________________
૧૨૦
પદર્શન
કપાલ વ્યક્તિ હોય ત્યારે ઘટ અવ્યક્ત હોય છે તેમ જ જ્યારે ઘટ વ્યક્ત બને છે ત્યારે પાલ અવ્યકત-તિરહિત બને છે. ઘટનું વ્યક્ત થવું એ જ ઘટની ઉત્પત્તિ છે. તેથી સાંખ્ય પ્રમાણે ઘટ (કાર્ય) ઉત્પત્તિ પહેલાં પોતાના ઉપાદાનકારણભૂત યુદ્ધમાં અવ્યક્તરૂપે હોય છે જ. આ જ રીતે, પટનું ઉપાદાનકારણ તંતુ નહિ પણ પટાવસ્થા અને તંતુઅવસ્થા બંને જેમાં રહે છે તે ધ્રુવ દ્રવ્યકહો પાસ–છે. પટ ઉત્પત્તિ પહેલાં તંતુમાં અવ્યક્તરૂપે રહે છે એમ કહેવામાં શૈથિલ્ય છે. સાંખ્ય અનુસાર ચીવટથી કહેવું હોય તો એમ જ કહેવું જોઈએ કે જે ધ્રુવ દ્રવ્યમાં તતુઅવસ્થા વ્યક્ત થઈ ને રહી હોય છે તે જ દ્રવ્યમાં પટાવસ્થા અવ્યકતરૂપે રહે છે. પટ ઉત્પત્તિ પહેલાં કે ઉત્પત્તિ પછી ક્યારેય તંતુઓમાં રહેતા જ નથી. જેમ પટ એક આકાર, વિકાર યા ધર્મ છે તેમ તંતુ પણ એક આકાર, વિકાર યા ધર્મ છે. એક આકાર, વિકાર યા ધર્મ બીજા આકાર, વિકાર યા ધર્મમાં રહેતો નથી. બધા આકાર, વિકાર યા ધમે કેવળ તેમના આધારભૂત દ્રવ્ય યા ધમમાં રહે છે. પરંતુ તંતુઓને પટના ઉપાદાનકારણ તરીકે સાંખ્ય ગણે છે એવું કેટલીકવાર અવધાનથી માની લઈ દાર્શનિકે સાંખ્યના કારણવાદની ચર્ચાને અવળે પાટે ચડાવી દે છે. દૂધને દહીંનું ઉપાદાનકારણ ગણવું અને દહીં ઉત્પત્તિ પહેલાં દૂધમાં હોય છે. એમ કહેવું બરાબર નથી. દૂધ પણ વિકાર યા ધર્મ છે અને દહીં પણ વિકાર યા ધર્મ છે અને તેમનું ઉપાદાનકારણ એક ધ્રુવ દ્રવ્ય છે–જેમાં તે બંને ઉત્પત્તિ પહેલાં, ઉત્પત્તિ પછી અને નાશ પછી પણ રહે છે. આમ ખરેખર તો સાંખ્ય કારણવાદમાં એક ધ્રુવ દ્રવ્ય ઉપાદાનકારણ છે અને તેની નિયત ક્રમિક અવસ્થાઓ તેનાં કાર્યો છે. તે નિયત ક્રમિક અવસ્થાઓમાં એક અવસ્થાની નિયત પૂર્વવતી અવસ્થાને સાંખ્ય તેનું ઉપાદાનકારણ ગણતું નથી. આમ એક ઉપાદાનકારણમાંથી જુદાં જુદાં સહકારીઓ મળવાથી નિયત ક્રમે જુદાં જુદાં કાર્યો તેમના ઉપાદાનકારણમાં અવ્યકત અવસ્થામાંથી વ્યક્ત અવસ્થા. પામે છે અર્થાત્ ઉત્પન્ન થાય છે. તે જુદાં જુદાં કાર્યોમાં ઉપાદાનંભૂતે ધ્રુવ દ્રવ્ય અનુસ્મૃત રહે છે, અર્થાત જુદાં જુદાં કાર્યોની એક શંખલામાં ઉપાદાનકારણનું સાતત્ય રહે છે. એટલે સાંખે અનુસાર કાર્યની ઉત્પત્તિ પછી પણ તેના ઉપાદાનકારણનું અસ્તિત્વ ચાલુ જ રહે છે–તે વર્તમાન જ રહે છે. સાંખ્ય મતે ઉપાદાનકારણ ત્રણેય કાળે વર્તમાન જ હોય છે, જ્યારે તેનાં નિયત ક્રમવાળાં કાર્યો વ્યકત અવ્યક્ત (અનાગત, વર્તમાન અને અતીત) થયાં કરે છે. ઉપાદાનકારણની કદી ઉત્પત્તિ (આવિર્ભાવ) નથી કે કદી નાશ (તિરોભાવ) નથી. કાર્ય જ નિયતક્રમે અને યેવ્ય સહકારીઓ મળતાં ઉત્પન્ન થાય છે, અને તે જ નાશ પામે છે.