________________
વૈશાષકદન
tee
અગ્નિના પ્રવેશ ત્યાં સુધી- શકય નથી જ્યાં સુધી તેના અંત્ય અવયવે વિભક્ત ન થઇ જાય.ર ખીજું, આપણે જાણીએ છીએ કે કપડું વણતાં પહેલાં તંતુઓમાં રંગ ઉત્પન્ન કરવામાં આવે છે અને નહિ કે કપડું વણ્યા પછી. વળી, પરમાણુઓમાં અવયવીના વિટનનું અનુમાન આપણે અગાઉના શ્યામ રૂપ વગેરે ગુણાના નાશ ઉપરથી કરી શકીએ છીએ. અવયવીના રૂપ વગેરે ગુણાના નાશ અવયવીના નાશ વિના સંભવે જ નહિ."ઉદાહરણા, જ્યારે કપડાને બળવામાં આવે છે ત્યારે કપડાનેા નાશ થતાં તેના રૂપ વગેરે ગુણાને પણ નાશ થાય છે. આ નિયમ બધા અવયવીઓને લાગુ પડે છે. આથી એ ફલિત થાય છે કે કાચા ઘડામાં શ્યામરૂપ વગેરે ગુણાને નાશ ત્યારે જ શકય બને જ્યારે એમના આશ્રય (અવયવી કાચા ઘટ) નાશ પામે. અહીં કેાઈ પ્રશ્ન ઊઠાવી શકે કે શ્યામ રૂપ વગેરે ગુણાને નાશ માનવા જ શા માટે, જેથી કાચા ઘટરૂપ અવયવીને નાશ માનવા પડે ? આનેા ઉત્તર એ છે કે જ્યાં સુધી અવયવી પેાતાનાના અગાઉના ગુણા છેડે નહિ ત્યાં સુધી તેનામાં નવા ગુણા ઉત્પન્ન થઈ શકે જ નહિ એવે નિયમ છે. આ નિયમ નિરપવાદ છે. ટૂંકમાં, નવા રક્ત આદિ ગુણાની ઉત્પત્તિ ઉપરથી અગાઉના શ્યામ આદિ ગુણાના નાશ અનુમિત થાય છે, અને શ્યામ આદિ ગુણાના નાશ ઉપરથી તેમના આશ્રયરૂપ અવયવીને (અહીં કાચા ઘટનેા) નાશ (અર્થાત્ તે અવયવીનું તેના અંત્ય અવયવરૂપ પરમાણુએમાં વિટન) અનુમિત થાય છે. ઉપરાંત, અવયવીનું તેના અત્ય અવયવેામાં વિધટન અનિવાય છે, કારણ કે અગ્નિના સંચાગ અવયવીના માત્ર બહારના ભાગ પૂરતા મર્યાદિત નથી હાતા પણ તેના અંદરના ભાગ સાથે પણ હાય છે; આમ માનવાનું કારણ એ છે કે જો અગ્નિસ ંયાગની અસર બહારના ભાગની જેમ અંદરના ભાગ ઉપર ન માનવામાં આવે તે। શ્યામ રૂપ વગેરે અગાઉના ગુણાના નાશ તેના બહારના ભાગમાં થાય અને અંદરના ભાગમાં ન થાય, પરિણામે કેટલાક અવયવેામાં અગાઉના શ્યામ આદિ ગુણો જ રહેશે. આ તે અશકય છે કારણ કે અવયવા શ્યામ · વગેરે ગુણા ધરાવતા હોય અને અવયવી રક્ત વગેરે ગુણા ધરાવે એ તેા બને જ નહિ. તેથી નિઃશેષ અવયવી સાથે અગ્નિસ ચાગ માનવા જ જોઈ એ, એમ માનતાં તે અવયવીના બધા જ અવયવેાની—પરમાણુઓની સાથે અગ્નિના સંચાગ માનવા જ જોઈ એ. જો આ અનિવાય હાય તે અગ્નિસયેાગના અભિધાત (આધાત) યા તેદન(દબાણુ)થી અવયવીનું તેના અત્ય અવયવેામાં વિઘટન ન માનવામાં કોઈ કારણ નથી. વધારામાં, જો અવયવીનું પરમાણુઓમાં વિઘટન ન માનવામાં આવે તે અવયવીમાં નવા ગુણાની ઉત્પત્તિના ખુલાસા ન થઈ શકે કારણ કે અવયવીમાં ગુણાની ઉત્પત્તિ અવયવગુણુપૂર્ણાંક જ હાય છે.
.