________________
૧૪૮
પદર્શન
કાર્ય જુદે જુદે વખતે જુદી જુદી જાતનાં કારણોમાંથી ઉત્પન્ન થતું લાગે છે. અગ્નિ જુદી જુદી જાતનાં કારણોથી જુદે જુદે વખતે ઉત્પન્ન થતો લાગે છે. સૂકા ઘાસમાં તણખો નાખી ફૂંક મારવાથી, ચકમક સાથે લેટું અફાળવાથી, કાચને સૂર્ય સામે ધરી સળગી ઊઠે એવા પદાર્થ પર સૂર્ય કિરણો એકત્રિત કરવાથી, અરણીના લાકડાના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થાય છે. આમ એક જાતનું કાર્ય જુદી જુદી જાતનાં કારણોથી ઉત્પન્ન થઈ શકે એ સંભવિતતાને અનુભવ સમર્થન આપે છે.
પરંતુ એક જાતનું કાર્ય જુદી જુદી જાતનાં કારણોમાંથી ઉત્પન્ન થઈ શકે છે એમ માનતાં તે કાર્યકારણભાવના મૂળમાં જ કુઠારાઘાત થાય. પછી અમુક કાર્યનું અમુક જ કારણ હોય એવો નિયત સંબંધ અર્થાત કાર્યકારણભાવ રહેતા નથી. વળી, કાર્યને સ્વભાવ કારણના સ્વભાવ પર નિર્ભર છે એવું બધાં માને છે. જે એક જાતના કાર્યનાં અનેક જાતનાં અનેક કારણો માનવામાં આવે તો પછી કાર્યના સ્વભાવનું નિયામક કેઈ નહિ રહે. ૩૨ છે ઉપર જણાવેલી આપત્તિમાંથી છૂટવા માટે એક જાતના કાર્યમાં અનેક જાતનાં અનેક કારણો માનનારા મીમાંસકે આ અનેક કારણોમાં કાર્યોત્પાદક એક શક્તિ માને છે. આમ તેઓને મતે જુદી જુદી જાતનાં કારણોથી જુદે જુદે વખતે એક જાતનું કાર્ય ઉત્પન્ન થાય છે કારણ કે તે બધાં કારણોમાં કાર્યોત્પાદક એક શક્તિ રહેલી છે. તેઓ આ શક્તિને કેવળ ફલનુમેય માને છે. અમુકમાં અગ્નિઉત્પાદક શક્તિ છે એવું જ્ઞાન આપણને તે અગ્નિને ઉત્પન્ન કરે પછી જ થાય છે. આમ શક્તિ અતીન્દ્રિય છે.૩૩ .
ન્યાયશેષિક વિચારકે આવી શક્તિને માની એક જાતના કાર્યમાં અનેક જાતનાં અનેક કારણો માનવા તૈયાર નથી, કારણ કે તેમ માનતાં કાર્ય ઉપરથી કારણનું અનુમાન અશક્ય બની જાય; તેમ જ કારણના અભાવમાં કાર્યના અભાવનું અનુમાન કરવું પણ અશક્ય બની જાય કેમ કે તે કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવતી બીજી કઈ વસ્તુ હોવાનો સંભવ છે. આમ જાણીતા કારણના અભાવમાં પણ આપણે કાર્યની આશા હંમેશા રાખીએ – એમ માનીને કે કઈ એવી વસ્તુ હોય પણ ખરી જેની અંદરની કાર્યોત્પાદક શક્તિને આપણે હજુ પકડી પાડી ન હોય.૩૩
ન્યાયવૈશેષિક ચિંતકે એક જાતના કાર્યનાં અનેક જાતનાં અનેક કારણો સ્વીકારતા નથી. તે પછી જ્યાં એક જાતના કાર્યમાં અનેક જાતનાં અનેક કારણો