્પાદક અને નાશક કારણને નિયમથી એક જ માનવામાં આવે તે અર્થાત્ રૂપ વગેરે ગુણાનું ઉત્પાદક અને નાશક કારણ એક જ માનવામાં આવે તે અગ્નિસંયાગ દૂર થતાં પરમાણુ રૂપ વગેરે ગુણાથી રહિત બની જાય. પરંતુ આ તે ઈષ્ટ નથી. તેમ છતાં રૂપ વગેરેનુ ઉત્પાદક અને નાશક કારણ એક જ માનતાં આ અનિષ્ટપત્તિ અનિવાય છે, કારણ કે જે અગાઉનાં રૂપ વગેરેને નાશ કરી નવાં રૂપ વગેરેને ઉત્પન્ન કરશે તે જ નવાં રૂપ વગેરેને પણ નાશ કરશે જ, કારણ કે રૂપ આદિનું ઉત્પાદક અને નાશક કારણ તે સ્વાભાવથી જ છે.”
૧૧૦
ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં વૈશેષિક જણાવે છે કે રૂપ આદિ યુક્ત દ્રવ્ય જ તેવા રૂપ આદિ યુક્ત કાર્ય દ્રવ્યને ઉત્પન્ન કરે છે, એટલે રૂપ આદિ યુક્ત દ્રવ્યમાં જ તેવા રૂપ આદિ યુક્ત કાયદ્રવ્યને ઉત્પન્ન કરવાની ક્રિયા જણાય છે. આ ઉપરથી માનવું જ પડે કે પાર્થિવ પરમાણુઓમાં પાકથી નવાં રૂપ વગેરેની ઉત્પત્તિ પછી જ તે પરમાણુઓમાં આ નવાં રૂપ વગેરેને ધરાવનાર ચણુકને ઉત્પન્ન કરવાની ક્રિયા ચાલુ થાય છે, અને નહિ કે અગાઉનાં રૂપ વગેરેના નાશની ક્ષણે.
નૈયાયિકકૃત પીલુપાકવાદખંડન
વૈશેષિકાના પીલુપાકસિદ્ધાંત વિરુદ્ધ નૈયાયિકા નીચેની દલીલા કરે છે : (૧) ઘટ વગેરે કા દ્રવ્યેામાં જ અગ્નિસંયાગથી અગાઉના રૂપ વગેરે ગુણાને નાશ