________________
૧૪
વિદશન
શરીરની ઉત્પત્તિ નિરંતર હોવાથી તેમ જ તે બધાં અત્યંત સદશ હોવાથી આપણને ત્યાં એક જ શરીર છે એવો ભ્રમ થાય છે.૨૭ આમ ન્યાયશેષિક દર્શનના એક પ્રખર વિચારકને મતે જીવંત શરીરનું સ્થાયિત્વ એ બ્રાતિ છે.
જેમનામાં ચયાપચય જણાતો નથી એવા ઘટ, પટ જેવા જડ પદાર્થોની બાબતમાં કહેવામાં આવ્યું છે કે એક પણ અવયવને વધારે કે ઘટાડે એટલે તે મૂળ દ્રવ્યનો નાશ અને તેની જગ્યાએ તદન નવા બીજા દ્રવ્યની ઉત્પત્તિ. હવે જે સો વરસ પછી એના એ જ ઘડાનું વજન કરીશું તો કેટલાક મિલીગ્રામ ઓછું થશે. આ સૂચવે છે કે દેખી ન શકાય એવો નાશ સતત ચાલ્યા કરે છે. પેલું કેટલાક મિલીગ્રામ વજન ઘડાનું ઓછું થયું એટલે તેટલા વજનના પર માણુઓ ઘડામાંથી ખરી પડ્યા. અને એ પરમાણુઓ બધા એક સાથે એક ક્ષણે ખરી પડ્યા નથી પણ તે ખરી પડવાની પ્રક્રિયા સો વરસના લાંબા ગાળા દરમ્યાન સતત ચાલતી રહી છે. આનો અર્થ એ કે પૂર્વ પૂર્વની વસ્તુઓના નાશની અને તેમની જગ્યાએ ઉત્તર ઉત્તરની વસ્તુઓના ઉત્પાદની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. ન્યાયવૈશેષિક કદાચ કહેશે કે આ પ્રક્રિયા પ્રતિક્ષણ નથી ચાલતી અને કેટલીક ક્ષણો ઘટ સ્થિર રહે છે. એમની એ વાત સાચી હોય તો પણ બાકીની ક્ષણોએ તે ઘડા પ્રતિક્ષણ નાશ પામે છે અને એની જગ્યાએ બીજે ઘડે આવે છે, અને તેમ છતાં એ બધા સમય દરમ્યાન એકનો એક જ ઘડે છે એવી બ્રાન્ત પ્રતીતિ આપણને થાય છે – આ હકીકત વસ્તુના એકત્વની યા સ્થિરતાની યા નિત્યતાની સુંદર કલ્પનાના ભાંગીને ભૂકા કરી દે છે.
આપણે અગાઉ જોઈ ગયા કે ગુણપરિવર્તનનો અર્થ તે તે દ્રવ્યને નાશ અને તેની જગ્યાએ બીજા નવા દ્રવ્યની ઉત્પત્તિ એવો જ થાય છે. હવે, જે ઘડાને કે કાગળના ટુકડાને પવન, ટાઢ, તડકે અને વરસાદમાં લાંબો સમય ખુલે રહેવા દઈએ તો તેનો રંગ તેનો તે જ રહેશે ? નહિ જ રહે. એ રંગપરિવર્તન કંઈ એક જ ક્ષણમાં નથી થઈ જતું. તે તે સમગ્ર સમય દરમ્યાન ન જણાય એ રીતે ચાલ્યા કરે છે. આનો અર્થ એ થાય કે પ્રસ્તુત દ્રવ્ય એકનું એક જ નથી રહેતું પણ તે તે અનેક ભિન્ન ભિન્ન ક્ષણિક દ્રવ્યોની શંખલા છે જેમાં પૂર્વની ક્ષણે પૂર્વનું દ્રવ્ય નાશ પામે છે અને પછીની ક્ષણે તેની જગ્યાએ તદ્દન નવું જ દ્રવ્ય ઉત્પન્ન થાય છે. આમ રૂપ વગેરે ગુણોની અંદર સતત ફેરફાર થતો રહે તે હેવાથી નિર્જીવ દ્રવ્યો પણ ક્ષણિક બની રહે છે. જેમ બૌદ્ધો ગુણોને પ્રતિક્ષણ બદલાતા માને છે તેમ અમે વૈશેષિકે તેમને પ્રતિક્ષણ બદલાતા માનતા નથી એમ કહેવું એ તો ખોટું મન મનાવી સંતેષ લેવાની જ