________________
વૈશેષિકદન
૧૪૯
જણાય છે ત્યાં તેમને↑ શે! ખુલાસા છે? તેઓ જણાવે છે કે પ્રસ્તુતમાં જેને એક જાતનુ કાર્ય ગણવામાં આવે છે તે ખરેખર એક જાતનું નથી પણ જુદી જુદી જાતનુ છે. જે અગ્નિ ચકમક અને પત્થરના અકળાવાથી થાય છે તે કાચથી કે ધાસથી ઉત્પન્ન થતા અગ્નિએથી જુદી જાતનેા છે. આ ત્રણેય અગ્નિએની અવાન્તર જાતિએ ભિન્ન ભિન્ન છે. સૂક્ષ્મ પરીક્ષકને તેને ખ્યાલ આવે છે પણ સામાન્ય માણુસને તેને ખ્યાલ આવતા નથી. ત્રણ અન`રામાંના એકમાં ઘાસતેલ, એકમાં સ્પીરીટ અને એકમાં ગેસ છે. તેમની વાટે સળગાવે. ત્રણ જ્યેાત થશે. ત્રણેય જ્યેાત ભિન્ન ભિન્ન પ્રકારની જણારશે. જાણકાર વ્યક્તિ દૂરથી જ્યેાતને ભેદ પારખી ત્રણ બરામાંના કયામાં ઘાસતેલ છે, યામાં સ્પીરીટ છે અને કયામાં ગેસ છે તે સહેલાઈ થી કહી શકે છે. આમ ન્યાયવૈશેષિક દશ ન એક જાતના કાયનાં અનેક જાતનાં અનેક કારણાની માન્યતા સ્વીકારતું નથી.૩૪
કારણવ્યાખ્યા
(Antecedeપિતાની પછી જ છે. (૨) નિયતત્વ વિશિષ્ટ લક્ષણ
કારણમાં નીચેનાં લક્ષણા હોવા જોઈ એ. (૧) પૂર્તિ ce) – કારણ પેાતાના કાયથી પૂવવતી હોય છે. જેમ પુત્ર જન્મે છે એમ કા` પણ રણ પછી જ ઉત્પન્ન થાય (Invariability )- કેવળપૂવતી હાવું એ જ કારણનું બનતું નથી અર્થાત્ કારણની કારણતા તેનાં પૂતિત્વમાં જ નથી. માની લેા કે. કયાંક શંખ ફૂંકાયા. એના પછી તરત જ એક પાકુ ફળ ઝાડ ઉપરથી નીચે પડયું. અહીં શંખ ફૂંકાયા પછી ફળ પડયું છે. પર ંતુ આપણે એમ ન કહી શકીએ કે શંખ ફૂંકાવા એ ફળ પડવાનું કારણ છે, કારણ કે જ્યારે જ્યારે ફળ પડે છે ત્યારે ત્યારે એની પહેલાં શંખ ફૂંકાતા નથી. પ્રસ્તુત ઉદાહરણમાં પૌર્વાપય હોવા છતાં નિયત પૌર્વાપય (invariable succession) નથી. એટલે શંખ ફુંકાવા અને ફળ પડવું એ બે વચ્ચે કાય કારણભાવ મનાયેા નથી. કારણને માટે કેવળ પૂવતી હાવુ એટલુ જ નહિ પરંતુ સાથે સાથે નિયત પૂવી (invariable antecedent) હેાવું પણ આવશ્યક છે. એટલે જ અન્નમ્ ભટ્ટ કારણની નીચે પ્રમાણે વ્યાખ્યા બાંધે છે—હાનિયતપૂર્વવૃત્તિ કારળÇા અર્થાત્ કાની પૂર્વે જેનુ હાવું નિયત છે તે કારણ છે. (૩) અનન્યથાસિદ્ધત્વ ( unconditionality ) – આ મે લક્ષણોથી પણ કારણની નિર્દોષ વ્યાખ્યા અનતી નથી. નિયત પૂવતી હાવાથી જ કેાઈ વસ્તુ કારણુ બની જતી નથી. નિયત પૂર્વીવતી હેવા ઉપરાંત તે અનન્યથાસિદ્ધ પણ હોવી જોઈ એ.૩૫ અન્યથા