________________
વૈશેષિક દર્શન
૧૦૧ અણુનું અણુપરિમાણ નિત્ય છે જ્યારે ચણકનું અણુપરિમાણુ અનિત્ય છે. અણુના અણુપરિમાણ માટે પારિમાંડલ્ય એવું ખાસ નામ રાખવામાં આવ્યું છે. પારિમાંડલ્યનો અર્થ છે ગોલકાકાર. કણદે અણુપરિમાણ માટે “પરિમંડલ શબ્દ વાપર્યો છે. પ્રશસ્તપાદ જણાવે છે કે અણુ અને મનનું પરિમાણ પારિમાંડલ્ય છે. અણુને પરિમાણુ હોવા છતાં લંબાઈ, જાડાઈ કે પહોળાઈ નથી. એટલે તેને ત્રિકોણ, ચરસ, ઘન કે ગોલક એવો કેઈ આકાર ન હોઈ શકે. તેમ છતાં વૈશેષિકે એ કદાચ માન્યું છે કે જેને કઈ બાજુ ન હોય એવી વસ્તુનું વર્ણન કરવા માટે નજીકમાં નજીક પડતો જો કેઈ શબ્દ હોય તો તે “પારિમાંડલ્ય” છે. પરંતુ પારિમાંડલ્યને (ગલકાકારને) પણ બાજુઓ હોય છે. ગમે તેમ પણ અણુના અણુપરિમાણ માટે જ વૈશેષિકે પારિમાંડલ્ય શબ્દ વાપરે છે. તેઓ થાણુકના અણુપરિમાણ માટે પારિમાંડલ્ય શબ્દ વાપરતા નથી. અણુ અને ચણુકના બે અણુપરિમાણ વચ્ચે કાઈ માત્રાનો ભેદ (quantitative difference) છે કે નહિ? નવ્યા અનુસાર તે બે અણુપરિમાણ વચ્ચે કોઈ માત્રાનો ભેદ નથી કારણ કે અણુપરિમાણનો પોતાનો સ્વભાવ જ એવો છે કે તેમાં માત્રાભેદ સંભવે જ નહિ. છતાં પ્રાચીનોએ તે બે અણુપરિમાણ વચ્ચે માત્રાભેદ માન્ય લાગે છે. શ્રીધર પારિમાંડલ્યને સર્વોપકૃષ્ટ પરિમાણ ગણે છે. તે કહે છે કે ચણકનું પરિમાણુ અણુ છે પરંતુ તેનાથી અપકૃષ્ટ પરિમાણ તો પરમાણુનું પારિમાંડલ્ય છે.
સામાન્ય નિયમ એવો છે કે કારણના પરિમાણથી કાર્યનું પરિમાણ ઉત્પન્ન થાય છે (શાળTr: #ાર્યપુજાનામ-તે). તતુના પરિમાણથી કાપડનું પરિમાણુ ઉત્પન્ન થાય છે. વૈશેષિક સિદ્ધાંતમાં કારણ અવયવરૂપ હોય છે અને કાર્ય અવવીરૂપ હોય છે. તેથી કારણના પરિમાણથી કાર્યનું પરિમાણ વધારે જ થવાનું. એ તો સ્પષ્ટ છે કે તંતુના પરિમાણથી કાપડનું પરિમાણ વધારે હોય છે. પરંતુ અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે જે પ્રકારનું પરિમાણુ હોય તે પ્રકારના પરિમાણનો જ વધારો થવાને. અર્થાત્ કારણનું પરિમાણ મહત્વ હોય તો કાર્યનું પરિમાણ મહત્તર થાય. એવી જ રીતે, કારણનું પરિમાણુ અણુ હોય તે કાર્યનું પરિમાણ અણુતર થવું જોઈએ. અણુપરિમાણથી તેનાથી જુદા પ્રકારનું મહત્વપરિમાણુ ઉત્પન્ન ન થઈ શકે, ઊલટું એ જ જાતનું વધારે પામેલું પરિમાણુ અણુતર ઉત્પન્ન થાય. આ નિયમ પ્રમાણે તો બે અણુઓના સંયોગથી બનેલા ચણકનું પરિમાણુ અણુ નહિ પણ અણુતર થવું જોઈએ. વળી, આ નિયમ પ્રમાણે ત્રણે થાણુકના બનેલા યહુકમાં પરિમાણ વધુ અણુતર થવાનું અને મહ૫રિમાણની ઉત્પત્તિ થવાની જ નહિ. આ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા વૈશે